Home /News /lifestyle /

Child health: બાળકોમાં બ્લડ પ્રેશરની બાબત કેટલી ગંભીર? અહીં જાણો નિદાન અને કારણો

Child health: બાળકોમાં બ્લડ પ્રેશરની બાબત કેટલી ગંભીર? અહીં જાણો નિદાન અને કારણો

શિશુઓ અને નાના બાળકોમાં બ્લડ પ્રેશર માપવું મુશ્કેલ હોઈ શકે છે. તેને ઓળખવું ક્યારેક પડકારજનક હોય છે (પ્રતિકાત્મક તસવીર)

Blood Pressure - બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર શા માટે વધતી સમસ્યા છે? આ તકલીફથી તમારા બાળકને બચાવવા માટે તમે શું કરી શકો છો

    મોટા ભાગના લોકોમાં હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) વયસ્ક લોકોને અસર કરે છે તેવી માન્યતા છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશર નાના બાળકો (blood pressure in child) સહિત તમામ વયના લોકોને અસર કરે છે. જેથી આ તકલીફ વધુ ખતરનાક બનતી જાય છે. આજના આધુનિક યુગમાં લોકોએ આ બાબતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર(Blood Pressure) શા માટે વધતી સમસ્યા છે? આ તકલીફથી તમારા બાળકને બચાવવા માટે તમે શું કરી શકો છો? આ વાત સમજવા માટે પહેલું પગલું એ છે કે, બાળકોમાં હાઈ બ્લડ પ્રેશરના કારણો, પરિણામો અને સારવાર વિશે સમજવું જોઈએ.

    બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર એટલે શું?

    શરીરમાં વહેતું લોહી નળીઓ - ધમની પર દબાણ કરે છે. સામાન્ય પરિસ્થિતિઓમાં, હૃદય આખા શરીરમાં રક્તવાહિનીઓ મારફતે લોહીને પંપ કરે છે. લોહીને સારી રીતે વહેતું રાખવા માટે જરૂર મુજબ રક્તવાહિનીઓ પહોળી અને સંકુચીત થાય છે. જોકે, હાઈપરટેન્શન ધરાવતી વ્યક્તિમાં લોહી રક્તવાહિનીઓ સામે ખૂબ જ જોરથી ધકેલાઈ જાય છે, જે રક્તવાહિનીઓ હૃદય અને અન્ય અંગોને નુકસાન પહોંચાડી શકે છે. બાળકોમાં પણ આવું થઈ શકે છે.

    પુખ્ત વયના લોકો માટે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી સામાન્ય છે. લોકોને અંદાજો હોય છે કે, તેઓ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે કે નહીં. જોકે, બાળકોમાં આ બાબત વધુ ગંભીર છે. કારણે કે બાળકને ખ્યાલ રહેતો નથી.

    બાળકોમાં હાઈપરટેન્શન કેટલું સામાન્ય છે?

    બાળકો અને કિશોરોમાં હાઇપરટેન્શન વધુને વધુ સામાન્ય બની રહ્યું છે. તાજેતરના એક અધ્યયનમાં 15,000 કિશોરોને તપાસવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે પાંચમાંથી લગભગ એકને હાઈપરટેન્શન હતું

    કઈ સમસ્યા છે કારણભૂત?

    શિશુઓ અને નાના બાળકોમાં બ્લડ પ્રેશર માપવું મુશ્કેલ હોઈ શકે છે. તેને ઓળખવું ક્યારેક પડકારજનક હોય છે. આ ઉપરાંત બાળકમાં આ સમસ્યા હોય તેવું માનવું મુશ્કેલ હોય છે.

    આ પણ વાંચો - બ્લડ પ્રેશરના કેટલા પ્રકાર હોય છે? કઈ રીતે ઓળખવી બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ, જાણો

    હાયપરટેન્શન સાથે કઈ સમસ્યાઓ સંકળાયેલી છે?

    આમ તો હાઈપરટેન્શન ધરાવતા બાળકોને હાર્ટ એટેક અને સ્ટ્રોક થવાની શક્યતા નથી, પરંતુ તેમાં નોંધપાત્ર જોખમો તો છે જ. હાઈપરટેન્શન રક્તવાહિનીઓ અને હૃદયની રચનાઓમાં ફેરફારનું કારણ બને છે. બાળકોમાં હાઈપરટેન્શનની તકલીફ અંગે ઓછો અભ્યાસ કરવામાં આવ્યો હોવાથી આ ફેરફારોનો અર્થ શું છે તે વિશે વધુ ડેટા નથી. જોકે, આપણે જાણીએ છીએ કે, પુખ્ત વયના લોકોમાં હાઈપરટેન્શન હૃદય, રક્તવાહિનીઓ અને કિડનીની તકલીફોની સંભાવના વધારે હોય છે. જેથી આમાંના કેટલીક તકલીફો ઉચ્ચ બ્લડ પ્રેશર વાળા બાળકોમાં જોવા મળી શકે છે.

    બાળકોને આ બાબતો અસર કરે છે

    રક્તવાહિનીઓ - હાઈ બ્લડ પ્રેશર આખા શરીરમાં રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે, જે અંગો માટે કામ રીતે કામ કરવું મુશ્કેલ બનાવે છે.

    કિડની - જો કિડનીમાં રક્તવાહિનીઓને નુકસાન થાય તો તે શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરવાનું બંધ કરી શકે છે. આ વધારાનું પ્રવાહી બ્લડ પ્રેશરને વધુ વધારી શકે છે.

    અન્ય અંગો - જો સારવાર ન કરવામાં આવે તો હાયપરટેન્શનને કારણે લોહી આંખો અને મગજ સહિત શરીરના ઘણા જુદા જુદા ભાગો સુધી પહોંચી શકતું નથી, જે અંધત્વ અને સ્ટ્રોક તરફ દોરી શકે છે.

    બાળકોમાં બ્લડ પ્રેશર ક્યારે વધે છે?

    તમારા બાળકની ઉંમર, તેમજ ઊંચાઈ અને વજન અને તમારા બાળકના લિંગના આધારે બ્લડ પ્રેશર બદલાય છે. સામાન્ય રીતે બાળપણમાં બ્લડ પ્રેશર ઓછું હોય છે અને બાળકોની ઉંમર વધતાં ધીરે ધીરે વધે છે. છોકરાઓનું બ્લડ પ્રેશર છોકરીઓ કરતાં થોડું વધારે હોય છે અને ઊંચા લોકોમાં સામાન્ય રીતે ટૂંકા લોકો કરતાં વધુ બ્લડ પ્રેશર હોય છે.

    ઉદાહરણ તરીકે, શિશુમાં 80/45 mm Hgનું સામાન્ય બ્લડ પ્રેશર હોઈ શકે છે. જ્યારે પુખ્ત વયનામાં તે ઓછું માનવામાં આવે છે. કિશોરમાં આ 110/70 mm Hgનું બ્લડ પ્રેશર હોઈ શકે છે. જોકે, આટલું બ્લડપ્રેશર નવજાત માટે વધુ હોય શકે છે.

    હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કેવી રીતે થાય છે?

    તમારા બાળકના ડોક્ટર રૂટિન ઓફિસ મુલાકાત દરમિયાન એલિવેટેડ બ્લડ પ્રેશર રીડિંગની નોંધ કરી શકે છે. અલગ અલગ દિવસે અને સ્થિતિમાં ડોક્ટર બ્લડપ્રેશર માપી શકે છે. આ ઉપરાંત ડોક્ટર તમારા બાળકની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકે છે. જેમાં તમારા બાળકનો આહાર, કસરતનું લેવલ, ઘર અને શાળાની પ્રવૃત્તિઓ અને સંભવિત તણાવની માહિતી શામેલ હોય છે. શારીરિક તપાસ પણ થઈ શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Blood pressure, Health Tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन