Home /News /lifestyle /યુરિનમાં લોહી પડે તો તરત જ કરો આ કામ, નહીં તો ઢગલો પૈસા જતા રહેશે દવાઓ લેવામાં

યુરિનમાં લોહી પડે તો તરત જ કરો આ કામ, નહીં તો ઢગલો પૈસા જતા રહેશે દવાઓ લેવામાં

યુરિનમાંથી બ્લડ આવે તો એલર્ટ થઇ જાવો

Urinary Tract Infection: અનેક લોકોને યુરિનમાંથી લોહી આવતું હોય છે. જો કે આ એક ગંભીર સમસ્યા છે. જો તમને પણ યુરિનમાંથી લોહી આવે છે અને તમે આ વાતને ઇગ્નોર કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. જાણો આ લક્ષણો વિશે તમે પણ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પેશાબના રંગ પરથી સ્વાસ્થ્ય સારું છે કે નહીં એ વિશે અનેક ઘણી ખબર પડી શકે છે. પેશાબમાં લોહી આવવું એ એક ગંભીર બીમારીનો સંકેત આપે છે. પુરુષોમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં થાય છે. પેશાબ સાથે આવતા લોહીને મેડિકલ ભાષામાં Gross Hematuria કહેવામાં આવે છે. ક્યારેક-ક્યારેક વ્યક્તિને પોતાને જાણ થતી હોતી નથી. પેશાબમાં લોહી જેવું સામાન્ય દેખાય તો તમે આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં. જ્યારે તમને આ સમસ્યા શરીરમાં થાય ત્યારે તમે તરત જ ડોક્ટરને બતાવો અને આગળની ટ્રિટમેન્ટ શરૂ કરો. ડોક્ટર માઇક્રોસ્કોપની મદદથી આ વસ્તુની તપાસ કરતા હોય છે જેને માઇક્રોસ્કોપિક હેમાટ્યુરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો જાણો તમે પણ પેશાબમાં લોહી આવે ત્યારે તમને કયા સંકેતો મળે છે.

    આ પણ વાંચો: દુકાનમાંથી દાળ લેતી વખતે આ વાતો પર આપો ધ્યાન

    મુત્રાશયમાં સંક્રમણ


    મુત્રાશયમાં સંક્રમણને કારણે પેશાબમાં લોહી આવી શકે છે. આ સાથે જ વારંવાર પેશાબ કરવા જવું, પેશાબમાં બળતરા થવી અને દુખાવા જેવી કોઇ સમસ્યા રહે છે તો આ તમને ડોક્ટરને બતાવવાનો ઇશારો કરે છે. આ સ્થિતિમાં તમે તરત જ ડોક્ટર પાસે જાવો અને આ વિશે ચેક અપ કરાવી લો.

    પ્રોસ્ટેટ ગ્રંથિનું વધવું


    પ્રોસ્ટેટ ગ્રંથિ જે મુત્રાશયની નીચે અને મળાશયની સમીપ હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ વીર્યનું ઉત્પાદન કરે છે. જ્યારે આ ગ્રંથિ વધી જાય છે ત્યારે પેશાબ કરતી વખતે લોહી આવવાના ચાન્સિસ વધી જાય છે.

    આ પણ વાંચો: કોફી પીવાથી આ બીમારીઓનું જોખમ ટળી જાય છે

    પથરીની સમસ્યા


    પેશાબમા લોહી આવવાનું એક કારણ પથરી પણ હોઇ શકે છે. આ સમસ્યામાં તમને વારંવાર પેટમાં દુખાવો થવો, પેશાબમાં વાસ આવવી, ઉલટી અને કમર નીચેના ભાગમાં દુખાવા જેવી સમસ્યા રહે છે. તમારા શરીરમાં તમને આ ફેરફાર દેખાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને આ સમસ્યામાંથી બહાર આવો.


    પેશાબમાંથી આવતું લોહી બંધ કરવાના ઉપાયો


    તમને કીડનીમાં પથરી છે તો તમે પ્રવાહી લેવાનું રાખો. સાથે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછુ કરી દો. આ સિવાય ઓક્સીલેટ અને પશુ પ્રોટીન સંબંધીત ખોરાક પર કંટ્રોલ કરો. આ સમસ્યા થાય ત્યારે ખાસ કરીને કોલ્ડ ડ્રિંક પીશો નહીં અને સોડિયમની માત્રા ઓછી લો.  આમ, તમને જ્યારે પણ એમ લાગે કે પેશાબમાં લોહી આવે છે તો તમે પહેલા તરત જ ડોક્ટરને બતાવો અને ટ્રિટમેન્ટ લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Urine

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन