Blood pressure: 1 ચમચી અળસીથી બ્લડપ્રેશર રહેશે કંટ્રોલમાં, આ રીતે કરો તેનું સેવન
Blood pressure: 1 ચમચી અળસીથી બ્લડપ્રેશર રહેશે કંટ્રોલમાં, આ રીતે કરો તેનું સેવન
1 ચમચી અળસીથી બ્લડપ્રેશર રહેશે કંટ્રોલમાં, આ રીતે કરો તેનું સેવન
Tips for Blood Pressure: સામાન્ય વ્યક્તિનું નોર્મલ બ્લડ પ્રેશર 120/80 હોવું જોઈએ. જો 120/80 કરતા બ્લડપ્રેશર વધી જાય તો તેને હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય છે.
Flaxseeds For High Blood Pressure: હાલના સમયમાં દર ચોથી વ્યક્તિ હાઈ બ્લડપ્રેશર એટલે કે, હાઈપરટેન્શનની સમસ્યાનો સામનો કરે છે. વૃદ્ધ વ્યક્તિની સાથે સાથે યુવાઓ પણ હાઈ બ્લડ પ્રેશરનો શિકાર થઈ રહ્યા છે. બ્લડ પ્રેશરની સમસ્યાને કંટ્રોલ કરવામાં ના આવે તો કિડની ફેઈલ, સ્ટ્રોક, હાર્ટ અટેક તથા અન્ય બિમારીઓની સમસ્યા થઈ શકે છે. જેથી આ સમસ્યાને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે.
સામાન્ય વ્યક્તિનું નોર્મલ બ્લડ પ્રેશર 120/80 હોવું જોઈએ. જો 120/80 કરતા બ્લડપ્રેશર વધી જાય તો તેને હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય છે.
ખાસ કરીને રોજીંદી ડાયટમાં અળસી શામેલ કરીને હાઈપરટેન્શનની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. એક રિસર્ચ મુજબ અળસીમાં બ્લડ પ્રેશરને કુદરતી રીતે જ કંટ્રોલ કરી શકે તેવા ગુણ હોય છે.
બ્લડપ્રેશરમાં અળસી કેવી રીતે લાભદાયી છે?
અળસીમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે. આ તમામ ગુણ હાઈ બ્લડુપ્રેશર, કેન્સર, વજન ઓછુ કરવાની સાથે સાથે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રિસર્ચ અનુસાર એક ચમચી અળસીના બીજમાં 37 કેલરી, 1.3 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1.9 ગ્રામ ફાઈબર, 3 ગ્રામ ફેટ, 1.2 ગ્રામ પ્રોટીન, 8 ટકા વિટામીન બી1, 2 ટકા વિટામીન બી6, 7 ટકા મેગ્નેશિયમ, 2 ટકા કેલ્શિયમ, 2 ટકા આયર્ન રહેલું છે. જોકે, એક દિવસમાં 25 ગ્રામથી વધુ અળસીનું સેવન ના કરવું જોઈએ. અળસી બ્લડપ્રેશરની સાથે સાથે અનેક બિમારીઓ માટે લાભદાયી છે.
અળસીના બીજનું સેવન કેવી રીતે કરવું?
તમે અલગ અલગ પ્રકારે અળસીનું સેવન કરી શકો છો. અળસીને સલાડ, દહી, કુકીઝમાં નાખીને અથવા શેકીને પણ તેનું સેવન કરી શકાય છે.
તમે અળસીની ચા બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. તે માટે એક કપ પાણીમાં એક ચમચી અળસીના બીજ નાખીને 4 થી 5 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ એક કપમાં ગાળી લો. ચામાં મિઠાશ આવે તે માટે તમે તમારા સ્વાદ અનુસાર મધ નાખી શકો છો.