Home /News /lifestyle /Breakfast નો બેસ્ટ ટાઇમ કયો છે? આ 4 બીમારીથી પીડાવો છો તો ક્યારે સવારનો નાસ્તો કરવાનું ભૂલશો નહીં

Breakfast નો બેસ્ટ ટાઇમ કયો છે? આ 4 બીમારીથી પીડાવો છો તો ક્યારે સવારનો નાસ્તો કરવાનું ભૂલશો નહીં

થાઇરોઇડની બીમારીમાં સવારનો નાસ્તો ખાસ કરો.

Breakfast time: સવારનો નાસ્તો હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. ઘણાં લોકો સવારનો નાસ્તો સ્કિપ કરતા હોય છે. આમ, જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હંમેશા સવારનો નાસ્તો સમય પર કરવો જરૂરી છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં દરેક લોકો પોતાની હેલ્થનું પ્રોપર રીતે ધ્યાન રાખી શકતા નથી. હેલ્થ પર ધ્યાન ના આપવાને કારણે અનેક સમસ્યાઓનો ભોગ તમે બનો છો. આજની આ ફાસ્ટ લાઇફમાં દરેક લોકોએ પોતાની ખાવા-પીવાની બાબતમાં ધ્યાન આપવુ જોઇએ. ખાસ કરીને સવારનો નાસ્તો દરેક લોકોએ સમય પર કરી લેવો જોઇએ. સવારનો નાસ્તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. સવારનો નાસ્તો એનર્જી બુસ્ટર જેવું કામ કરે છે. આ માત્ર બ્રેનને જ નહીં, પરંતુ શરીરના તમામ અંગોને પણ એક સારી શરૂઆત કરાવે છે. તો જાણી લો આ બીમારીઓ વિશે જે નાસ્તો ના કરવાને કારણે થઇ શકે છે.

આ પણ વાંચો:સંતાન પ્રાપ્તિ માટે મહત્વની છે આ 4 વસ્તુઓ

સુગરની બીમારી


તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમે સવારનો નાસ્તો સ્કિપ કરશઓ નહીં. સવારનો નાસ્તો તમે કરતા નથી તો હેલ્થને અનેક નુકસાન પહોંચે છે. જ્યારે તમે રાત્રે સૂઇ જાવો છો ત્યારે શરીર સુગરનો ઉપયોગ કરે છે. સવારમાં જ્યારે તમે ઉઠો ઠો ત્યારે સુગર લેવલ લો હોય છે. આમ, તમે નાસ્તો સમય પર કરો છો તો સુગર બેલેન્સમાં રહે છે અને ઇન્સ્યુલિન પ્રોડક્શનને સારું કરે છે. આ માટે ક્યારે પણ સવારનો નાસ્તો સ્કિપ કરશો નહીં.

સ્ટ્રેસ હોર્મોન્સ વધવુ


નાસ્તો કરવાથી કોર્ટિસોલ હોર્મોન વધતુ નથી. જ્યારે તમે નાસ્તો કરતા નથી કાર્ટિસોલનું સ્તર ઝડપથી વધે છે. આ માટે લગભગ સવારના 7 વાગ્યાની આસપાસ નાસ્તો કરો જેથી કરીને હોર્મોનના સ્તરને પાછુ નીચે લઇ જઇ શકે છે. જ્યારે કાર્ટિસોલનું સ્તર વધારે હોય છે ત્યારે સૌથી વધારે ચિંતા અને ચિડીયાપણું મહેસૂસ થાય છે.

આ પણ વાંચો:વેલેન્ટાઇન વીકમાં નેચરલી રીતે પિરીયડ્સની ડેટ લંબાવો

હાઇ બીપીની તકલીફ


હાઇ બીપીની તકલીફ નાસ્તો ના કરવાને કારણે થઇ શકે છે. સવારનો નાસ્તો નિયમિત તમે કરો છો તો હાઇ બીપીની સમસ્યા રહેતી નથી. સવારનો નાસ્તો તમે નિયમિત કરતા નથી તો વજન વધવાની અને સાથે એથેરોસ્કલેરોસિસ અને હાઇ બીપીની સમસ્યા વધી શકે છે. આ સાથે જ કોરોનરી હાર્ટ રોગનો શિકાર બની શકો છો.


થાઇરોઇડની બીમારી


થાઇરોઇડની બીમારી છે તો તમે રેગ્યુલર સવારમાં નાસ્તો કરવાની આદત પાડો. આમ કરવાથી શરીરમાં એનર્જી મળે છે અને સ્ટેમિના રહે છે. આમ, સવારનો નાસ્તો લગભગ 7 વાગ્યાની આસપાસ કરો છો તો બેસ્ટ છે. ટ

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Health care tips, Life Style News, Thyroid