Home /News /lifestyle /થોડું કામ કરો અને થાકી જાઓ છો? બહુ શ્વાસ ચડે છે? રોજ આ સમયે ખાઓ એક મુઠ્ઠી મગ

થોડું કામ કરો અને થાકી જાઓ છો? બહુ શ્વાસ ચડે છે? રોજ આ સમયે ખાઓ એક મુઠ્ઠી મગ

થાક દૂર કરવા ખાઓ આ ખોરાક

Body tired: તમે થોડુ કામ કરો અને થાકી જાવો છો તો તમારે તમારી લાઇફ સ્ટાઇલમાં થોડો બદલાવ લાવવો જોઇએ. તમે તમારા ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો છો તો તમને થાક નહીં લાગે અને શ્વાસ પણ નહીં ચડે. આ ખોરાક તમારી અનેક સમસ્યાઓ દૂર કરી દે છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ભાગદોડભરી લાઇફમાં લોકો પૈસા કમાવવાની હોડમાં સતત કામ કરતા હોય છે. આ કામને કારણે વ્યક્તિ રાત્રે ઘરે આવે અને થાકી જાય છે. શરીરમાં થાક લાગવાને કારણે વ્યક્તિ પોતાની ફેમિલીને પણ સમય આપી શકતો નથી. આ કારણે અનેક વાર ઘરમાં પણ ઝઘડા થતા હોય છે. આ માટે કામની બાબતમાં એ જરૂરી છે આપણે આપણાં ફેમિલીને સમય આપીએ. તમે તમારા પરિવારને સમય આપો છો તો તમારું મન રિલેક્સ રહે છે અને સાથે તમે સ્ટ્રેસ ફ્રી રહો છો. પરંતુ જો તમે પણ આખો દિવસ કામ કરીને સતત થાક અનુભવો છો તો તમારે તમારા ડાયટમાં આ વસ્તુઓ એડ કરવી જોઇએ. આ વસ્તુઓ તમે નિયમિત ખાઓ છો તો તમને થાક લાગશે નહીં અને સાથે શ્વાસ પણ નહીં ચડે.

  મગ


  મગ ચલાવે પગ..આ વાક્ય તમે ઘણાં બધાને બોલતા સાંભળ્યા હશે. જો તમે રોજ સવારમાં 6 થી 7 વાગ્યામાં એક મુઠ્ઠી મગ ખાઓ છો તો તમને દિવસ દરમિયાન થાક ઓછો લાગે છે અને તમે રિલક્સ પણ રહો છો. આટલું જ નહીં, તમે રોજ એક મુઠ્ઠી મગ ખાઓ છો તો તમારો બીજો દિવસ પણ એનર્જીથી ભરપૂર રહે છે. આ માટે તમે રોજ રાત્રે એક મુઠ્ઠી મગ પલાળી લો અને બીજા દિવસે સવારમાં બ્રશ કરીને તરત ખાઇ લો. આમ કરવાથી તમને થાક નહીં લાગે અને શ્વાસ પણ નહીં ચડે.

  આ પણ વાંચો: અઠવાડિયામાં ચહેરા પર મસ્ત ગ્લો લાવો આ ફેસ પેકથી

  ચણા


  ચણા ખાવાથી શરીરમાં સ્ટેમિના ભરપૂર આવે છે. આ માટે તમે રોજ એક મુઠ્ઠી કરતા વધારે ચણાં ખાઓ. ચણામાં ફાઇબર, કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે તમારા શરીરને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે. આ સાથે જ તમે રોજ સવારમાં ચણા ખાઓ છો તો તમે ગમે તેટલું કામ કરો છો તો પણ થાક લાગતો નથી.

  આ પણ વાંચો: હેલ્ધી+ફિટ રહેવા માટે મહિલાઓ રોજ કરો આ Yogasana

  નારિયેળ પાણી


  થોડું કામ કરો છો અને થાકી જાવો છો તમે રોજ સવારમાં 10 થી 11 વાગ્યાની આસપાસ એક નારિયેળ પાણી પી લો. નારિયેળ પાણી પીવાથી તમારામાં તાકાત આવે છે અને સાથે તમને પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી પણ રાહત મળે છે. મહિલાઓ ખાસ કરીને રોજ એક નારિયેળ પાણી પીવું જોઇએ. નારિયેળ પાણી પીવાથી તમને થાક લાગવાનો પણ ઓછો થઇ જશે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Diet tips, Food tips, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन