Home /News /lifestyle /Blood Donation: રક્તદાન કરવાથી ઘટે છે વજન, જાણો બીજા આ ફાયદાઓ તમે પણ

Blood Donation: રક્તદાન કરવાથી ઘટે છે વજન, જાણો બીજા આ ફાયદાઓ તમે પણ

રક્તદાન કરવાના ફાયદા

Blood Donation Benefits: આજના આ સમયમાં અનેક લોકો રક્તદાન વિશે ખોટું વિચારતા હોય છે. આ ખોટા વિચારોને કારણે વ્યક્તિ રક્તદાન કરતા હોતા નથી. જો તમે પણ રક્તદાન વિશે આવું કંઇક વિચારી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં બધા લોકો સમય પર રક્તદાન કરતા હોય છે. રક્તદાન વિશે આજે પણ કેટલાક ખોટી વિચારસરણી ધરાવે છે. મોટાભાગના લોકો આ વિશે એવું વિચારે છે કે બ્લડ ડોનેટ કરવાથી શરીરમાં નબળાઇ આવે છે અને અનેક બીમારીઓને આમંત્રણ મળે છે. જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો આ એકદમ ખોટું છે. રક્તદાન આપણાં દરેક લોકોને જવાબદારી છે. એક રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં સાત લોકોમાંથી લગભગ એક વ્યક્તિને લોહીને જરૂરિયાત હોય છે. ઘણી વાર લોહીના મળવાને કારણે અનેક લોકોના મૃત્યુ પણ થતા હોય છે. ભારતમાં જ નહીં અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ રક્તદાન એક મોટી સમસ્યા છે. હેલ્થ મેટર્સ અનુસાર અમેરિકન રેડ ક્રોસ અનુસાર યુએસમાં દર બે સેકન્ડે કોઇને કોઇ વ્યક્તિને લોહીની જરૂર પડતી હોય છે.

    જાન્યુઆરી 2022માં અમેરિકન રેડ ક્રોસે ઘોષણા કરી કે, એ ઓમિક્રોન ઉછાળા દરમિયાન એક દશકમાં સૌથી ખરાબ રક્તની ઉણપનો સમાનો કર્યો હતો. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર આપણાં દેશના માત્ર 37 ટકા લોકો જ રક્તદાન કરવા માટે યોગ્ય છે, પરંતુ એમાંથી 10 ટકા લોકો એવા છે જે જેઓ દર વર્ષે બ્લડ ડોનેટ કરે છે. ઘણાં ઓછા લોકો એ વાત જાણે છે કે રક્તદાન કરવાથી આપણાં શરીરમાં કોઇ નુકસાન થતુ નથી પરંતુ એ આપણને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તો જાણી લો તમે પણ રક્તદાન કરવાથી શું થાય છે લાભ...

    આ પણ વાંચો: થોડું કામ કરો અને થાકી જાઓ છો?

    વજન ઘટે


    તમારું વજન બહુ વધી ગયુ છે તો તમે રક્તદાન કરો છો તો તમારું વજન ઘટે છે. આ સાથે જ રક્તદાન કરવાથી સહનશક્તિ પણ વધે છે. તમને સ્વાસ્થ્યને લગતી કોઇ તકલીફ છે તો તમે ડોક્ટરને પૂછીને પછી રક્તદાન કરો.

    રોગ પ્રતિરોધક ક્ષમતા વધે


    શારિરિક સ્વાસ્થ્ય માટે રક્તદાન બહુ લાભકારી છે. જ્યારે તમે રક્તદાન કરો છો ત્યારે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને તમે બીમાર પણ જલદી પડતા નથી.

    આ પણ વાંચો: Dark circlesને ઓછા કરે છે દૂધ

     હાર્ટના રોગોનો ખતરો ઓછો રહે


    તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો શરીરમાં આયરનનું સ્તર નિયંત્રિત રહે છે. રક્તમાં આયરનની ઉચ્ચ માત્રા રક્ત ધમનીઓને બ્લોક કરવા લાગે છે માટે બ્લડ સર્કુલેશન સારી રીતે થઇ શકતું નથી જેના કારણે એટેક આવવાનું જોખમ વધી જાય છે. એવામાં જો તમે રક્તદાન કરો છો તો હાર્ટને લગતી તકલીફોનું જોખમ ઓછુ રહે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Blood, Blood donation, લાઇફસ્ટાઇલ સમાચાર, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन