Home /News /lifestyle /

Bloating Problem: શું તમને પણ થાય છે પેટ ફૂલવાની સમસ્યા? તો અજમાવો આ પાંચ ઉપાયો

Bloating Problem: શું તમને પણ થાય છે પેટ ફૂલવાની સમસ્યા? તો અજમાવો આ પાંચ ઉપાયો

શું તમને પણ થાય છે પેટ ફૂલવાની સમસ્યા? તો અજમાવો આ પાંચ ઉપાયો

Reason Behind Bloating: પેટ ફૂલવાની સમસ્યાના કારણે ઘણા લોકોને વિવિધ ફૂડ ખાવામાંથી પણ રસ ઉડી જાય છે. પણ શું તમે જાણો છો તેની પાછળનું કારણ? તો ચાલો ન્યુટ્રિશનિસ્ટ અને શેફ ઇશ્તી સલુજા પાસેથી જાણીએ તેના કારણ અને ઉપાય..

  આપણામાંથી ઘણા લોકો પેટ ફૂલવાની સમસ્યાથી (Bloating Problem) સતત પરેશાન રહે છે. આ સમસ્યાના કારણે ઘણા લોકોને વિવિધ ફૂડ ખાવામાંથી પણ રસ ઉડી જાય છે. પણ શું તમે જાણો છો તેની પાછળનું કારણ? (Reason Behind Bloating) ન્યુટ્રિશનિસ્ટ અને શેફ ઇશ્તી સલુજા (nutritionist and chef Ishti Saluja)ના જણાવ્યા અનુસાર, જ્યારે તમારું પેટ સ્ટ્રેચ, ટાઇટ અને સામાન્ય રીતે અસ્વસ્થતા અનુભવે છે, ત્યારે તે સામાન્ય રીતે બ્લોટેડ હોય છે.

  તેણીએ Indian Express ના એક અહેવાલમાં વધુમાં જણાવ્યું કે, “બ્લોટિંગ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે કબજિયાત, જમતી વખતે પેટમાં વધુ હવા જવી, સેલિયાક ડિસીઝ, બોવલ સિન્ડ્રોમ વગેરે. તે પેટમાં ગેસના કારણે થાય છે. ગેસની થવો સંપૂર્ણપણે કુદરતી છે, પરંતુ જો તે ખૂબ લાંબા સમય સુધી રહે છે, તો તે પેટ ફુલાવી શકે છે.”

  આ પણ વાંચો: Parenting Tips: શું લોકો સાથે વાત કરતાં ડરે છે તમારું બાળક ? આ રીતે કેળવો તેનો આત્મવિશ્વાસ

  સલુજાએ વધુમાં ઉમેર્યુ છે કે કઠોળ, ડુંગળી, બ્રોકોલી, કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજી આ સમસ્યામાં વધારો કરી શકે છે. તેણીએ જણાવ્યું કે, “તેથી તેને રાંધીને ખાવાનો આગ્રહ રાખવો. ગ્લુટન અને ડેરી પ્રોડક્ટ પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. જમતી સમયે પેટમાં વધુ હવા જવાથી પણ આ સમસ્યા થાય છે. તેથી ભોજન લેતી સમયે વધુ બોલવું નહીં. જમતી વખતે સીધા બેસો, ફીઝી ડ્રિંક્સ ન પીવા અને મોં બંધ રાખીને જમવું.”

  જમ્યા પછી વોકિંગ કરો


  તમારા શરીરમાં ફસાયેલ હવાને બહાર કાઢવા આ એક બેસ્ટ કસરત છે. ઝડપથી ચાલો અને દરેક 10 પગલાં સાથે, તમારા પેટને ત્રણ વાર અંદર અને બહાર ધકેલવાનો પ્રયાસ કરો. પેટની હિલચાલ ફસાયેલા ગેસને બહાર નીકળવા માટે જગ્યા આપે છે.

  હસ્ત પાદંગુસ્થાસન


  આનાથી આંતરડામાં ફસાયેલો ગેસ બહાર નીકળી શકે છે. તમારી પીઠ પર આડા સુઈ જાઓ. શ્વાસ લેતી વખતે, તમારા બંને હાથ ઉંચા કરો. તમારા હાથ ઉપર રાખીને, શ્વાસ બહાર કાઢતી વખતે તમારા બંને પગને જમીન પર લંબ રાખીને ઉભા કરો. તમારા શ્વાસને રોકી રાખો અને 6 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો. પછી ધીમે ધીમે, 3 સેકન્ડમાં શ્વાસ લેતા, તમારા પગને નીચે લાવો અને આરામ કરો. જો તમારી પીઠ નબળી હોય, તો એક સમયે એક પગ ઉંચો કરો. આ આસનને 6-7 વાર રીપીટ કરો.

  આદુ-લીંબુવાળું પાણી


  તે આલ્કલાઇન પીએચને વધારે છે અને એસિડિટી અને ગેસની થવાથી રોકે છે. તે સ્વસ્થ પાચન અને બિનજરૂરી કચરાને ઝડપથી દૂર કરવા પણ મદદ કરે છે.

  CCF ટી


  મોર્ટાર અને પેસ્ટલનો ઉપયોગ કરીને ધાણા, જીરું અને વરિયાળીને સમાન માત્રામાં ક્રશ કરો. થોડા કાળા મરીના દાણા ઉમેરો. બરછટ પાવડર બનાવો. આની એક ચમચી પાણીમાં ઉમેરો અને મિશ્રણને ઉકાળો, તેને 6-8 મિનિટ સુધી ઉકળવા દો. જ્યારે તમને બ્લોટિંગ લાગે ત્યારે આને જમ્યા પછી પીવો. તમે આ પાઉડરને કાચના કન્ટેનરમાં મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો.

  આ પણ વાંચો: Weight Loss: શા માટે પેટની ચરબી સરળતાથી નથી થતી દૂર, આ 5 છે કારણો

  આરામ કરો


  પાચનક્રિયામાં મનની સીધી ભૂમિકા હોય છે. જો તમે ગુસ્સામાં છો, પરેશાન છો અથવા તમે જે કરી રહ્યા છો તેના પર ધ્યાન આપતા નથી, તો સ્નાયુઓ ટાઇટ થઈ જાય છે, જેના કારણે ગેસ પેટમાં ફસાઈ જાય છે. તમારી જાતને તમારે માનસિક રીતે રીલેક્સ રાખવો. તમે કેવું અનુભવો છો તેના વિશે વધુ ધ્યાન રાખો જેથી તમારું મન એક સમયે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
  First published:

  આગામી સમાચાર