માઈગ્રેનનાં અસહ્ય દુખાવાને દૂર કરશે ભ્રામરી પ્રાણયમ, Videoમાં જુઓ તેની રીત

માઈગ્રેનનાં અસહ્ય દુખાવાને દૂર કરશે ભ્રામરી પ્રાણયમ, Videoમાં જુઓ તેની રીત
માઇગ્રેનનાં કારણે 4 કલાકથી લઇને 3 દિવસ સુધી માથામાં દુખાવો રહી શકે છે.

આ બીમારી ખોટી લાઇફસ્ટાઇલ અને ખોટી ડાયટને કારણે થાય છે.

 • Share this:
  લાઇફસ્ટાઇલ : માઈગ્રેન એક એવી બીમારી છે જેના કારણે માથામાં અસહ્ય દુખાવો થાય છે. માઇગ્રેનનાં કારણે 4 કલાકથી લઇને 3 દિવસ સુધી માથામાં દુખાવો રહી શકે છે. એક અભ્યાસ પ્રમાણે, માઈગ્રેનની સમસ્યા પુરુષો કરતા મહિલાઓને ત્રણ ગણો વધારે થવાની સંભાવના છે. આ બીમારી ખોટી લાઇફસ્ટાઇલને કારણે થાય છે. જેમકે, તણાવ, થાક, ચીડયાપણુ આ ઉપરાંત ખોટા આહારને કારણે પણ માઈગ્રેન થવાની સંભાવના છે. તો આ બીમારીને ભ્રામણી પ્રાણાયમ દ્વારા કંટ્રોલ કરી શકાય છે.

  ભ્રામરી પ્રાણાયમ -ભ્રામરી પ્રાણાયામ ખૂબ અસરકારક છે જે મનને શાંત કરે છે. આનાથી મનને હતશા, ચિંતાઓ અને તણાવ તેમજ ક્રોધથી છૂટકારો મળે છે. એક ખૂબજ સરળતાથી થતી પ્રક્રિયા છે. આ પ્રાણાયમ તમે ક્યાંય પણ કરી શકાય છો. ઘરે કે ઑફિસમાં, તમારા મનને તણાવ રહિત કરવાનો ત્વરિત વિકલ્પ છે. આ શ્વાસની પ્રક્રીયાનું નામ ભારતીય મધમાખીનાં નામ પરથી પાડવામાં આવ્યું છે. આ પ્રણાયમનો બહાર નીકળતો શ્વાસ મધમાખીનાં અવાજ જેવો છે.

  ભ્રામરી પ્રાણાયામનીરીત

  1. શાંત જગ્યા પર આંખો બંધ રાખીને સીધા બેસો.
  2. તમારી પહેલી આંગળીને તમારા કાન પર રાખો. તમારા કાન અને દાઢી વચ્ચે કોમલાસ્થિ છે. તમારી પહેલી આંગળી તમારી કોમલાસ્થિ પર મુકો.
  3. એક ઉંડો શ્વાસ અંદર લો અને જેવો શ્વાસ બહાર કાઢો, તેમ ધીરેથી કોમલાસ્થિ દબાવો. તમે કોમલાસ્થિ દબાવીને રાખી શકો છો અથવા અંદર બહાર દબાવી શકો છો. જ્યારે તમે મોટો અવાજ કાઢતા હોવ મધમાખી જેવો.
  4. પાછો શ્વાસ અંદર લો અને 6થી સાત વાર ફરીથી કરો.
  5. તમારી આંખો થોડી વાર માટે બંધ રાખો. શરીરમા થતી સંવેદનાઓને અને અંદરના શાંતપણને ચકસો.

  તમે ભ્રામરી પ્રાણાયામ તમારા વાસા પર આડા પાડીને અથવા જમણી બાજુ પડખુ ફરીને પણ કરી શકો છો. જ્યારે આડા પડીને પ્રાણાયામ કરો છો, ફક્ત હમિંગ અવાજ જ કરવાનો છે. અને પહેલી આંગળીને કાન પર મુકવાની ચિંતા છોડી દો. તમે દિવસમા 3-4 વખત ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો.

  આ પણ વાંચો : પ્રાણાયામ શું છે? જાણો તે શ્વાસોશ્વાસ કરતા કઇ રીતે અલગ છે
  Published by:Kaushal Pancholi
  First published:February 15, 2020, 14:57 pm

  ટૉપ ન્યૂઝ