Home /News /lifestyle /ઢીંચણ+કોણી પરની કાળાશ દૂર કરો માત્ર 10 દિવસમાં: આ પેસ્ટ ઘરે બનાવો અને લગાવો
ઢીંચણ+કોણી પરની કાળાશ દૂર કરો માત્ર 10 દિવસમાં: આ પેસ્ટ ઘરે બનાવો અને લગાવો
દહીં અસરકારક છે.
Skin care: આજનાં આ સમયમાં અનેક લોકો પોતાની સ્કિનનું પ્રોપર રીતે ધ્યાન રાખી શકતા નથી. આમ, વાત કરવામાં આવે તો અનેક લોકોના કોણી અને ધૂંટણ પર કાળાશ જામી જાય છે. આ કાળાશ દેખાવમાં ગંદી લાગે છે.
Skin care: તમને ખ્યાલ હશે તો અનેક લોકોની કોણી અને ઘૂંટણ પર કાળાશ જામી ગઇ હોય છે. આ કાળાશ દેખાવમાં ગંદી લાગે છે. આમ, તમે આ કાળાશને દૂર કરતા નથી તો એ વધતી જાય છે અને તમારો લુક ખરાબ લાગે છે. આ માટે કાળાશને દૂર કરવી ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી કાળાશ દૂર કરી શકશો અને સાથે તમારા હાથ અને પગની સુંદરતામાં વઘારો થશે. તો જાણો આ ઉપાયો વિશે તમે પણ..
કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ સાથે જ તમારી સ્કિન પર વ્હાઇટનેસ લાવે છે. આ માટે તમે એલોવેરા જેલ લો અને એને કોણી અને ઘૂંટણની કાળાશ પર ઘસો. આ તમારે 5 મિનિટ સુધી કરવાનું રહેશે. ત્યારબાદ 15 મિનિટ માટે રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. તમે આ પ્રોસેસ સતત 20 દિવસ સુધી કરો છો તો કાળાશ જતી રહેશે અને તમારી સ્કિન મસ્ત થઇ જશે.
મુલ્તાની માટી, હળદર અને ગુલાબ જળનો ઉપયોગ તમે કરી શકો છો. આ માટે એક બાઉલ લો અને એમાં બે ચમચી મુલ્તાની માટી, એક ચમચી હળદર અને જરૂર મુજબ ગુલાબ જળ નાખો. આ પેસ્ટને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને કાળાશ પર લગાવો અને 10 મિનિટ સુધી મસાજ કરો. પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ધીરે-ધીરે કાળાશ દૂર થઇ જશે અને સાથે તમારી સ્કિન મસ્ત થશે. આ પેસ્ટ તમારી કાળાશને 10 દિવસમાં દૂર કરે છે.
દહીં તમારી કાળાશને દૂર કરવાનું કામ કરે છે. આ માટે દહીં જમાવો અને એને બેથી ત્રણ દિવસ સુધી બહાર રહેવા દો. આમ કરવાથી દહીંમાં ખટાશ આવશે. હવે આ દહીંથી તમે મસાજ કરો અને 15 મિનિટ માટે રહેવા દો. આ ઉપાયથી સ્કિન મસ્ત થાય છે અને સાથે કાળાશ પણ જતી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર