Home /News /lifestyle /ઠંડીમાં ચહેરા પર લગાવવા માટે બેસ્ટ છે આ 5 ક્રીમ, સવારમાં લગાવશો તો રાત સુધી અસર દેખાશે

ઠંડીમાં ચહેરા પર લગાવવા માટે બેસ્ટ છે આ 5 ક્રીમ, સવારમાં લગાવશો તો રાત સુધી અસર દેખાશે

શીયા બટર સ્કિન માટે ફાયદાકારક છે.

Best winter creams: ઠંડીની સિઝનમાં ખાસ કરીને તમારી સ્કિનનું ધ્યાન અનેક રીતે રાખવુ પડે છે. જો તમે ઠંડીમાં સ્કિનની પ્રોપર રીતે કેર કરતા નથી તો અનેક ઘણું નુકસાન થાય છે અને સાથે સ્કિન ડેમેજ  થવા લાગે છે. તો જાણો તમારા માટે ઠંડીમાં કઇ ક્રીમ્સ બેસ્ટ છે.   

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડી જેમ-જેમ વધતી જાય એમ એની સ્કિન પર પણ વધારે અસર જોવા મળે છે. ઠંડીથી બચવા માટે આપણે શરીર પર અનેક પ્રકારના કપડા પહેરતા હોઇએ છીએ, પરંતુ સ્કિનનું શું? જો કે આ સવાલ દરેક લોકોને મનમાં થતો હોય છે. આમ, જો તમે ઠંડીમાં સ્કિનનું પ્રોપર રીતે ધ્યાન રાખતા નથી તો અનેક ઘણું નુકસાન થાય છે. ઠંડીમાં ખાસ કરીને સ્કિન ફાટી વધારે જાય છે અને સાથે ડ્રાય થઇ જાય છે. તમે આ સમયે સાચી ક્રીમનો ઉપયોગ કરો છો તો સ્કિન મસ્ત થાય છે અને સાથે ડ્રાયનેસ પણ દૂર થઇ જાય છે. તો જાણો આ ક્રીમ વિશે.

    ઓર્ગન ઓઇલ


    તમે એ ટાઇપની ક્રીમ ખરીદો જેમાં ઓર્ગન ઓઇલ હોય. આ તેલમાં વિટામીન ઇ, ઓમેગા 6, એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા અનેક પોષક તત્વો હોય છે. આ કારણે આને લિક્વિડ ગોલ્ડ કહેવામાં આવે છે. ઓર્ગન ઓઇલ બેસ્ટ ક્રીમ, સ્કિનને ડીપ કરીને ગ્લો લાવવાનું કામ કરે છે.

    આ પણ વાંચો:મેક અપ રિમૂવ કરો આ ઘરેલું નુસખાઓથી

    ગ્લિસરીન


    ગ્લિસરીન અનેક તત્વોથી ભરપૂર હોય છે. ગ્લિસરીન એક મોઇસ્યુરાઇઝિંગ ર્પ્રોપટી છે, જે સ્કિનને ઊંડાઇથી ક્લિન કરીને ડ્રાયનેસ ઓછી કરે છે. આ સાથે જ તમારી સ્કિનને કોમળ અને ચમકતી બનાવે છે. આ માટે ઠંડીમાં ક્રીમ અને લોશન એવું ખરીદો જેમાં ગ્લિસરીનનું પ્રમાણ સારું હોય.

    બદામનું તેલ


    વિટામીન ઇ રિચ બદામ તેલ સ્કિન અને વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. તમે બદામના તેલનો રેગ્યુલર ઉપયોગ પણ કરી શકો છો. આ તેલ સ્કિનને હીલ કરવાની સાથે નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે. ઓઇલ બેસ્ડ ક્રીમને કારણે ઠંડીમાં તમારી સ્કિન પર અનેક ઘણો ફાયદો થાય છે. આ માટે તમે જે વસ્તુ લો એમાં બદામનું તેલ છે કે નહીં એ ખાસ ચેક કરી લો.

    આ પણ વાંચો:દહીંનો આ બે રીતે ઉપયોગ કરો અને સ્કિન પર ગ્લો લાવો

    હાયલ્યુરોનિક એસિડ


    હાયલ્યુરોનિક એસિડ તમારી સ્કિનને અંદરથી ગ્લો અને કોમળ બનાવવાનું કામ કરે છે. આ તમને સિમ્પલ લુક આપે છે. આ સાથે જ સ્કિન એજિંગ સાયન્સને દૂર રાખવામાં મદદ કરે છે. માર્કેટમાં તમને સરળતાથી આ ટાઇપના મોઇસ્યુરાઇઝર મળે છે જેમાં હાયલ્યુરોનિક એસિડ હોય.


    શિયા બટર


    તમારી ક્રીમમાં શિયા બટર છે કે નહીં એ ખાસ ચેક કરી લો. શિયા બટર બેસ્ડ ક્રીમ તમારી સ્કિનને રાત સુધી સોફ્ટ રાખવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin care, Winter

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन