Home /News /lifestyle /Health special: સ્નાયુ અને હાડકાંને મજબૂત બનાવવા અજમાવો આ ટીપ્સ, વર્ષો સુધી ઘોડાની જેમ દોડતા રહેશો

Health special: સ્નાયુ અને હાડકાંને મજબૂત બનાવવા અજમાવો આ ટીપ્સ, વર્ષો સુધી ઘોડાની જેમ દોડતા રહેશો

દૂધ અને મધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને સાથે ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે. કોઇ પણ સિઝનમાં તમે દૂધમાં મધ નાખીને રેગ્યુલર પીઓ છો તો સૌથી બેસ્ટ છે. આ તમારા શરીરમાં એનર્જી લાવવાનું કામ કરે છે.

BONE STRENGTH AND HEALTH: હાડકાની મોટાભાગની ડેન્સિટી પચીસ વર્ષની ઉંમરે પ્રાપ્ત થાય છે. એકવાર તે મળી જાય પછી વિવિધ રીતે તેને મજબૂત રાખી શકાય છે. જાણો આ પદ્ધતિઓ

મસલ માસ અને બોન ડેન્સિટી બનાવવાની સૌથી પ્રચલિત રીતો નીચે મુજબ છે-

હાઇ પ્રોટીન અને બેલેન્સ ડાયટિંગ

હાડકાની મોટાભાગની ડેન્સિટી પચીસ વર્ષની ઉંમરે પ્રાપ્ત થાય છે. એકવાર તે મળી જાય પછી મસલ માસને પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે ઇંડા, માંસ, વટાણા, બદામ, સોયાબીન, ચણા વગેરે દ્વારા જાળવી શકાય છે.

મેનોપોઝ પછીની મહિલાઓમાં યુરોપમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ડુંગળી ખાનાર લોકોની સાપેક્ષમાં જે લોકો ડુંગળી ખાતા નથી તેમનામાં ઓસ્ટિઓપોરોસિસનું પ્રમાણ વધ્યું છે.

કેલ્શિયમ અને વિટામિન સપ્લિમેન્ટ્સ

સપ્લિમેન્ટ્સ અને વિટામિન્સ એ સ્નાયુઓ અને હાડકાંના નિર્માણ માટેના આવશ્યક બ્લોક્સ છે. મોટે ભાગે વિટામિન ડી, વિટામિન કે, કેલ્શિયમ, વિટામિન સી વગેરે છે.

કેલ્શિયમ એ હાડકા માટે આરડીએનો સૌથી આવશ્યક બિલ્ડિંગ બ્લોક છે, જેમાં કેલ્શિયમ આશરે 1000 મિગ્રા છે. પોષકતત્વોથી ભરપૂર આહાર હાડકાંના દૈનિક નુકસાનને ફરીથી રીપેર કરવા માટે મહત્વનો છે, કારણ કે અસ્થિના રિમોડલિંગની પ્રક્રિયા દરરોજ થાય છે. આ હાડકાનો લોસ લોહીમાં કેલ્શિયમને ફરી મુક્ત કરે છે જેને આયનાઇઝ્ડ કેલ્શિયમ કહેવામાં આવે છે. કેલ્શિયમનું આ સ્વરૂપ હૃદયના સ્નાયુઓ સહિતના મોટાભાગના સ્નાયુઓ માટે જરૂરી છે. વિટામિન ડી મુખ્યત્વે શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા ઉત્પન્ન થાય છે. તે વિટમિન કે 2 ની સાથે અસ્થિને મજબૂત બનાવવા માટે હોય છે. આ વિટામિન આંતરડામાંથી પણ કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે , વિટામિન ડીના અભાવને કારણે હાડકા નબળા પડે છે.

નિયમિત કસરત

વિશિષ્ટ પ્રકારની સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કસરતોમાં સામેલ થવું એ હાડકાની શક્તિમાં વધારો કરે છે. અભ્યાસમાં દર્શાવ્યું છે કે નાની ઉંમરે અસરકારક કસરતો કરવાથી મજબૂત અને નવા હાડકાની રચનામાં ખૂબ જ મદદ મળે છે, ડાયાબિટીસના નાની ઉંમરના દર્દીઓમાં પણ હાડકાની રચના કસરતો દ્વારા થાય છે.

વૃદ્ધોમાં વજન ઉપાડવાની કસરતોએ હાડકાના નુકસાનમાં ઘટાડો દર્શાવ્યો છે અને હાડકાની રચનામાં મદદ કરે છે. સપ્લિમેન્ટ્સ સાથે અને કસરતની સહાયથી ઓસ્ટિઓપોરોસિસ અને ઓસ્ટિઓપેનિયાને અટકાવે છે.

આ પણ વાંચો: ગામડાના ખેડૂતનો ખર્ચો ઘટાડી દે એવો જાદુ! જમીનમાં કેળાં સાથે ઈંડા દાટીને કર્યો ચમત્કાર

લો કેલેરી ડાયટ ન કરો

દૈનિક આવશ્યકતા દરરોજ 1500 કેલેરીનું ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ઓછી કેલરીનું ઓછું સેવન હાડકાં અને સ્નાયુઓને નબળા બનાવશે. અભ્યાસો દર્શાવે છે કે મેદસ્વી સ્ત્રીઓમાં કે જેઓ 1000 કેલરીથી ઓછી કેલરી લે છે, તેમનામાં નિતંબ અને જાંઘના ક્ષેત્રમાં હાડકાંનું નુક્શાન થયું છે, આના પરિણામે નીચલા અંગોમાં અસ્થિભંગનું જોખમ વધી શકે છે. હાડકા અને સ્નાયુઓના સ્વાસ્થ્યને જાળવવાની ચાવીમાં સારા પ્રોટીનના સેવન સાથે બેલેન્સ ડાયટ જરૂરી છે.દારૂ અને ધૂમ્રપાન છોડો

ધૂમ્રપાન અને આલ્કોહોલને છોડો. વધુ પડતા આલ્કોહોલમાં ઓસ્ટિઓપોરોસિસનું જોખમ વધી જાય છે. અભ્યાસોમાં ધૂમ્રપાનનો સીધો સંબંધ કરોડરજ્જુની સમસ્યાઓ સાથે હોવાનું સામે આવ્યું છે. હાઈ સુગર ડ્રિંક્સ પણ એટલા જ હાનિકારક છે. દિવસમાં 2 લિટર કે તેથી વધુ પાણી પીવાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે.
First published:

Tags: Bone, Health News