Home /News /lifestyle /

જાણો, કેટલું સુરક્ષિત છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, શું કોઇ આડઅસરો થઇ શકે છે?

જાણો, કેટલું સુરક્ષિત છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, શું કોઇ આડઅસરો થઇ શકે છે?

બ્રેસ્ટ ઇમ્પલાન્ટ

તમને અહીં સવાલ થશે કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટેશન કેટલું સુરક્ષિત (is Breast Implant Safe) છે અને તેના કેટલા પ્રકારો (Types) અને કેવી આડઅસરો (Side Effects oF breast implants) હોઇ શકે છે? તો ચાલો જાણીએ તમને મૂંઝવતા આ તમામ સવાલો વિશે.

  એકદમ સુડોળ અને સુંદર શરીર (Perfect Body) લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ અમુક લોકોના શરીર જ કુદરતી રીતે પરફેક્ટ આકાર અને કદમાં હોય છે. જો તમને પણ લાગે છે કે તમારું શરીર શેપમાં નથી. તો તમે એકલા નથી. આવા અનેક લોકો છે. ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ માટે તેના શરીરના દેખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે તેમના બ્રેસ્ટની પરફેક્ટ સાઇઝ અને શેપ (Perfect Breast Size). જે મહિલાઓ (Women) તેમના બ્રેસ્ટ સાઇઝ અને શેપથી ખુશ નથી. તેઓ આજકાલ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ (Breast Implants)નો સહારો લે છે. હવે તમને અહીં સવાલ થશે કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટેશન કેટલું સુરક્ષિત (is Breast Implant Safe) છે અને તેના કેટલા પ્રકારો (Types) અને કેવી આડઅસરો (Side Effects oF breast implants) હોઇ શકે છે? તો ચાલો જાણીએ તમને મૂંઝવતા આ તમામ સવાલો વિશે.

  શું છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ?

  બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ એટલે કે તબીબી ઉપકરણો કે જેને કદ અને/અથવા આકાર વધારવા માટે સ્તનોમાં સર્જિકલ રીતે ઇમ્પ્લાન્ટ અથવા દાખલ કરવામાં આવે છે. તેનાથી સ્ત્રીના સ્તનને યોગ્ય શેપ, સાઇઝ મળે છે, જેથી મહિલાઓ પોતાનામાં આત્મવિશ્વાસ અનુભવી શકે.

  બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સના પ્રકારો

  બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સના કુલ 3 પ્રકારો છે.

  - સિલિકોન ઇમ્પ્લાન્ટ: બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ માટે આ સૌથી વધુ પસંદગી કરવામાં આવતી મેથડ છે. તેમાં સિલિકોન જેલ પેડ્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.

  - સેલાઇન ઇમ્પ્લાન્ટ: આ ઇમ્પ્લાન્ટ્સમાં સિલિકોન ઇલાસ્ટોમર શેલમાં જંતુરહિત ખારા દ્રાવણને સ્તનની પેશીઓમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.

  અલ્ટરનેટિવ-કોમ્પોઝીશન ઇમ્પ્લાન્ટ્સ: આ ઓછું-સામાન્ય ઇમ્પ્લાન્ટ છે. જેમાં મિસેલિનિટસ ફિલર્સ હોય છે. તેમની નબળી અસરકારકતાને ધ્યાનમાં રાખીને આ ઇમ્પ્લાન્ટ્સનો ઉપયોગ હવે કરવામાં આવતો નથી.

  આ પણ વાંચો-દલિયા Vs ચોખાની ખીચડી: જાણો બંનેમાંથી કઇ ખીચડી છે સૌથી વધુ ફાયદાકારક

  બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ અંગેની માન્યતાઓ

  બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કેટલાક કિસ્સાઓમાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ હજુ પણ આ સર્જરી વિશે ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે. નેચરલ હંમેશા શ્રેષ્ઠ હોય છે અને કૃત્રિમ જાતે બનાવેલું હોવાથી તેને સ્વીકારવામાં આવતું નથી. આજે પણ મહિલાઓમાં અનેક સવાલો મૂંઝવણ ઊભી કરે છે, જેવા કે શું બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ નેચરલ છે, તેની કોઇ આડઅસરો છે? બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સથી બ્રેસ્ટ ફીડીંગ પર અસર થાય? તેના કારણે બ્રેસ્ટ કેન્સર થઇ શકે?

  એડવાન્સ કોસ્મેટિક સર્જરી માટે પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન અને ડિઝાઇનર બોડીઝ સેન્ટરના ડિરેક્ટર ડો.પરાગ તેલંગના જણાવ્યા અનુસાર, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ નેચરલ લાગે છે અને અનુભવાય પણ છે. તમે કોઇ સ્ત્રીને જોઇને કહી નથી શકતા કે તેણીએ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જોકે, સર્જરી પછી અમુક સ્ત્રીઓને સ્તનમાં થોડા દિવસો સુધી દુખાવો થાય છે. આ ઉપરાંત આ ઇમ્પ્લાન્ટથી સ્તનપાન સહિતના સ્તનના સામાન્ય કાર્યોમાં કોઇ અસર થતી નથી. ન તો તેના કારણે સ્તનની સમસ્યા થાય છે અને ન તો સ્તન કેન્સર થાય છે.

  આ પણ વાંચો-તમારા રસોડમાં હાજર આ 4 વસ્તુઓ ખરતા વાળની સમસ્યા કરશે દૂર, નહીં ખરચવા પડે ખોટાં રૂપિયા

  શું બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સની આડઅસરો છે?

  બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની આડઅસરો વિશે વાત કરીએ તો તેવા કોઇ ચોક્કસ લક્ષણો નથી. પરંતુ અમુક કિસ્સાઓમાં આડઅસરો દેખાઇ શકે છે. જોકે, એવી કેટલીક સમસ્યાઓ છે કે, જે ઇમ્પ્લાન્ટ સર્જરી પછી કેટલીક સ્ત્રીઓને થઇ શકે છે, ખાસ કરીને જો તેઓએ સિલિકોન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય. તેમાં સામેલ છેઃ

  - સિલિકોન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અન્ય ભાગોમાં જવું

  - સિલિકોન ઇમ્પ્લાન્ટ્સ અને/અથવા લીકી ઇમ્પ્લાન્ટ્સમાં ભંગાણ સર્જાવું

  - થાઇરોઇડ અને ફાઇબ્રોમાયલ્જિયા પણ સિલિકોન ઇમ્પ્લાન્ટથી પ્રભાવિત થઈ શકે છે.

  સલાઇન બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ દ્વારા બેક્ટેરિયલ ઇન્ફેક્શન, સેન્સિટીવિટી અથવા રક્તસ્રાવ જેવી કેટલીક સમસ્યાઓ પણ થાય છે. તેથી ધ્યાનમાં રહે કે આ સર્જરી અનુભવી સર્જન પાસેજ કરાવવી સલાહ ભર્યું છે. જો તમને સર્જરી પછી પણ કંઇ સમસ્યા લાગે તો તમારા ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો. જેથી સમય રહેતા યોગ્ય સારવાર મળી શકે.

  અમે સ્તન પ્રત્યારોપણના માત્ર ત્રણ મુખ્ય પ્રકારો વિશે ઉલ્લેખ કર્યો છે, પરંતુ અન્ય ઘણા એવા પણ છે જે કાં તો આના પેટાપ્રકારો છે અથવા ઓછા જાણીતા છે. ઈમ્પ્લાન્ટ્સ મહિલાની જરૂરિયાત અનુસાર કરવામાં આવે છે, પછી ભલે તે તેને સપોર્ટ માટે કરાવી રહી હોય કે સાઈઝ વધારી રહી હોય કે પછી માત્ર તેના સ્તનોને સ્મૂધ ફિનિશિંગ કે ટેક્સચર આપી રહી હોય. જો તમે બ્રેસ્ટ ઓગમેન્ટેશન કરાવવા માંગતા હોવ તો તમારે સર્જરી માટે માત્ર અનુભવી ડોક્ટરની મુલાકાત લેવી જોઇએ. કોઈ એવી વ્યક્તિ કે જેને આ કિસ્સાઓનો અનુભવ છે જેથી તમારું જીવન જોખમમાં ન મૂકાય.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Effects, Health care, Implants types, Lifestyle, Types, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन