Home /News /lifestyle /ડિનર બનાવવાનું મોડું થઈ ગયું છે? તો ઝટપટ બનાવી નાખો આ બોમ્બે સેન્ડવીચ

ડિનર બનાવવાનું મોડું થઈ ગયું છે? તો ઝટપટ બનાવી નાખો આ બોમ્બે સેન્ડવીચ

બોમ્બે સેન્ડવીચ બનાવવા વધારે સમયની જરૂર નથી. ચાલો નોંધી લો તેને બનાવવાની રીત..

સામગ્રી:
બ્રેડ
ડુંગળી સ્લાઈસ
ટમેટા સ્લાઈસ
કાકડી સ્લાઈસ
બાફેલા બટેકા સ્લાઈસ
બાફેલા બીટ સ્લાઈસ
લીલી ચટણી
ચીઝ
બટર
ચાટ મસાલો

બનાવવાની રીત:– સૌ પ્રથમ ત્રણ બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાવો. પછૂ એક બ્રેડ પર કાકડીની સ્લાઈસ અને બટેકાની સ્લાઈસ મૂકી બીજી બ્રેડ મૂકવી. પછી તે બ્રેડ પર ટમેટા, ડુંગળી અને બીટની સ્લાઈસ મૂકી ત્રીજી બ્રેડથી કવર કરી દો. જો તમને કેપ્સીકમ ભાવતું હોય તો તેની સ્લાઈસ પણ મૂકી શકો છો. અને જો તમને આ બધું ઝીણું સમારી તેમાં જ ચીઝ છીણીને મિક્સ કરીને પણ બ્રેડની વચ્ચે ભરી શકાય. પછી ગ્રીલરમાં સેન્ડવીચને ગ્રીલ કરો. ગ્રાલ થઈ જાય એટલે ઉપર ચીઝ છીણી, ચાટ મસાલો છાંટી ટોમેટો સોસ જોડે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ બોમ્બે સેન્ડવીચ.
First published:

Tags: Kitchen, Sandwich recipe, ખોરાક, રેસીપી