કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર, વાળ પણ થશે મજબૂત

News18 Gujarati
Updated: January 10, 2020, 12:23 PM IST
કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર, વાળ પણ થશે મજબૂત
કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર

ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આ સાથે વાળની ઘણી સમસ્યાઓ પણ દૂર કરવામાં કાળા મરી કારગર સાબિત થાય છે.

  • Share this:
આજકાલની લાઈફ સ્ટાઈલ, અનિંદ્રા, પોલ્યુશ વગેરેના કારણે ચામડીની સાથે વાળને પણ ઘણું નુક્સાન પહોંચે છે. ત્યારે કાળા મરીની મદદથી કરો ડેન્ડ્રફને છૂમંતર, વાળ પણ થશે મજબૂત અને શાઈની..

ફ્રિઝી વાળની સમસ્યા દૂર કરશે મરી
ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આ સાથે વાળની ઘણી સમસ્યાઓ પણ દૂર કરવામાં કાળા મરી કારગર સાબિત થાય છે. કાળા મરીનો ઉપયોગ કરીને ફ્રિઝી વાળની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

સફેદ વાળ માટે ખાસ ઉપાય
વાળને સફેદ થતાં રોકવા માટે કાળા મરીમાં થોડું દહીં ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવીને 15 થી 20 મિનિટ લગાવીને રાખો. તે બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. દહીં સાથે કાળા મરીને ઉપયોગ કરવાથી વાળને પ્રચૂર માત્રામાં મોઈશ્ચર મળે છે. સાથે જ વાળને અકાળે સફેદ થતાં અટકાવે છે.

ડેન્ડ્રફ થશે છૂમંતરડેન્ડ્રફથી રાહત મેળવવા માટે વર્જિન ઑઈલમં ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરી વાળમાં લગાવો. 4 થી 5 કલાક ઑઈલ અને કાળા મરીને મિક્સ કરી લગાવ્યા બાદ તેને ધોઈ લો. ડેન્ડ્રફ માટે કાળા મરીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તે વધુ માત્રામાં ન કરો. જો વધુ માત્રામાં કાળા મરી સ્કાલ્પ પર લગાવવામાં આવે તો તે ઈચિંગ, બળતરા અને રેશિસનું કારણ બની શકે છે.

વાળને શાઈની બનાવે છે
વાળમાં ચમક લાવવા માટે લીંબુના રસમાં કાળા મરીનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવીને 15 મિનિટ સુધી રાખો. તે બાદ વાળને શેમ્પૂ અને સાદા પાણીથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વખત કરો. આમ કરવાથી વાળની ખોવાયેલી ચમક પરત આવી જશે.

બાળક પેદા કરવામાં આવી રહી છે તકલીફ? તો મા બનવા માટે મહિલાઓ કરે આ કામ

સ્વાદિષ્ટ અને મલાઈદાર ટેસ્ટી ગાજરનો હલવો બનાવવા માટે અપનાવો આ ટેક્નિક
First published: January 9, 2020, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading