Home /News /lifestyle /Weight loss tips: શું બ્લેક કોફી પીવાથી વજન ઓછું થાય છે? એક્સપર્ટે કહી આ મહત્વની વાત

Weight loss tips: શું બ્લેક કોફી પીવાથી વજન ઓછું થાય છે? એક્સપર્ટે કહી આ મહત્વની વાત

શું બ્લેક કોફી પીવાથી વજન ઓછું થાય છે?

Weight loss tips in Gujarati: મોટા ભાગના ભારતીયો પોતાના દિવસની શરૂઆત ચા અથવા તો કોફીથી કરે છે. પરંતુ આપને જણાવી દઈએ કે વજન ઉતારવા માટે ચા અથવા કોફીનું સેવન નહીં કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આજે આપણે જાણીશું કે શું ખરેખર બ્લેક કોફી પીવાથી વજન ઉતારી શકાય છે?

વધુ જુઓ ...
    Weight Loss by Balck Coffee: શરીર પર જામેલી ચરબી અને મોટું પેટ કોઈને પણ ગમતું નથી. શરીરનો વધારે પડતો વજન અને મેદસ્વીતા ઘણા રોગોને આમંત્રણ આપે છે. આપને સૌ જાણીએ છીએ કે આજની ભાગ દૌડ ભરી લાઈફસ્ટાઈલમાં મોટા ભાગના લોકો પોતાના વાધેલા વજનને લઇને પરેશાન છે. આવા લોકો વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરતાં હોય છે. સ્થૂળતાથી પીડાતા લોકો વજન ઘટાડવા માટે કસરત, યોગ અને અનેક પ્રકારના ડાયટ પ્લાન બનાવે છે. જો કે તેમાથી અમુક લોકો જ આવા આયોજનોને વળગી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારી કોફીથી વજન ઘટાડવાની શરૂઆત કરી શકો છો. હા, તમે રોજ બ્લેક કોફી પીવાથી માત્ર વજન તો ઘટાડી શકતા નથી, પરંતુ વધતા પેટને પણ કંટ્રોલ કરી શકો છો. ચાલો જાણીએ કે બ્લેક કોફીથી વજન કેવી રીતે ઘટાડી શકાય છે.

    કઈ રીતે બ્લેક કોફીથી વજન થાય છે ઓછું?


    ઓન્લી માય હેલ્થ અનુસાર બ્લેક કોફીમાં ક્લોરોજેનિક એસિડ નામનું તત્વ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે, જે મેટાબોલિઝમને ઝડપથી વેગ આપે છે. આ સાથે કોફીમાં એસિડ એન્ટી-ઓબેસિટી ગુણ જોવા મળે છે, જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: દૂધને વધુ પોષક બનાવવા જાણો તેને પીવાની સાચી રીત
     બ્લેક કોફીમાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને દિવસ દરમ્યાન વધુ પડતું જમવાની ટેવ છે તેવા લોકો જો બ્લેક કોફીનું સેવન કરે તો તેને વારંવાર ખાવાની આદતથી છુટકારો મળી શકે છે.

    બ્લેક કોફીમાં દૂધની કોફી કરતાં વધુ કેફીન, થિયોબ્રોમિન, થિયોફિલિન અને ક્લોરોજેનિક એસિડ હોય છે. આ બધી વસ્તુઓ શરીરમાંથી ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો:  શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરવા ચિયા, ફ્લેક્સ અને સિસમના સિડ્સ સહિતના 5 બીજ કરશે મદદ
     યોગ કે કોઈ પ્રકારની કસરત કરતાં પહેલા જો બ્લેક કોફીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણી ઉર્જા મળે છે જે વધુ કસરત કરવામાં મદદ કરી શકે છે અને જેનાથી વજન ઉતારવામાં મદદ મળી શકે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Black coffee, Lifestyle, Weight loss

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन