Home /News /lifestyle /Health Special: માતાઓ માટે ખૂબ જરૂરી છે બોન હેલ્થ, જાણો મહત્ત્વની વાતો

Health Special: માતાઓ માટે ખૂબ જરૂરી છે બોન હેલ્થ, જાણો મહત્ત્વની વાતો

બોન હેલ્થ

Bone Health for Working Mother: ઉંમરના આધારે પણ બોન હેલ્થ માટે અલગ ડાયટની જરૂર પડે છે. યુવાનો હાલના સમયમાં સૂર્ય પ્રકાશના સંપર્કમાં ઓછા આવે છે, તેથી તેઓ વિટામિન ડી ઓબ્ઝર્પ્શન (Vitamin-D absorption) કરી શકતા નથી અને વિટામિન ડીની ઉણપ રહે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: આજની ભાગદોડ ભરી અને ઝડપી લાઇફસ્ટાઇલ (Fast Lifestyle)માં કામ કરતી માતાઓ (Working Mothers) માટે બોન હેલ્થ (Bone Health for Working Mother) એટલે કે હાડકાઓની સંભાળ ખૂબ જ જરૂરી છે. બોન હેલ્થ ચાલવા અથવા રમવા જેવી કસરતોની સાથે આહાર પર પણ આધારિત છે. કામ કરતી માતાઓ કે જેઓ તેમના શિશુઓને સ્તનપાન કરાવતી હોય છે અને પ્રી મેનોપોઝલ સ્ત્રીઓને (pre menopausal women) સામાન્ય લોકો કરતા કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ (Calcium supplements for Working Mother)ની જરૂરિયાત વધારે રહે છે.

  તો ઉંમરના આધારે પણ બોન હેલ્થ માટે અલગ ડાયટની જરૂર પડે છે. યુવાનો હાલના સમયમાં સૂર્ય પ્રકાશના સંપર્કમાં ઓછા આવે છે, તેથી તેઓ વિટામિન ડી ઓબ્ઝર્પ્શન (Vitamin-D absorption) કરી શકતા નથી અને વિટામિન ડીની ઉણપ રહે છે. મધ્યમ ઉંમરે અને કામ કરતા યુવાન લોકોમાં તે વીટ ડી અને કસરતોના અભાવને કારણે છે.

  વૃદ્ધ વસ્તીમાં તે ઓસ્ટિઓપોરોસિસ (osteoporosis) છે એટલે કે ઝડપથી હાડકા નબળા થાય છે. તો આ સમસ્યાને કઇ રીતે હલ કરી શકીએ?

  સૌ પ્રથમ કેલ્શિયમ અને વિટામિન ડી જેવા આહારથી સમૃદ્ધ ડાયટ વિશે જાણીએ.

  કેલ્શિયલ – દૂધ, દહીં, પાલક, બદામ, માછલી (સાર્ડિન્સ અને સેલ્મન), સંતરા, બ્રોકોલી, મશરૂમ વગેરે

  વિટામિન ડી- માછલી (સાર્ડિન્સ, સેલ્મેન, ટૂના વગેરે), કોડ લિવર ઓઇલ, એગ યોલ્ક, મશરૂમ, સૂર્ય પ્રકાશ

  દૈનિક કેટલી રહે છે જરૂરીયાત
  બીજું, હાડકાના કેલ્શિયમ મિનરલાઇઝેશન અને ડિમિનરલાઇઝેશન માટે કસરત કરવા ભાર મૂકવો. વિટામિન ડી અને વિટામિન કેની સાથે આ ઉપરોક્ત પ્રક્રિયા હાડકાંને મજબૂત બનાવવાનું કારણ બને છે. સામાન્ય રીતે આપણું શરીર હાડકાંના નુકસાન સાથે હાડકાંમાં વિવિધ ફેરફારમાંથી પસાર થાય છે અને ત્યારબાદ હાડકાની નવી રચના અને ડિપોઝીશન થાય છે. આ પ્રક્રિયા હાડકાંની સારી ગુણવત્તાની પ્રવૃત્તિ માટે મદદરૂપ થવા માટેની પ્રક્રિયા છે અને કસરતો પણ આવશ્યક છે. કસરતમાં તમે વોકિંગ, રનિંગ, જિમ અથવા ડાન્સ કરી શકો છો.

  આ પણ વાંચો: કાયમ યુવાન રહેવા માંગો છો? 30 વર્ષની ઉંમર પછી આટલા ટેસ્ટ તો કરાવી જ લો

  ત્રીજું વૃદ્ધ લોકોમાંના મોટા ભાગના ઓસ્ટિઓપોરોસિસથી પીડાતા હોવાને કારણે તેઓ એક અલગ પેટાજૂથ છે. ઓસ્ટિઓપોરોસિસને સંપૂર્ણપણે અટકાવી શકાતો નથી, પરંતુ તેની અસર એ છે કે શિક્ષણ, પર્યાપ્ત તબીબી તપાસ અને પરીક્ષણ દ્વારા આ સ્થિતિને ઘટાડી શકાય છે અને ત્યારબાદ તેની યોગ્ય સારવાર કરી શકાય છે.

  ઓસ્ટિઓપોરોસિસ એક એવી સ્થિતિ છે, જ્યાં મેનોપોઝ/ વૃદ્ધોમાં હોર્મોનલ અસંતુલનને કારણે સ્ત્રીઓમાં હાડકાનું વધુ પડતું નુકસાન થાય છે અને હાડકાંની ઝડપી ડિમિનરલાઇઝેશન પ્રક્રિયાને કારણે 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં. સારવાર માટે ખૂબ જ વહેલી તકે આ સ્થિતિને ઓળખવી મહત્વપૂર્ણ છે. બિસ ફોસ્ફોનેટ જેવી દવાઓથી મેનોપોઝ પર હોર્મોનલ થેરેપી દ્વારા તેને રોકી શકાય છે.

  આ પણ વાંચો: 30 વર્ષ પછી આ ચાર રીત અપનાવીને તમારા હૃદયને રાખો એકદમ સ્વસ્થ

  દવાઓનો આ ક્લાસ હાડકાના ઝડપથી થતા નુકસાનને અટકાવે છે. જો કે, આ કામ પ્રમાણિત ક્લિનિશિયન દ્વારા કરવું પડે છે, જેમાં અગાઉ પૂરતા પરીક્ષણો કરવામાં આવે છે, જેમ કે ડેક્સા સ્કેન અને બ્લડ ટેસ્ટ. થાઇરોઇડ અને અન્ય આંતરસ્ત્રાવીય અસંતુલન જેવી કેટલીક પરિસ્થિતિઓને પણ ધ્યાન આપી શકાય છે જો યોગ્ય નિદાન કરવામાં આવે અને નબળા હાડકાંને અટકાવી શકાય છે.
  First published:

  Tags: Lifestyle, Woman, આરોગ્ય, માતા