Home /News /lifestyle /Health : શરીરની ગંધ પણ આપે છે હાઇ બ્લડ શુગર થવાના સંકેત, જાણો કેવી રીતે ઓળખશો

Health : શરીરની ગંધ પણ આપે છે હાઇ બ્લડ શુગર થવાના સંકેત, જાણો કેવી રીતે ઓળખશો

કીટોન્સની વધુ માત્રાને કારણે ઘણી વખત શ્વાસમાંથી એમોનિયા જેવી દુર્ગંધ આવવા લાગે છે.

Health Tips : જો તમારા મોઢામાંથી અથવા પરસેવામાંથી કોઈ વિચિત્ર ગંધ આવે છે, તો તે ડાયાબિટીસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે ડૉક્ટરનો સંપર્ક કરો અને ડાયાબિટીસની તપાસ કરાવો.

    Body Odor May Sign of High Blood Sugar Level: જે લોકોને હાઇ બ્લડ શુગરની સમસ્યા છે, તેમને પોતાના ડાયેટ અને લાઇફ સ્ટાઇલને લઇને ખૂબ જ ધ્યાન આપવુ પડે છે. સ્વાસ્થ્યને લઇને થોડી પણ બેદરકારી તેમના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તેમાં યોગ્ય મેડિકેશન, ડાયેટ અને એક્સરસાઇઝ તેમના માટે જરૂરી હોય છે. હાઇ બ્લડ શુગરની સમસ્યાની ઓળખ તમે શરીરમાંથી આવતી ગંધ દ્વારા પણ કરી શકો છો. ખાસ કરીને તમારા મોઢામાંથી આવતી સ્મેલ હાઇ શુગરનો સંકેત આપે છે.

    આ પણ વાંચો : International Music Day: મ્યુઝિક સાંભળવાથી સ્ટ્રેસમાંથી મળે છે છૂટકારો, જાણો હેલ્થને થતા બીજા અઢળક ફાયદાઓ

    ડાયાબિટીસમાં કેવી રીતે શરીરમાંથી આવે છે ગંધ


    ડાયાબિટીસના ટોએસિડોસિસ મધુમેહના ઘાતક દુષ્પ્રભાવોમાંથી એક છે. જ્યારે શરીરના સેલ્સને એનર્જી આપવા માટે પૂરતુ ઇંસુલિન નથી હોતુ અને તે સેલ્સમાં બ્લડ શુગર નથી પહોંચાડી શકતુ તો આ સમસ્યા શરૂ થઇ જાય છે. તેવામાં લિવર ફ્યૂલ માટે ફેટનું બ્રેકડાઉન કરે છે, જેથી કીટોન્સ નામના એસિડનું ઉત્પાદન થાય છે. પરંતુ જ્યારે કીટોન્સ વધુ માત્રામાં બનવા લાગે છે તો બ્લડ અને મૂત્રમાં ખતરનાક સ્તર પર બનવા લાગે છે, જેથી લિવરમાં બ્લડ એસિડિક થઇ જાય છે. તેવામાં ત્રણ પ્રકારના બૉડી એડોર એટલે કે શરીરમાંથી આવતી ગંધ બને છે. આ ગંધ મુખ્ય રૂપે મોઢા અને પરસેવાથી આવે છે.

    આ પણ વાંચો : નવરાત્રીમાં ઉપવાસમાં કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ, નહીં થાય કબજીયાત અને ગેસની તકલીફ

    આ પ્રકારની ગંધથી કરો ડાયાબિટીસની ઓળખ


    શરીરમાં વધારે પડતા કીટોન્સ હોવાથી શ્વાસમાંથી ફ્રૂટી ઓડોર એટલે કે ફળ જેવી સ્મેલ આવવા લાગે છે. ઘણીવાર શ્વાસમાં મળ અથવા સીવેજ જેવી ગંધ આવવા લાગે છે. તેના કારણે લાંબા સમય સુધી ઉલ્ટી થઇ શકે છે. કીટોન્સ વધુ હોવાથી ઘણીવાર શ્વાસમાંથી એમોનિયા જેવી ગંધ આવવા લાગે છે. જે સામાન્ય રીતે તે લોકોમાં હોય છે, જેમની કીડનીમાં સમસ્યા છે.

    ભૂલથી પણ અવગણતા નહીં


    જો તમારા મોઢામાંથી આ પ્રકારની ગંધ આવી રહી છે તો તે વધુ સારુ રહેશે ક તમે ડોક્ટરમો સંપર્ક કરો અને શુગર તથા ડાયાબિટીસ ટેસ્ટ કરાવતા રહો. આવા સંકેત તમને પ્રારંભિક ઓળખ કરાવી શકે છે અને તમે યોગ્ય સમય પર તેની સારવાર કરાવીને હેલ્ધી રહી શકો છો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Blood Sugar, Good Health, Health Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन