Home /News /lifestyle /

Breast Feeding Week 2021: બ્રેસ્ટ ફીડિંગ બાળક અને માતા માટે કેટલું જરૂરી, જાણો ડૉક્ટરની સલાહ

Breast Feeding Week 2021: બ્રેસ્ટ ફીડિંગ બાળક અને માતા માટે કેટલું જરૂરી, જાણો ડૉક્ટરની સલાહ

ડો. શૈલી આનંદ

Breast Feeding Week 2021: રોઝવોક હૉસ્પિટલના ગાઇનોલોજીસ્ટ ડૉ. શૈલી આનંદ પાસેથી જાણીએ કે બાળકોનો પહેલો આહાર માતાનું દૂધ કેમ હોય છે અને બ્રેસ્ટ ફીડિંગ બાળક અને માતા માટે કેટલું જરૂરી છે.

નવી દિલ્હી: પહેલી વખત માતા બનવા પર માતૃત્વ (Motherhood) સાથે જોડાયેલ દરેક લાગણી એકદમ નવી હોય છે. તો સાથે જ બાળક સાથે જોડાયેલ કોઈપણ વાત કે કામ વિશે માતાને અનુભવ હોતો નથી. જેના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓ સામે આવે છે. તે પૈકી એક છે બાળકને બ્રેસ્ટ ફીડિંગ (Breast Feeding) કરાવવું. પરંતુ શું તમે જાણો છો કે બાળકનો પહેલો આહાર માતાનું દૂધ જ હોય છે, જે તેના માટે અમૃત સમાન હોય છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ દર વર્ષે 1 ઓગસ્ટથી એક અઠવાડિયા સુધી મનાવવામાં આવે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ (Breast Feeding Week) મનાવવાની શરૂઆત સ્તનપાનને પ્રોત્સાહિત કરવા અને વિશ્વભરમાં બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે ઇનોસેન્ટી ડિક્લેરેશનથી થઇ છે. આવો રોઝવોક હોસ્પિટલના ગાઇનોલોજીસ્ટ ડો. શૈલી આનંદ પાસેથી જાણીએ કે બાળકોનો પહેલો આહાર માતાનું દૂધ કેમ હોય છે અને બ્રેસ્ટ ફીડિંગ બાળક અને માતા માટે કેટલું જરૂરી છે.

સ્તનપાન બાળકો માટે કેટલું જરૂરી છે?

માતાનુ દૂધ બાળકો માટે ઇશ્વર દ્વારા આપવામાં આવેલ સૌથી મોટી ભેટ છે. તેમાં તમામ જરૂરી પોષક તત્વો, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ઝાઇમ હોય છે. માતાની ઇમ્યૂન સિસ્ટમ અમુક સામાન્ય વાયરસ/બેક્ટેરિયા માટે એન્ટીબોડી બનાવે છે અને માતાના દૂધ દ્વારા તે એન્ટીબોડી બાળકના શરીરમાં પહોંચે છે. તેથી નવજાત શિશુ ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકે છે. માતાના દૂધથી મળેલ અમુક એન્ટીબોડી જીવન ભર બાળકની રક્ષા કરે છે. ખાસ કરીને જન્મ બાદ તરત જ માતાનું દૂધ કોઇ પણ બાળક માટે અમૃત સમાન હોય છે. માતાના દૂધની એક વિશેષતા તે પણ છે કે બોટલવાળા દૂધની જેમ કોઇ પણ પ્રકારે સંક્રમિત થતું નથી અને ન તો તેના તાપમાનથી બાળકને કોઇ નુકસાન પહોંચવાનો ડર રહે છે.

આ પણ વાંચો: ખુલ્લેઆમ રોમાન્સ! બુલેટ બાઇક પર રોમાન્સ કરી રહેલું યુગલ મુશ્કેલીમાં મૂકાયું!

હાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં ઘણી વખત માતા માટે બાળકોને સ્તનપાન કરાવવું સંભવ નથી બનતું. તે વિશે તમારો શું મંતવ્ય છે?

સ્તનપાન માત્ર બાળકો માટે જ નહીં, માતાના શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેથી જરૂરી છે કે જન્મના થોડા મહીના સુધી માતા પોતાના બાળકને દૂધ જરૂર પીવડાવે. સંશોધનમાં સામે આવ્યું છે કે, સ્તનપાન કરાવનાર માતા પ્રસુતિ બાદ સરળતાથી પોતાનું વજન ઘટાડી શકે છે. બાળકને સ્તનપાન કરાવવાથી દરરોજ લગભગ 500 કેલેરી બર્ન થાય છે, જેનાથી શરીર ફિટ રહે છે. તે જ પ્રકારે સ્તનપાન કરાવનાર મહિલાઓનું ગર્ભાશય અન્ય મહિલાઓની સરખામણીએ વધુ ઝડપથી સામાન્ય સ્થિતિમાં પહોંચી જાય છે. તેનાથી રક્તસ્ત્રાવ ઓછો થવા અને એનીમિયાનો ખતરો પણ ઓછો થાય છે. આવી મહિલાઓમાં સંક્રમણનો ખતરો પણ ઓછો હોય છે.

આ પણ વાંચો: દરરોજ ખાઓ એક બાફેલું ઇંડુ, સ્વાસ્થ માટે છે ફાયદાકારક

સ્તનપાનનો માતા-સંતાન વચ્ચે ભાવનાત્મક જોડાણ સાથે શું સંબંધ છે?

હંમેશા કહેવામાં આવે છે કે સ્તનપાનથી માતા અને બાળકનો સંબંધ મજબૂત થાય છે. તેનો વૈજ્ઞાનિક આધાર પણ છે. માતા-બાળકની ભાવનાત્મક જોડાણથી અમુક હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તે ડિલિવરી પછી ડિપ્રેશનમાં જવાની શક્યતાઓને ઘટાડે છે. તેનાથી આત્મવિશ્વાસની ભાવના પણ વધે છે. સ્તનપાન કરનાર બાળકો ઓછા રડે છે અને તેમનો વ્યવહાર પણ સારો રહે છે. સાથે જ એવી માતા પોતાના બાળકોની ભાવનાઓને વધુ સારી રીતે સમજી શકે છે.

આ પણ વાંચો: કામેચ્છા મંદ પડી જાય તો સફરજન અને આદુ કરી શકે છે મદદ, અહીં જાણો કઈ રીતે

સ્તનપાન અને બીમારીથી બચાવ અંગે શું કોઇ સીધો સંબંધ છે?

સંશોધનમાં સામે આવ્યું છે કે સ્તનપાન કરાવનાર મહિલાઓમાં સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર, ઓસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓનો ખતરો ઓછો હોય છે. તેવી જ રીતે માતાનું દૂધ પીતા બાળકોમાં ડાયરિયા, કબજીયાત અને પ્રીટર્મ નેક્રોટાઇઝિંગ એંટેરોકોલાઇટિસ જેવી સમસ્યાઓ ઓછી જોવા મળે છે. તેમનું શ્વસન તંત્ર પણ સારું રહે છે અને તેમને શરદી, ન્યૂમોનિયા કે આ પ્રકારની કોઇ પણ બિમારીઓનો ખતરો પણ ઓછો રહે છે. કાન કે આંખનું સંક્રમણ ઓછું થવા અને દ્રષ્ટિ સારી રહે તેવા ફાયદાઓ પણ બાળકોને થાય છે. હકીકતમાં જો સ્તનપાનથી બાળકોને થતા ફાયદાઓ વિશે વાત કરીએ તો એક આખી પુસ્તક લખી શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Baby, Breast Feeding, Expert, Lifestyle, માતા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन