Home /News /lifestyle /આલિયા ભટ્ટે બેબીને આપ્યો જન્મ, જાણો હેલ્ધી બેબી માટે આલિયાનો શું હતો ડાયટ પ્લાન

આલિયા ભટ્ટે બેબીને આપ્યો જન્મ, જાણો હેલ્ધી બેબી માટે આલિયાનો શું હતો ડાયટ પ્લાન

આલિયા ભટ્ટે બેબીને જન્મ આપ્યો

Alia Bhatt Pregnancy Diet: આલિયા ભટ્ટે આજ રોજ દીકરીને જન્મ આપ્યો છે. દીકરીનો જન્મ થતા જ પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આલિયાએ પ્રેગનન્સી દરમિયાન પોતાના ડાયટ પર ખૂબ ધ્યાન આપ્યુ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે પારણું બંધાયુ છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. ઘરમાં દીકરીનો જન્મ થતાની સાથે જ કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે. આજ રોજ વહેલી સવારે એટલે 6 નવેમ્બરના રોજ આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે મુંબઇની એચએન રિલાયન્સ હોસ્પિટલ પહોંચી હતી. જો કે પ્રેગનન્સીના સમયમાં આલિયા ભટ્ટ પોતાનું ધ્યાન અનેક રીતે રાખતી હતી. આ સાથે પ્રેગનન્સીમાં આલિયા ભટ્ટ અનેક ઘણું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ  પણ કર્યુ છે.

    આ પણ વાંચો: આલિયા ભટ્ટે દીકરીને આપ્યો જન્મ

    આટલું જ નહીં સતત બિઝી શેડ્યુઅલમાં પણ આલિયા ભટ્ટ પોતાના ડાયટ પર પૂરતું ધ્યાન આપતી હતી. આલિયા ભટ્ટ ગર્ભમાં રહેલું બાળક હેલ્ધી આવે એ માટે ખાવા-પીવાની બાબત પર ખૂબ ધ્યાન આપતી હતી. તો જાણો તમે પણ આલિયા ભટ્ટે પ્રેગનન્સી સમયમાં શું ખાતી હતી. તમે પ્રેગનન્સીના સમયમાં આલિયાની જેમ હેલ્ધી રહેવા અને બાળક હેલ્ધી આવે એવું ઇચ્છો છો તો આ ડાયટ તમારા માટે સૌથી બેસ્ટ છે.

    બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં શામેલ આલિયાએ ભરપૂર પ્રેગનન્સી પિરીયડ્સને એન્જોય કર્યુ. તમે પ્રેગનન્સી સમયમાં આલિયાના ફોટા જોયા હશે તો તમને ખ્યાલ હશે કે એના ચહેરા પરનો મસ્ત ગ્લો. આ ગ્લો પાછળ આલિયાનું વીગન ડાયટ બહુ મહત્વનું છે. તો જાણો આલિયાના આ વિગન ડાયટ વિશે.

    આ પણ વાંચો: મા બન્યા બાદ આલિયાએ શેર કરી પહેલી પોસ્ટ

    વર્ષ 2020માં આલિયાએ જાહેરાત કરી હતી કે એ પૂરી રીતે વીગન થઇ ગઇ છે. આ સાથે જ આલિયાના બેબી શાવરમાં પણ આખુ મેનુ વીગન જ હતું. વીગન ડાયટડમાં માંસ, માછલી અને પશુ સાથે જોડાયેલા પ્રોડક્ટ્સ જેવા કે દૂધ, દહીં અને ઘીનો સમાવેશ થતો નથી. આમાં વધુ પ્રમાણમાં મહિલાઓ દાળ અને શાકભાજી ખાય છે.

    એક અહેવાલ મુજબ આલિયાએ પણ પ્રેગનન્સી સમયમાં વધારે દાળ અને શાકભાજીનું સેવન કર્યુ છે. આ સાથે જ આલિયા સલાડ પણ રેગ્યુલર રીતે ખાતી હતી. આલિયા ભટ્ટને સલાડ ખાવા ખૂબ પસંદ છે. જો કે આલિયાની આની રેસિપી યૂટ્યૂબ ચેનલ પર પણ શેર કરી હતી.



    આ સાથે જ આલિયા સવારની શરૂઆત નોર્મલ કોફી પીને કરે છે. ત્યારબાદ એ નાસ્તામાં પૌઆ અને ઉપમા જેવો હેલ્ધી ખોરાક લેવાનું પસંદ કરે છે. લંચમાં આલિયા સંભાર-ઇડલી અને દાળ, રોટી ખાતી. ડિનરમાં આલિયા સ્નેક્સની સાથે દાળ, રોટી અને શાકભાજી લે છે. આ સાથે જ શરીરને ડિટોક્સ રાખવા માટે ખૂબ પાણી પીતી હતી.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Alia Bhatt, Life style, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन