Home /News /lifestyle /

ચોમાસામાં બીમાર પડવાથી બચાવશે આ ફળો અને શાકભાજી, રોગ પ્રતિકારક શક્તિ રહેશે ટકાટક

ચોમાસામાં બીમાર પડવાથી બચાવશે આ ફળો અને શાકભાજી, રોગ પ્રતિકારક શક્તિ રહેશે ટકાટક

પ્રતીકાત્મક તસવીર

Immunity boosting tips for monsoon: ચોમાસાની સિઝનમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ સૌથી નબળી હોય છે. જેથી બીમાર પડવાની શક્યતા વધી જાય છે.

નવી દિલ્હી: દેશમાં ચોમાસું (Monsoon 2021) જામવા લાગ્યું છે. જેને લઈને ગરમીથી થોડી રાહત મળી છે. જોકે, ચોમાસું આવતાની સાથે જ બીમારીઓનો વ્યાપ પણ વધવા લાગ્યો છે. ચોમાસામાં અનેક પ્રકારના ઇન્ફેક્શન (Infection) લાગે છે. સીઝનલ ફલૂ, ઉધરસ, શરદી જેવા સામાન્ય જ્યારે કોલેરા, ડેન્ગ્યૂ, મેલેરીયા અને ટાઈફોડ જેવા ગંભીર રોગો (Serious disease during monsoon) પણ થઈ શકે છે. કોરોના કાળમાં આવી બીમારીઓ થાય એટલે તકલીફ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝનમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ (Immunity) સૌથી નબળી હોય છે. જેથી બીમાર પડવાની શક્યતા વધી જાય છે. અલબત્ત, જો આપણે ખાનપાનમાં થોડુંક ધ્યાન આપીએ તો બીમાર પડવાથી બચી શકાય છે. જેથી અહીં ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ રાખવા માટે આપણે ક્યાં શાકભાજી અને ફળનું સેવન કરી શકીએ તે દર્શાવ્યું છે.

1. પ્લમ

ચોમાસામાં પ્લમ ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, ખનિજ અને ફાઇબરનું પ્રમાણ ભરપુર હોય છે. કેલરી પણ ખૂબ ઓછી હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં પણ મદદ મળે છે.

આ પણ વાંચો: અજીબ લવ સ્ટોરી: કુખ્યાતની પત્નીના પ્રેમમાં પાગલ થયો અધિકારીનો પુત્ર, પછી થયા એવા હાલ કે...

2.લીચી

લીચીનું સેવન કરવાથી પાચનક્રિયા ખૂબ સારી રીતે કામ કરે છે. લીચીમાં એન્ટીવાયરલ ગુણ હોય છે. લીચી ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કામ કરે છે. જેથી ચોમાસામાં લીચી ખાવી જોઈએ.

3. સફરજન

દરરોજ એક- એક સફરજન ખાવામાં આવે તો બીમારીઓ દૂર રહેતી હોવાનું માનવામાં આવે છે. સફરજનમાં ડાયટરી ફાઇબર બહોળા પ્રમાણમાં હોય છે. જેના કારણે પાચનક્રિયા સારી રીતે થાય છે. આ ઉપરાંત સફરજનમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ સહિતના તત્વો બીમારીઓ સામે લડે છે.

4.દાડમ

ચોમાસામાં દાડમ ખાવું જ જોઈએ. દાડમમાં બહોળા પ્રમાણમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે ચયાપચન વધારે છે. આટલું જ નહીં, દાડમનું સેવન કરવાથી શરીરમાં લાલરક્ત કણો વધે છે. પરિણામે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

આ પણ વાંચો: અજીબ કિસ્સો: પૈસાની લાલચમાં પતિએ ભાઈ બનીને પત્નીના બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દીધા

5.બીટ

ચોમાસામાં લૂઝ મોશનની ફરિયાદ રહે છે. બીટ પાચનની પ્રક્રિયાને સારી રાખી આવી સમસ્યાઓ દૂર રાખે છે. બીટનું સેવન કરવાથી વજન પણ નિયંત્રિત રહે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. વાળ અને ત્વચા માટે પણ તે ખૂબ ફાયદાકારક છે.

6.કારેલા

કારેલામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જેનાથી કબજિયાત, અલ્સર અને મેલેરિયા જેવી બીમારીઓ દૂર રહે છે. ડાયાબિટીસના દર્દીઓને પણ કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી ચોમાસા દરમિયાન કારેલાનો સમાવેશ ખોરાકમાં કરવો જોઈએ

આ પણ વાંચો: સુરતમાં મહિલા પ્રૉફેસરનો આપઘાત: માતાને નસ કાપી લેવાની ચીમકી આપી ઘર બહાર મોકલી દીધા

7.લીંબુ

લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ભરપૂર હોય છે. જેનાથી ઉધરસ શરદી, ફ્લૂ જેવી બીમારીઓમાં રાહત મળે છે. તમે લીંબુનું સેવન લીંબુ પાણીના રૂપે પણ કરી શકો છો. આ ઉપરાંત અથાણા તરીકે પણ લીંબુ ખાઈ શકો છો. પાણીમાં લીંબુ નાખીને સવારે ખાલી પેટે પીવું સારું છે.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:

Tags: Health Tips, Healthy Foods, Immunity, Lifestyle, Monsoon 2021, આરોગ્ય, ચોમાસુ

આગામી સમાચાર