એક-બે નહીં અનેક બીમારીઓમાં અકસીર છે બીલીપત્ર અને બીલું, જાણો તેના સરળ પ્રયોગો

News18 Gujarati
Updated: May 17, 2020, 3:24 PM IST
એક-બે નહીં અનેક બીમારીઓમાં અકસીર છે બીલીપત્ર અને બીલું, જાણો તેના સરળ પ્રયોગો
ભગવાન શંકરને ખુશ કરવા શિવભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. ત્રણ પાંદડાં ધરાવતું ત્રિદલપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે.

ભગવાન શંકરને ખુશ કરવા શિવભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. ત્રણ પાંદડાં ધરાવતું ત્રિદલપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે.

  • Share this:
ભગવાન શંકરને ખુશ કરવા શિવભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. ત્રણ પાંદડાં ધરાવતું ત્રિદલપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. સંસ્કૃતમાં બિલ્વપત્ર તરીકે ઓળખાતા આ પાનનો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણું જ મહત્વ છે. આ સાથે આયુર્વેદમાં પણ બીલી પત્ર અને બીલીનાં અનેક ઉપયોગોનો ઉલ્લેખ થયો છે. આવા થોડા ઉપયોગ આજે આપણે જોઇએ.

બિલીપત્રનો ઉપયોગ


  • બીલીના પાનના નિયમિત સેવનથી વધુ પડતા વાત અને કફને કારણે થતા રોગોની તીવ્રતા ઘટે છે.

  • ડાયાબિટીઝના દરદીઓને યુરિનમાં પણ શુગર જતી હોય તેમના માટે પણ એ ગુણકારી મનાયા છે. દરરોજ એક-બે કૂમળાં પાન ચાવી જવામાં આવે અથવા તો ફ્રેશ જૂસ કાઢીને પીવામાં આવે તો ફાયદો થાય છે.

  • રોજ સવારે એક કપ જેટલો રસ બે-ત્રણ મહિના સુધી પીવાનું રાખવું. બીલીના પાન પરસેવો લાવે છે એટલે જો તાવ દરમ્યાન લેવામાં આવે તો પરસેવો વળીને શરીરનું ટેમ્પરેચર નીચું આવે છે.
  • વાતાવરણ બદલાવવા દરમ્યાન આવતા તાવ અને ફ્લુમાં બીલીનાં પાન લેવાથી ફાયદો થાય છે.

  • તાજા પાનના રસમાં ચપટીક કાળાં મરીનું ચૂર્ણ નાખીને સવાર-સાંજ દસ મિલિલિટર જેટલો લેવામાં આવે તો કમળાના તાવ, ઊલટી અને પેટમાં ચૂંકમાં ફરક પડે છે.

  • નાના બાળકોને જો ઝાડા કે કફ થયો હોય તો તેમને પાંદડાંનો અર્ક આપવાથી ફાયદો થાય છે.

  • પાંદડાં વાટીને એની પેસ્ટની પટ્ટી આંખ પર લગાવવાથી કન્જક્ટિવાઇટિસની બળતરા અને લાલાશ ઓછી થાય છે.

  • પડવાથી કે વાગવાથી શરીરનાં અંગ પર સોજો આવ્યો હોય તો તેની ઉપર પણ બીલીનાં પાન લસોટીને કે તેની પેસ્ટ લગાવવાથી ફાયદો થાય છે.


આ પણ વાંચો - લૉકડાઉનમાં એકદમ ઓછી વસ્તુઓથી બનશે ટેસ્ટી અને હેલ્ધી 'બાજરીનાં વડા'

બીલીનું ફળ એટલે કે બીલાના પ્રયોગ

  • બીલુ ખાવાથી કબજિયાત દૂર થાય છે.

  • કાચા ફળની અંદરનો ગર વાટીને શૂળ પર આપવાથી ઉત્તમ ફાયદો થાય છે.

  • પાકા ફળનો ગર્ભ આમલીના રસમાં મેળવીને આપવાથી ઠંડક થાય છે.

  • અર્જીણ થયું હોય ત્યારે પાકા ફળના ગરનું શરબત બનાવીને રોજ સવારે લેવાથી પાચન સુધરે છે.

  • પેટમાં વાયુને કારણે ગડગડાટી થયા કરતી હોય તો બીલાનું ફળ અને ગોળ સાથે ખાવાથી વાયુ નીકળી જાય છે.

  • મોંમા પડેલા છાલા દૂર કરવા માટે બીલુના ગરને પાણીમાં ઉકાળીને પાણી ગાળી લેવું. આ પાણીથી દિવસમાં બે ત્રણવાર કોગળા કરવાથી ફાયદો થાય છે.


આ પણ જુઓ - 
First published: May 17, 2020, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading