વજન ઉતારવા ચોક્કસથી કામ લાગશે આ બાફેલા મગના પરોઠા

News18 Gujarati
Updated: July 20, 2019, 6:00 PM IST
વજન ઉતારવા ચોક્કસથી કામ લાગશે આ બાફેલા મગના પરોઠા
એકદમ ટેસ્ટી અને હેલ્ધી "બાફેલા મગના પરોઠા" બનાવવાની રીત...

એકદમ ટેસ્ટી અને હેલ્ધી "બાફેલા મગના પરોઠા" બનાવવાની રીત...

  • Share this:
બાફેલા મગના પરોઠા બનાવવા માટેની સામગ્રી: 

2 વાટકી બાફેલા મગ
2 વાટકી ઘઉંનો લોટ

2 ચમચી લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચું
મીઠું સ્વાદ અનુસાર1 ચમચી હળદર
1 ચમચી જીરુ
1 ચમચી ધાણાજીરુ
1 કપ કોથમીર
2 ચમચી તેલ

"બાફેલા મગના પરોઠા" બનાવવાની રીત:

સૌ પ્રથમ એક પેનમાં થોડું તેલ લઈને ગરમ થાય એટલે તેમાં જીરું તતડાવો. પછી તેમાં લસણની પેસ્ટ સાંતળી લો. પછી તેમાં બાફેલા મગ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ અને કોથમીર ઉમેરી 1 મિનિટ શેકી મસાલો તૈયાર કરી લો.
ત્યારબાદ ઘઉંના લોટમાંથી પરોઠા જેવો લોટ બાંધી લુઆ તૈયાર કરી લો. પછી તેમાંથી જાડી પૂરી જેવુ વણી વચ્ચે બનાવેલું મગનું સ્ટફિંગ ભરી સીલ કરી પરોઠું મળી લો. આ પરોઠાને ગરમ તવી પર બંને બાજુથી તેલ કે ઘી લગાવી શેકી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી "બાફેલા મગના પરોઠા"

આ હોટેલમાં મટનના નામે ખવડાવવામાં આવે છે આ ચીજ

તો જો તમે હવે ખાવાના શોખીન છો પણ હેલ્થની પણ એટલી જ ચિંતા હોય તો આ પરોઠા ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવામાં વધુ પડતી મહેનત પણ નથી લાગતી. સાથે બાળકોના ડબ્બામાં ભરીને આપશો તો તે પણ આ હેલ્ધી પરોઠા ખાવાની ના નહી કરી શકે.. તો હવે આજે જ ટ્રાય કરો આ  બાફેલા મગના પરોઠા...

 
First published: July 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading