Home /News /lifestyle /

5000 રૂ.થી પણ ઓછા બજેટમાં પાર્ટનર સાથે ફરી આવો આ 4 જગ્યાઓ

5000 રૂ.થી પણ ઓછા બજેટમાં પાર્ટનર સાથે ફરી આવો આ 4 જગ્યાઓ

આવો જાણીએ એવી જ જગ્યાઓ વિશે, જ્યાં 2 દિવસના વિકેન્ડમાં 5000રૂ. કરતાં ઓછા બજેટમાં ફરી શકાય છે.

આવો જાણીએ એવી જ જગ્યાઓ વિશે, જ્યાં 2 દિવસના વિકેન્ડમાં 5000રૂ. કરતાં ઓછા બજેટમાં ફરી શકાય છે.

    મુસાફરી એક સુખદ અનુભવ છે. પરંતુ ઘણી વખત પૈસાની તંગીના કારણે ટ્રીપ કેન્સલ કરવી પડે છે. શું તમારે પણ ઓછા બજેટમાં ટ્રીપ કેન્સલ કરવી પડે છે? તો દિલ્લી પાસે એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં 5000રૂ. કરતાં ઓછા બજેટમાં ફરી શકાય છે. આવો જાણીએ એવી જ જગ્યાઓ વિશે, જ્યાં 2 દિવસના વિકેન્ડમાં તમે ફરવાનો પ્લાન કરી શકો છો.

    મૈકલોડ ગંજ: આ સ્થળ દિલ્હીથી 482.5 કિલોમીટર દૂર છે. અહીંના કુદરતી નજારા અને ઝાડ-પાનથી ઢંકાયેલો પહાડ એ પ્રવાસીઓનું મન મોહિત કરે છે. અહીં જો તમે ધર્મકોટમાં રોકાણની યોજના કરો છો તો માત્ર 200 રૂપિયામાં પણ રહેવાની વ્યવસ્થા થઈ જશે અને 300 રૂપિયા સુધીમાં હોટેલમાં પણ રૂમ પણ મળશે.

    કન્યાકુમારી: આ ભારતનો છેડો પણ કહી શકાય છે. દક્ષિણ ભારતની આ જગ્યા અત્યંત સુંદર છે. અહીં સમુદ્ર, પહાડ અને ઠંડી હવાઓ પ્રવાસીઓને એક માદક અનુભવ કરાવે છે. અહીંથી જવાની કોઈને ઈચ્છા જ નથી થતી. અહીં વિવેકાનંદ રોક મેમોરિયલ પર આથમતો સૂર્ય જોવા દેશ વિદેશથી લોકો આવે છે. કન્યાકુમારી મંદિર અને અહીંના લોકલ બજાર પણ ખૂબ જ સરસ છે. અહીં તમે 700 થી 800 રૂપિયાની વચ્ચે ઠીકઠાક હોટેલમાં રૂમ મળી જશે.

    લૅન્સડૌન: આ સ્થાન ઉત્તરાખંડના ગઢવાલ સ્થિત છે. આ દિલ્હીથી માત્ર 250 કિલોમીટર દૂર છે. અહીં જવા માટે તમે કોટદ્વારથી બસથી પણ જઇ શકો છો. ત્યાંથી લૅન્સડૌન લગભગ 50 કિલોમીટર દૂર છે. અહીં की हरियाली, શાંતિ અને પર્વતમાળાઓ તમને એક અલગ દુનિયામાં લઈ જાય છે.

    કસૌલી: દિલ્હીથી કસૌલીની સફર લગભગ 287.2 કિલોમીટર છે. અહીં જવા માટે તમારે લગભગ 1500 રૂપિયા સુધી ખર્ચ કરવા પડશે. લગભગ 800-1000ની વચ્ચે રોકાવાની વ્યવસ્થા થઈ જશે. અહીં શેયર્ડ ટેક્સી પણ સરળતાથી મળી શકે છે. અહીંનું વાતાવરણ અને પહાડીઓ જન્નત જેવી લાગે છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Best weekend picnic spot, Best weekend picnic spot near delhi, Cool places, Lifestyle

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन