રોગપ્રતિકારક શક્તિ વધારવી છે? ડાયટમાં ઉમેરો આયર્નથી ભરપૂર આ ફૂડ્સ

પ્રતીકાત્મક તસવીર

5 Iron rich foods: પાલકમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. રોગપ્રતિકારક શક્તિ માટે પાલકને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેના કારણે શરીરમાં હિમોગ્લોબીન પણ વધે છે.

  • Share this:
મુંબઈ: કોરોના મહામારીના કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ (Immunity) બાબતે જાગૃતિ આવી છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ સરળતાથી બીમારીઓનો ભોગ બની જાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તેઓ પર પણ થોડો ખતરો તો રહે જ છે. જેથી તેઓએ સાવધાની રાખવી જોઈએ અને કોરોના રોકવા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

આમ તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય ત્યારે ઘાતક બીમારી (Serious disease)ઓનું જોખમ ઓછું હોય છે. જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ અભેદ રહી શકે તે માટે ખોરાકમાં પોષકતત્વો હોવા જોઈએ. શરીરને કોઈ પણ બીમારીથી બચાવી શકાય તે માટે આયર્નયુક્ત (Iron) ખોરાક (Diet) પણ જરૂરી છે.

પાલક

પાલકમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. રોગપ્રતિકારક શક્તિ માટે પાલકને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેના કારણે શરીરમાં હિમોગ્લોબીન પણ વધે છે. પાલકમાં આયર્ન સાથે સોડિયમ, કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું પ્રમાણ પણ વધુ હોય છે.

આ પણ વાંચો: નાઈટ શિફ્ટમાં કરતા હોવ કામ તો આવી રીતે રાખો આરોગ્યનું ધ્યાન, તબિયત રહેશે ટનાટન

ડ્રાય ફ્રૂટ્સ

કિસમિસ, અંજીર અને જરદારૂ જેવા ડ્રાય ફ્રૂટ્સમાં આયર્નનું પ્રમાણ ભરપૂર હોય છે. શરીરમાં આયર્નની ઊણપ ઊભી થાય તો ડ્રાય ફ્રૂટ્સ ખાવા હિતાવહ છે. આ ઉપરાંત તમે નિયમિત ખોરાકમાં પણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો.

કઠોળ

કઠોળ દેશમાં બહોળા પ્રમાણમાં ખવાય છે. એક કપ રાંધેલી દાળમાંથી તમને રોજિંદી જરૂરિયાતનું 36 ટકા એટલે કે 8 મિલિગ્રામ આયર્ન મળે છે.

આ પણ વાંચો: વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસિસના કારણે આઈ સ્ટ્રેનનું જોખમ, આવી રીતે રહો સુરક્ષિત

સોયાબીન

સોયાબીન પણ આયર્નનો મોટો સોર્સ છે. 100 ગ્રામ કાચા સોયાબીનમાં 15.6 મિલિગ્રામ આયર્ન હોય છે. સોયાબીનને બાફીને, રાંધીને અથવા અને તળીને પણ ખાઈ શકાય છે. જે મુજબ આયર્નનું પ્રમાણ અલગ-અલગ રહે છે.

આ પણ વાંચો: Mango Day 2021: જાણો દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકી વિશેની કેટલીક રસપ્રદ વાતો

બટેટા

આપણે દરરોજ બટાકાનું સેવન કરીએ છીએ. એક બટાકામાં 3.2 મિલીગ્રામ જેટલું આયર્ન હોય છે. આ ઉપરાંત ફાઈબર, વિટામીન સી, બી-6 અને પૉટેશિયમનું પ્રમાણ પણ વધુ હોય છે.
First published: