Home /News /lifestyle /Blind pimples શું છે? જાણો આ ટાઇપના ખીલમાંથી કેવી રીતે છૂટકારો મેળવશો
Blind pimples શું છે? જાણો આ ટાઇપના ખીલમાંથી કેવી રીતે છૂટકારો મેળવશો
આ ખીલ દૂરથી દેખાતા નથી.
Blind pimples: આજનાં આ સમયમાં અનેક લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખીલના પણ અનેક પ્રકાર હોય છે. આમ, તમે પણ આજે જાણો બ્લાઇન્ડ પિંપલ્સ વિશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્લાઇન્ડ પિંપલ્સની સમસ્યા સ્કિન પર જ્યારે થાય છે ત્યારે એ ધીરે-ધીરે ડેમેજ થવા લાગે છે. જે ખૂબસુરતીને ખરાબ કરવાનું કામ કરે છે. બ્લાઇન્ડ પિંપલ્સ સામાન્ય રીતે એક ટાઇપના ખીલ હોય છે જે ચામડીની નીચેના ભાગમાં થાય છે. આ ટાઇપના ખીલ દૂરથી દેખાતા નથી. હાથથી ટચ કર્યા પછી આ ખીલ વિશે ખબર પડે છે જેને બ્લાઇન્ડ પિપલ્સ કહેવામાં આવે છે. આ ખીલમાંથી જલદી છૂટકારો મળતો નથી. અનેક લોકોને આ ટાઇપના ખીલ થતા હોય છે. તો જાણો જ્યારે બ્લાઇન્ડ પિપલ્સ થાય ત્યારે ખાસ કરીને શું ધ્યાન રાખશો.
દબાવશો નહીં
બ્લાઇન્ડ પિંપલ્સ સામાન્ય રીતે બીજા ખીલની જેમ હોતા નથી. આ ટાઇપના પિંપલ્સ જ્યારે પણ તમને સ્કિન પર થાય તો એને દબાવશો કે ફોડશો નહીં. આમ કરવાથી તમને ડાઘા પડી શકે છે. આ માટે હંમેશા બ્લાઇન્ડ પિંપલ્સને એની જાતે જ ઠીક થવા દો.
આ ટાઇપના પિંપલ્સને ગરમ પાણીથી સાફ કરવા ખૂબ જરૂરી છે. આ માટે તમે કોટનનું કપડુ લો અને એને ગરમ પાણીમાં નીચોવી લો. ત્યારબાદ આ કપડાથી ખીલને સાફ કરી લો. આમ તમને જે પણ જગ્યા પર ખીલ થયા છે ત્યાં આ રીતે સાફ કરી દો. આમ કરવાથી આ પિંપલ્સના ડાઘા પડશે નહીં.
ટી ટ્રી ઓઇલ એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આ માટે તમે કોઇ પણ ફેસ ઓઇલમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરી દો અને પછી ચહેરા પર લગાવો. આમ કરવાથી સ્કિન પર આ ટાઇપના પિંપલ્સના ડાઘા પડશે નહીં અને તમારી સ્કિન ડેમેજ પણ નહીં થાય.
બરફથી રાહત
બ્લાઇન્ડ પિંપલ્સ જે લોકોને થાય છે એને ઘણી વાર એ સાઇડની જગ્યા પર દુખતુ હોય છે. આ ટાઇપના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે બરફનો ઉપયોગ કરો. બરફનો ઉપયોગ કરવાથી તમને દુખાવામાં રાહત થઇ જાય છે. આ સાથે જ ખીલના ડાઘા પણ પડતા નથી. બરફ એક સારો ઓપ્શન છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર