મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર (Breast Cancer)નું પ્રમાણ સતત વધ્યું છે. તણાવપૂર્ણ જીવનશૈલી, શારીરિક કસરતનો અભાવ, પ્રદૂષિત ખોરાક અને પૌષ્ટિક ખોરાકના અભાવને કારણે કેન્સરના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત સ્ત્રીઓના મોડા લગ્ન, બાળકોનો મોડો જન્મ અથવા બાળકો ન હોવા, વહેલી પરિપક્વતા અને માસિક ચક્રની શરૂઆત તેમજ હોર્મોનલ અસંતુલન પણ આ માટે જવાબદાર છે. ત્યારે મહિલાઓમાં સ્તન કેન્સર અને તેના બચાવ અંગે જાગૃતિ લાવવા માટે 31 ઓક્ટોબર સુધી સ્તન કેન્સર જાગૃતિ મહિનો (Breast Cancer Awareness Month 2021) યોજવામાં આવશે.
અહીં નોંધનીય છે કે, સ્તન કેન્સરે ભારતમાં ભરડો કસ્યો છે. થોડી બેદરકારી દાખવાઈ તો કોઈ પણ સ્ત્રીને તેનો ભોગ બની શકે છે અને તેને સારવારના મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડી શકે છે. ભારતના મેટ્રો શહેરો (Metro Cities)માં મહિલાઓની મોટી વસ્તી આજે સ્તન કેન્સરના ટાર્ગેટ પર છે.
નાની ઉંમરની મહિલાઓ પણ સ્તન કેન્સરનો ભોગ બની રહી છે
અત્યાર સુધી માત્ર 50 વર્ષથી વધુ વયની મહિલાઓને જ સ્તન કેન્સર શિકાર બનાવતું હતું. પણ હવે સ્થિતિ ચિંતાજનક થઈ છે. આ બાબતે દિલ્હીની એપોલો હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો.રમેશ સરીનનું કહેવું છે કે, ભારતમાં સ્તન કેન્સર અંગે નવો ટ્રેન્ડ જોવા મળે છે. દેશમાં લગભગ 30 વર્ષની ઉંમરની મહિલાઓમાં પણ સ્તન કેન્સરના કેસ વધી રહ્યા છે. 30 વર્ષથી ઓછી વયની 5 ટકા જેટલી મહિલાઓ પણ કેન્સરથી પીડાઈ રહી છે. દેશમાં સ્તન કેન્સરથી પીડાતી ગ્રામીણ મહિલાઓ (Rural Women) કરતાં શહેરી મહિલાઓ (Urban Women)ની સંખ્યા ઘણી વધારે છે
દર 29 મહિલાઓમાંથી 1 મહિલા સ્તન કેન્સરથી પીડિત
કેન્સરનો ભોગ બનતી મહિલાઓના આંકડા બિહામણું ચિત્ર ઊભું કરી રહ્યા છે. ડો. સરીન આંકડા બાબતે કહે છે કે, ભારત સરકારના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અહેવાલ મુજબ વર્ષ 2020માં 7,12,758 મહિલાઓને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. દર 29 મહિલાઓમાંથી 1 મહિલા સ્તન કેન્સરથી પીડિત છે. ગ્રામ્ય વિસ્તારોમાં દર 60માંથી 1 મહિલાને આ રોગ છે. શહેરી વિસ્તારોમાં દર 22 મહિલાઓમાંથી 1 મહિલાને સ્તન કેન્સર છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અહેવાલમાં જણાવાયું છે કે, 2016માં કેન્સરના 14.5 લાખ નવા કેસ નોંધાયા હતા. જે 2020માં વધીને 17.3 લાખ સુધી પહોંચી શકે છે. એનસીઆરપી (NCRP)ના જણાવ્યા અનુસાર કેન્સરના કુલ દર્દીઓમાં લગભગ 57 ટકા સ્તન કેન્સરના દર્દીઓ છે. તેથી આંકડા એકદમ ચિંતાજનક છે.
બ્રેસ્ટ કેન્સરની જેમ અંડરઆર્મ ગાંઠ પણ કેન્સરનું લક્ષણ
ડો. સરીન કેન્સરના લક્ષણો જણાવતા કહે છે કે, સ્તનમાં ગાંઠ અથવા મસા હોય, તેનું કદ બદલાય, સોજા હોય અને દબાવવામાં આવે તો દુઃખાવો થાય, ત્વચા લાલ થવા લાગે, નિપલમાં બ્લીડ થવા લાગે, નિપલ સંકોચાવા લાગે, ત્વચા પર બળતરા થાય, સ્ત્રીના અંડરઆર્મ અથવા બગલમાં ગાંઠ (Cyst in Underarm) હોય તો તે પણ સ્તન કેન્સરનું લક્ષણ (Symptoms of Breast Cancer) હોઈ શકે છે. આવા કિસ્સામાં ડોક્ટરની તાત્કાલિક સલાહ લેવી જરૂરી છે. મહિલાઓએ સતર્ક રહી આ પ્રકારના લક્ષણો તાપસવા પોતેજ તપાસ કરવી જોઈએ.
બ્રેસ્ટ કેન્સર થવા પાછળના કારણો
ડો. સરીન કહે છે કે, મોટા શહેરોમાં સૌથી વધુ મહિલાઓ કેન્સરથી પીડિત છે. આધુનિક સુવિધાઓમાં વધારો થવાની સાથે શહેરોની આબોહવા કથળી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડા જણાવે છે કે, દેશના દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ભોપાલ, કોલકાતા, ચેન્નાઈ અને અમદાવાદ જેવા કેટલાક મેટ્રો શહેરોમાં સ્તન કેન્સરની ફરિયાદ કરતી મહિલાઓ સતત સામે આવી રહી છે.
તેઓ વધુમાં કહે છે કે, વધુ કેસો આવવા પાછળનું કારણ શહેરોની મહિલાઓમાં જાગૃતિ વધુ હોવાનું પણ છે. પરંતુ જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ રોગ વધી રહ્યો છે તે નિશ્ચિત છે.
કેટલાક કિસ્સાઓમાં બેદરકારી પણ ગંભીર પરિણામ તરફ દોરી જાય છે. આ રોગની શરૂઆતમાં જ જાણ થાય તો પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય. પરંતુ બીમારી તરફ સ્ત્રીઓનો સહન કરવા અને બેદરકારીના વલણને કારણે નુકસાન થઈ રહ્યું છે.
આટલી કાળજી રાખવી જરૂરી
ડોકટરો કેન્સર પછી સારવાર કરે છે, પરંતુ તે પહેલાં મહિલાઓએ આ રોગને તેમની પાસે આવવા દેવો જોઈએ નહીં. આ બાબતે મહિલાઓ જાગૃત રહે. રોગ થાય તો પણ ડૉક્ટરની સલાહ લેવામાં ખચકાટ અનુભવવો ન જોઈએ.
• મહિલાઓએ આહારમાં દરરોજ આખા અનાજ, ફળો, શાકભાજી, રસ વગેરેનો સમાવેશ કરવો જોઈએ. તેમજ સ્ત્રીઓએ રોજ કસરત કરવી જોઈએ અથવા દરરોજ ચાલવું જોઈએ. અઠવાડિયામાં 3 કલાક દોડતી અથવા અઠવાડિયામાં 13 કલાક ચાલતી મહિલાઓને સ્તન કેન્સરનું જોખમ 23 ટકા ઓછું હોય છે.
• બીજી તરફ કોઈપણ પ્રકારના ગુટકા, તમાકુ કે ધૂમ્રપાન, આલ્કોહોલ કેન્સરનું જોખમ વધારે છે. તેથી આવી વસ્તુઓથી બચવું જોઈએ.
• સ્થૂળતા ઘટાડવી.જોઈએ. ભોજનનું ધ્યાન રાખવું અને બાળકોને સ્તનપાન કરાવવું જોઈએ. 30 વર્ષની ઉંમર પછી કોઈ શંકા થાય તો સ્તનની તપાસ કરાવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર