વાતાવરણ પલટાને કારણે પડી જતા હોવ બીમાર, તો આ છે તેનું 'એકમાત્ર કારણ'

News18 Gujarati
Updated: March 14, 2019, 5:15 PM IST
વાતાવરણ પલટાને કારણે પડી જતા હોવ બીમાર, તો આ છે તેનું 'એકમાત્ર કારણ'
News18 Gujarati
Updated: March 14, 2019, 5:15 PM IST
વાતાવરણમાં વદલાવના કારણે ઘણી વખત બીમાર પડી જવાય છે. કોઈને તાવ આવે છે તો તેઈને શરદી થઈ જાય છે. જ્યારે કોઈ ઠંડીની સીઝનમાં બીમાર પડો છો, તો ઠંડી પણ સહન નહીં થઈ શકતી.

ઘણાં લોકોની ઈમ્યૂનિટી પણ ઓછી થઈ જાય છે. જેના કારણે તે સીઝન બદલાવા પર વધુ બીમાર પડે છે. તો જાણો આમ બીમાર પડવાનું કારણ શું?

તમારા કપડાના કારણે પણ બીમાર પડી શકો છો.- ઠંડીમાં સાફ કપડા રાખો. બહાર ઉડતી ધૂળ-માટીના કારણે જલદી બીમાર પડી જવાય છે. હાથના મોજા પહેરતા હોવ તો તેને જર્મ-ફ્રી રાખો.

દિવસમાં લગભગ 20 વખત પોતાનો ચહેરો અડતા હોવ અને આવું હાથમોજા પહેરીને કરી રહ્યા હોવ તો આપણા ચહેરા પરની ધૂળ કે માટી મોજા ઉપર લાગે છે. તેથી શ્વાસમાં ઘણાં જર્મ અંદર જાય છે, જે શરીરમાં ઈન્ફેક્શનનું કારમ બને છે.

ઘણી વખત આપણે સ્વેટર પણ ધોયા વગર પહેરીએ છે. જે ખોટું છે. તેમાં ચોંટેલી ધૂળ-માટીના કારણે પણ બીમાર પડી શકો છો.

ફ્લૂનો વાયરસ આપણા કપડા, મોજા અને સ્કાર્ફ પર એકથી બે દિવસ ચોંટેલો રહે છે. તેથી એક વખત તે પહેર્યા બાદ તેને જરૂર ધૂઓ. નહીંતર આ વાયરસ તમારી અંદર જતો રહેશે તો 4 અઠવાડિયા સુધી તમને હેરાન કરી શકો છો.તે સિવાય તમારે તમારા બૂટપણ એન્ટીસેપ્ટિકથી સાફ કરતા રહેવા જોઈએ. જો તમારે આખી સીઝન ફ્લૂ કે શરદીની ફરિયાદ રહેતી હોય તો તે માટે તમારા કપડા એક મોટું કારણ હોઈ શકે છે. પોતાને સાફ રાખો અને કપડાને સમયસર ધોતા રહો.
First published: March 14, 2019
વધુ વાંચો अगली ख़बर