Home /News /lifestyle /

Breakfast Tips : પૌંઆ શરીરને અનેક પોષકતત્વો પ્રદાન કરે છે, રોજ નાશતામાં કરો તેનું સેવન

Breakfast Tips : પૌંઆ શરીરને અનેક પોષકતત્વો પ્રદાન કરે છે, રોજ નાશતામાં કરો તેનું સેવન

ટેસ્ટમાં પણ બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ છે ઉત્તમ પૌહા

અઠવાડિયામાં બેથી ચાર વખત તો પૌંઆ (Poha) ખાવા જ જોઈએ. પૌઆમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. પૌંઆના અન્ય લાભની જાણકારી અહીં જણાવવામાં આવી છે.

    સવારનો નાશ્તો (Breakfast) સ્વાસ્થ્યપ્રદ હોવો ખૂબ જ જરૂરી છે અને પેટ ભરીને નાશ્તો કરવો જોઈએ. નાશ્તામાં લોકો બ્રેડ-બટર, પકોડા, સેન્ડવીચ, બ્રેડ રોલ, આમલેટ, કટલેટ ખાવાનુ પસંદ કરે છે અને ક્યારેક ક્યારે નાશ્તામાં પૌંઆનું પણ સેવન કરે છે. નિયમિતરૂપે નહીં, પરંતુ અઠવાડિયામાં બેથી ચાર વખત તો પૌંઆ (Poha) ખાવા જ જોઈએ. પૌઆમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. પૌંઆના અન્ય લાભની જાણકારી અહીં જણાવવામાં આવી છે.

    એનર્જી મળે છે

    સવારના નાશ્તામાં પૌંઆનું સેવન કરવાથી શરીરને ઊર્જા મળે છે. જે તમને એક્ટીવ રાખવામાં મદદ કરે છે. પૌંઆમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે, જે શરીરમાં ઊર્જા સંચયનું કામ કરે છે. પૌંઆનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

    આયર્નની ઊણપને દૂર કરે છે

    સવારે નાશ્તામાં પૌંઆનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઊણપ દૂર થાય છે. જે લોકોના શરીરના લોહી ઓછું બને છે, તેમણે સવારે નાશ્તામાં પૌંઆનું સેવન કરવું જોઈએ. પૌંઆમાં આયર્નના ગુણ રહેલા છે અને શરીરમાં લોહીની ઊણપ દૂર કરે છે.

    આ પણ વાંચો : રાત્રે નથી આવતી ઊંઘ? તો જીવનશૈલીમાં આ વસ્તુઓને કરો સામેલ, આ છે કેટલાક ઘરેલું ઉપાય

    બ્લડ સુગર નિયંત્રિત રહે છે

    પૌંઆમાં વધુ માત્રામાં ફાઈબર અને આયર્ન રહેલ છે. પૌંઆનું સેવન કરવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ સવારે નાશ્તામાં પૌંઆનું સેવન કરવું જોઈએ.

    ગેસ અપચાની સમસ્યા થતી નથી

    ઓઈલી નાશ્તો કરવાથી પેટમાં અપચાની અને ગેસની સમસ્યા થાય છે. સવારે નાશ્તામાં પૌંઆનું સેવન કરવાથી અપચા અને ગેસની સમસ્યા થતી નથી અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. પૌંઆ ખાવાથી પેટ ભારે ભારે પણ લાગતુ નથી.

    આ પણ વાંચો : હાર્ટને સ્વસ્થ રાખશે આ પીણાં, જાણી લો આ પીણાંના નામ

    સ્વાદની સાથે સાથે પોષણ પણ પ્રદાન કરે છે

    પૌંઆ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરીરને અનેક પોષકતત્વો પણ પ્રદાન કરે છે. પૌંઆમાં વધુ તેલનો ઉપયોગ થતો નથી, પરંતુ શાકભાજી, મગફળી અને કાજૂ કિશમિશ જેવી સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પૌંઆ એક સ્વાસ્થ્યપ્રદ વાનગી ગણવામાં આવે છે.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: 10 Best Breakfast, Benefits of Poha, Breakfast Tips, Life Style News, Poha

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन