પહેલાના સમયથી ઔષધી તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે. આદુના સેવનથી શરદી-તાવ જેવી બીમારીઓથી બચી શકાય છે. આદુ કેટલીય બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. આ બંન્ને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો આજે અમે તમારા માટે તુલસી આદુના ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘણી જ સરળતાથી બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય તુલસીનો ઉકાળો…
સૌ પ્રથમ તુલસીના પાનને સારી રીતે ધોઈ લો. એક તપેલીમાં પાણી નાંખી ધીમા તાપે તેને ઉકાળી લો. જ્યારે તે થોડું ગરમ થાય ત્યારે તેમાં તુલસીના પાન અને આદુ નાંખી દો અને પછી તેને 5 મિનિટ સુધી ઉકળવા દો. ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરો અને તેમાં ગોળ મિક્સ કરી લો. આ મિશ્રણને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ તેમાં સારી રીતે ઓગળી જાય. હવે આ ઉકાળાને 2 મિનિટ ઠંડો થવા દો. પછી તેને કપમાં ગાળી લો અને શક્ય તેટલું ગરમ પીવાનો આગ્રહ રાખો.
નોંધનીય છે કે, તુલસી તણાવ દૂર કરવા માટે ફાયદાકારક છે. ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે તુલસીનો છોડના પાંદડા ખાવાથી તણાવ મુક્ત થવાય છે. આ સાથે સ્ત્રીઓને વારંવાર પીરીયડ્સમાં અનિયમિતતાના કિસ્સામાં પણ પાનનું સેવન કરવું ફાયદાકારક છે.
ઠંડા અથવા હળવા તાવને મટાડવા માટે ખાંડ, મરી અને પાણીમાં તુલસીના છોડના પાંદડાં નાખી તેનું સેવન કરવાથી ખુબજ લાભ થશે. તુલસીના પાંદડા શ્વાસની તકલીફો દૂર કરવા માટે ફાયદાકારક .
આ પણ જુઓ -
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર