સુંદર દેખાવા ટ્રાન્સજેન્ડર યુવતીએ લગાવડાવ્યું મોંઘું ઇન્જેક્શન, જુઓ હવે મોઢું સંતાડીને ફરવાની આવી નોબત

ખુબસુરતી તો દૂર રહી, હાલ હવાલ થઈ ગયા

ઘણી એક્ટ્રેસ એવી છે, જેઓ પ્લાસ્ટિક સર્જરી અથવા બોટોકસના માધ્યમથી યુવાન રહેવાનો પ્રયાસ કરે છે. આ ઉપાયો કારગર તો નીવડે છે, પરંતુ લાંબા સમયે નુકસાન સહન કરવું પડે છે. ઘણી વખત બ્યુટી ટ્રીટમેન્ટ લોકોને ભારે પડી જાય છે.

  • Share this:
નવી દિલ્હી : માનુનીઓ સુંદર દેખાવા કોઈ પણ હદ સુધી જઈ શકે તેવા દાખલા છે. ઘણી એક્ટ્રેસ એવી છે, જેઓ પ્લાસ્ટિક સર્જરી અથવા બોટોકસના માધ્યમથી યુવાન રહેવાનો પ્રયાસ કરે છે. આ ઉપાયો કારગર તો નીવડે છે, પરંતુ લાંબા સમયે નુકસાન સહન કરવું પડે છે. ઘણી વખત બ્યુટી ટ્રીટમેન્ટ લોકોને ભારે પડી જાય છે. આવું જ એક ઉદાહરણ બ્રાઝિલમાં જોવા મળ્યું છે. જ્યાં 30 વર્ષની ટ્રાન્સજેન્ડર જુજુ ઓલિવેરાએ ખૂબસૂરત દેખાવા માટે 2017માં સર્જરી કરાવી હતી. જોકે તેને ક્યાં ખબર હતી કે આ સર્જરી ખૂબ મોંઘી પડશે!

ખુબસુરતી તો દૂર રહી, હાલ હવાલ થઈ ગયા

જુજુ સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામમાં 37,700 ફોલોવર્સ છે. જુજુએ 2017માં ગળા, નાક, ચીન અને જો લાઇનની સર્જરી કરાવી હતી. ખુબસુરત દેખાવા માટે તેણે સિલિકોન ફિલર્સ લગાવ્યા હતા. પરંતુ આખો મામલો ઊંધો થઈ ગયો. સર્જરીની ઊંઘી અસર થઈ જેથી જુજુનું મોઢું વિચિત્ર રીતે ખરાબ થઈ ગયું હતું. હવે તે જોઈને લોકો હેરાન થઈ જાય છે.

આ પણ વાંચો - સુરત ગડોદરા હત્યા મામલો: પતિએ પત્નીને માર મારી બેભાન કરી ટ્રેક પર સુવડાવી દીધી, મહિલાનું ટ્રેન નીચે કપાઈ જતા મોત

આટલા પૈસાનો ખર્ચો થયો

જુજુના ગાલ ભયંકર રીતે સોઝી ગયા હતા. જેથી લોકોએ તેની મશ્કરી કરી હતી. ખરાબ મોઢાને સારું કરવા માટે જુજુને રૂ. 6.27 લાખની જરૂર છે. પરંતુ જુજુ પાસે આટલી મોટી રકમ નથી.

આ પણ વાંચો - Live દુર્ઘટના Video: હાઈ વોલ્ટેજ લાઈન પર અચાનક કરંટ આવતા કર્મચારીનું દર્દનાક મોત

લોકો પાસે મદદ માંગી

સોશિયલ મીડિયા ઉપર જુજુએ લોકો પાસે મદદ માંગી છે. જુજુએ તે માટે રેઝિંગ ગ્રુપ બનાવ્યું હતું. તે પોતાની હાલત અંગે લોકોને બતાવી પૈસા એકત્ર કરતી હતી. પરંતુ વર્ષો બાદ પણ પૈસા એકઠા થયા નથી. જેથી ટ્રાન્સજેન્ડર મહિલાએ પોતાનું પેજ ક્લોઝ કરી નાખ્યું હતું. હવે તે આવા ચહેરા સાથે ઝિંદગી વિતાવવા તૈયાર છે.
First published: