નવી દિલ્હી: દરેક વ્યક્તિ પૈસાદાર થવા માગતી હોય છે. ઘણી વખત લોકો વધારે સેલરીના ચક્કરમાં પોતાનું પ્રોફેશન છોડીને બીજી કોઈ નોકરી કરે છે. જો તમને કહેવામાં આવે કે તમને ચિકન ભજીયા (Pakoda) ખાવા માટે 1 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે, તો તમે શું કરશો? કોઈપણ વ્યક્તિ આ ઓફર સ્વીકારી લેશે. આ જોબ ઓફર યુકેની એક ફૂડ કંપની (Food company) આપી રહી છે. આ માટે તેમણે એક ઓનલાઈન જાહેરાત (Online advertising) બહાર પાડી છે.
ચિકન ડીપર્સ કરવું પડશે ટેસ્ટ
માહિતી અનુસાર, UKની પ્રખ્યાત ફિશ ફિંગર કંપની BirdsEyeએ ટેસ્ટ ટેસ્ટરની વેકેંસી બહાર પાડી છે. કંપની એવા વ્યક્તિની શોધમાં છે જે ચિકન પરફેક્ટ ટેસ્ટને વધુ સારી બનાવી શકે. કંપની ઇચ્છે છે કે તેના ચિકન ડીપર્સ સૌથી બેસ્ટ હોય. તે માટેકંપની કોઈ પણ રિસ્ક લેવા માંગતી નથી. કંપનીએ આ જોબની ડિટેલ્સ પણ શેર કરી છે. આ માટે કંપની એક લાખ રૂપિયાનો પગાર આપશે. જે પણ આ નોકરી મેળવી શકશે, તેને Birds Eye Chief Dipping Officerની પોસ્ટ આપવામાં આવશે.
અંગ્રેજી અખબાર મેટ્રોમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર, જ્યારે બ્રિટનમાં બેરોજગારી અને મોંઘવારી બંને આસમાને છે ત્યારે આવા સમયમાં BirdsEyeએ ચિકન ડીપર્સ માટે ટેસ્ટરની જરૂર છે. આ ડીપર્સની સાથે કંપની બજારમાં પરફેક્ટ સોસ પણ લાવવા માગે છે. તાજેતરમાં યુકેમાં થયેલા એક સર્વેમાં, કેટલાક લોકોએ કહ્યું કે ચિકન ડીપર્સ સાથે ટોમેટો સોસને બેસ્ટ હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ મેયોનેઝને બેસ્ટ કહ્યું હતું.
જો તમે આ જોબ માટે કરવા એપ્લાય માંગો છો, તો તમે https://www.birdseye.co.uk/ પર એપ્લાય કરી શકો છો. આ સિવાય, તમે birdseyeHR@chiefdippingofficer.co.uk પર 250 શબ્દોનો લેટર મોકલી શકો છો જેમાં તમને શા માટે નોકરી પર રાખવામાં આવે છે તે સમજાવી શકો છો. જો કંપનીને તમારો જવાબ પસંદ આવશે તો તમને આ નોકરી મળશે. લેટરરમાં તમે તમારા વિશે અને પરિવાર વિશે તથા તમારા અનુભવ વિશેની માહિતી પણ લખી શકો છો. પસંદગી પામનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે,
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર