Home /News /lifestyle /BF.7 વેરિયન્ટ શરીરના આ અંગો પર કરે છે હુમલો, બચવા માટેના ઉપાયો જાણી લો
BF.7 વેરિયન્ટ શરીરના આ અંગો પર કરે છે હુમલો, બચવા માટેના ઉપાયો જાણી લો
ગળામાં ખારાશ લાગે છે.
BF.7 Variant: ફરી ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જો કે આ પાછળ BF.7 Variant જવાબદાર કહેવામાં આવે છે. ચીન સિવાય પણ અનેક દેશોમાં આ વેરિયેન્ટ જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ આ વેરિયન્ટની એન્ટ્રી થઇ ગઇ છે.
COVID-19 Variants: કોરોના મહામારીની બીજી એક લહેરનો ખતરો વિશ્વ પર મંડાઇ રહ્યો છે. આ વખતે કોરોનાનો ઓમીક્રોન વેરિએન્ટનો એક સબ વેરિએન્ટ BF.7 લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. BF.7 શું છે અને શરીરના કયા અંગોને પ્રભાવિત કરે છે, આ સાથે જ આનાથી કેવી રીતે બચી શકાય એ જાણી લેવું ખૂબ જરૂરી છે. BF.7 કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો જ એક સબ વેરિએન્ટ છે. ચીનમાં કોરોનાના કેસમાં ફરી વધી રહ્યા છે એ પાછળ આ વેરિએન્ટ જવાબદાર છે એમ જાણવા મળી રહ્યું છે. ચીન સિવાય પણ બીજા અનેક દેશોમાં આ વેરિએન્ટ જોવા મળી રહ્યો છે. ભારતમાં આ વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઇ છે.
વધારે ખતરનાક નથી તેમ છતાં ચિંતાનો વિષય
Zeenews અનુસાર BF.7 વેરિએન્ટ વધારે ખતરનાક નથી, પરંતુ આ બીજા વેરિએન્ટ્સની તુલનામાં ઝડપથી ફેલાય છે અને લોકોને સંક્રમિત કરી શકે છે. જો કે ચિંતાની વાત એક એ છે કે જે લોકોએ કોરોના વાયરસની રસી લઇ લીધી છે એમને પણ આ અસર કરી શકે છે.
BF.7 મુખ્યત્વે ઉપરી શ્વસન તંત્ર, નાક, સાઇનસ, ગળામાં, વોઇસ બોક્સ, શ્વાસ નળીને સંક્રમિત કરી શકે છે. આ અંગો પ્રભાવિત થવા પર સામાન્ય શરદી. ટોન્સિલિટિસ, સાઇનસ, ગળામાં ખારાશ, નાકમાંથી પાણી આવવું, માથુ દુખવુ, માંસપેશિઓમાં દુખાવો અને બીજા લક્ષણો મહેસૂસ કરી શકો છો. જો કે આ વાયરસ ક્યારે પણ શ્વસન તંત્રના નીચલા ભાગને સંક્રમિત કરી શકે છે કારણે આનો લોડ વઘારે હોય છે. આ સાથે જ ફેફસાંને પણ સંક્રમિત કરી શકે છે. આના કારણે બ્રોંકાઇટિસ, ન્યૂમોનિયા, ટીબી અને ક્યારેક-ક્યારેક ફ્લૂ પણ થઇ શકે છે.