Home /News /lifestyle /શું તમને પીરિયડ્સ પહેલા થાય છે સ્તનમાં દુખાવો? જાણો શું કહે છે તજજ્ઞો

શું તમને પીરિયડ્સ પહેલા થાય છે સ્તનમાં દુખાવો? જાણો શું કહે છે તજજ્ઞો

ઘણા કારણે સ્તનમાં દુખાવો થાય છે. (પ્રતિકાત્મક તસવીર)

Woman health: તેણીએ એવું પણ સૂચવ્યું કે જો કોઈ નવી ગાંઠ જણાય કે તેમાં વધારો થતો જણાય, સ્તનમાંથી એકાએક ડિસ્ચાર્જ થવા લાગે કે અસહ્ય દુખાવો થતો હોય તો પણ વ્યક્તિએ ડૉક્ટરને મળવું જોઈએ.

પેટમાં દુખાવો, બ્લોટિંગ, ક્રેમ્પ્સ, અસ્વસ્થતા વગેરે કેટલાક લક્ષણો છે જે પીરિયડ્સ આવવાની નિશાની છે. કેટલીક સ્ત્રીઓને માસિક સ્રાવ થતા પહેલા સ્તનમાં પણ સમસ્યા અનુભવાય છે, જેમાં સ્તનમાં દુઃખાવો પણ થાય છે. પરંતુ શું તે ચિંતાની બાબત છે?

આ બાબતે ડૉ. તનાયાએ (IG : Dr. Cuterus) તેણીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો દ્વારા માહિતી આપી છે. તેણીએ શેર કર્યું કે, માસિક સ્રાવની આસપાસના સમય દરમિયાન સ્ત્રીનું શરીર સતત બાળકની શોધમાં રહે છે અને ગર્ભાવસ્થા અને બાળકના ભવિષ્યની તૈયારી માટે તે સ્તનોમાં દૂધ ઉત્પન્ન કરતા એકમોને સક્રિય કરે છે.

તેણીએ સમજાવ્યું હતું કે, “એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ સ્તનોમાં આંતરિક રીતે બદલાવ લાવે છે જેનાથી તે થોડા વધે છે. પીરિયડ્સ પહેલાં આ અચાનક વૃદ્ધિને કારણે સ્તન ભારે થઈ જાય છે, દુખવા લાગે છે અને સંવેદનશીલ થઈ જાય છે." વધુમાં તે કહે છે કે જ્યાં સુધી દર મહિને દુખાવો થાય છે અને તે તીવ્ર નથી ત્યાં સુધી તે એકદમ સામાન્ય બાબત છે.

તેણીએ વધુમાં ઉમેર્યું કે "તમને જે પ્રકારની પીડા થઈ રહી છે તેમાં તમને અચાનક કોઈ ફેરફાર જણાય છે અથવા થોડો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે અથવા કોઈ ગાંઠ જેવું દેખાય છે, જે પહેલાં ન હતું તો તમારે તમારા ડૉક્ટર પાસે જવું જોઈએ." તે સૂચવે છે કે અત્યંત પીડા થતી હોય તો તે મટાડવા પેઇનકિલર્સ લઈ શકાય છે.

આ વાતનું સમર્થન કરતા ગુરૂગ્રામની ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડૉ. નુપુર ગુપ્તાએ જણાવ્યું હતું કે, "એસ્ટ્રોજનના વધેલા સ્તરને કારણે સ્તનની નળીઓ મોટી થાય છે અને પ્રોજેસ્ટેરોનનું સ્તર વધતા દૂધ બનવાની ગ્રંથીઓ વધે છે - આ કારણે સ્તનમાં દુખાવો થાય છે.

આ વસ્તુના સેવનથી છૂટી જશે તમારા પાર્ટનર કે મિત્રની દારૂની લત

તેણીએ Indianexpress.comને કહ્યું કે આ “cyclical breast pain” હોય છે, જે સામાન્ય રીતે માસિક ચક્રના પાંચથી 10 દિવસ પહેલા શરૂ થાય છે. તમારા સ્તનમાં દુખાવો, ભારે કે સંવેદનશીલ સ્તન થવા વગેરે સામાન્ય બાબતો છે."
તે દુખાવો ઘટાડવા માટે કેટલાક સૂચન આપ્યા છે:

1. પુષ્કળ પાણી કે કોઈ પ્રવાહી પ્રદાર્થ પીવો: આનાથી માત્ર બ્લોટિંગ જ નહીં પરંતુ ક્રેમ્પ પણ ઘટશે અને તમને સારું લાગે છે.

2.વ્યવસ્થિત સંતુલિત આહાર લો: વ્યક્તિએ એવો આહાર લેવો જોઈએ જેમાં ફળો, શાકભાજી અને અનાજ હોય. મીઠું, ખાંડ, આલ્કોહોલ અને કેફીનનું સેવન ઓછું કરો. ધૂમ્રપાન ટાળો. તમે ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન B6 અને મેગ્નેશિયમ ધરાવતા કેટલાક સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો. જે ક્રેમ્પ ઘટાડવા અને મૂડને સારો કરવામાં મદદ કરશે.

3.સારી ઊંઘ: આ સમય દરમિયાન સાતથી નવ કલાકની ઊંઘ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે ફાયદાકારક છે.

પીઠની નસના દુખાવાથી મળશે છુટકારો, 5 ઘરગથ્થુ ઉપાય

4. શારીરિક પ્રવૃત્તિ: વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. આ માત્ર સ્તનમાં દુખાવાના લક્ષણો જ નહીં, પરંતુ માસિક સ્રાવ પહેલાના અન્ય લક્ષણોને પણ દૂર કરવામાં મદદ કરશે.

નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું કે કેટલીક ઓવર-ધ-કાઉન્ટર દવાઓ છે જેમ કે “simple pain relievers” અથવા “non steroidal anti-inflammatory” દવાઓ લઈ શકો છો. તેણીએ કહ્યું કે "દુખતા સ્તનો માટે કેટલીકવાર ડયુરેટીક્સ (પાણીની જાળવણી ઘટાડે છે જે પીરિયડમાં બ્લોટિંગનું કારણ બની શકે છે) લેવાની સલાહ આપવામાં આવે છે. પીડાને દૂર કરવા માટે હીટિંગ પેડ વાપરી શકો છો.”

તેણીએ એવું પણ સૂચવ્યું કે જો કોઈ નવી ગાંઠ જણાય કે તેમાં વધારો થતો જણાય, સ્તનમાંથી એકાએક ડિસ્ચાર્જ થવા લાગે કે અસહ્ય દુખાવો થતો હોય તો પણ વ્યક્તિએ ડૉક્ટરને મળવું જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lifestyle, Women Health, લાઇફ સ્ટાઇલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन