Home /News /lifestyle /સોલો ટ્રિપની શોખીન છોકરીઓ માટે બેસ્ટ છે આ પ્લેસ, કરી લો એક નજર

સોલો ટ્રિપની શોખીન છોકરીઓ માટે બેસ્ટ છે આ પ્લેસ, કરી લો એક નજર

ગર્લ સોલો ટ્રિપ

Best travel destination for women: છોકરીઓ પણ સોલો ટ્રિપ કરવાની શોખીન હોય છે. જો તમે પણ આ દિવસોમાં સોલો ટ્રિપ વિશે વિચારો છો તો આ આઇડિયા તમારા માટે સૌથી બેસ્ટ છે.

Best travel destination for women: આજની આ ફાસ્ટ લાઇફમાં ફરવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. અનેક લોકો દર મહિનામાં બેથી ત્રણ દિવસ માટે બહાર ફરવા જતા રહેતા હોય છે. ફરવાના શોખીન લોકોની દુનિયા અલગ જ હોય છે. નવી-નવી જગ્યાઓ પર ફરવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. ફરવાની વાત કરવામાં આવે તો હવે છોકરીઓ પણ સોલો ટ્રિપ માટે જતી હોય છે. ઘણી છોકરીઓ વર્ષમાં બે થી ત્રણ વાર સોલો ટ્રિપનું પ્લાનિંગ કરીને ફરવા ઉપડી જાય છે. છોકરીઓને ટ્રાવેલિંગ માટે દેશમાં ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં તેઓ મન મુકીને ફરી શકે છે અને સેપ્ટી માટે પણ કોઇ ચિંતાનો વિષય બનતો નથી. તો જાણી લો તમે પણ એવી જગ્યાઓ વિશે જ્યાં છોકરીઓને એકલા ફરવા જવાની મોજ પડી જાય છે.

નોર્થ ઇસ્ટ ઇન્ડિયા


નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના કેટલાક રાજ્યોમાં સિક્કિમ, ગંગટોકમાં સિંધલા નેશનલ પાર્ક, કંચનજંગામાં નેશનલ પાર્ક અને યુમથાંગ વૈલીને એક્સપ્લોર કરી શકે છે. આ જગ્યાઓ ફરવા માટે સૌથી બેસ્ટ છે. સોલો ટ્રિપની આ જગ્યાઓ તમારું મન મોહી લે છે. આ સિવાય તમે મેઘાલયની રાજધાની શિલોન્ગમાં એલિફન્ટ ફોલ્સ, લેડી હૈદરી પાર્ક અને બોસ્કો મ્યૂઝિયમની સફર પણ માણી શકો છો.

આ પણ વાંચો:  આ રીતે ઘરે કરો હેર સ્પા

હિમાચલ


માઉન્ટેન ટ્રાવેલિંગના તમે શોખીન છો હિમાલય તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ખીરગંગા ટ્રેકથી લઇને પિન પાર્વતી પાસ, મણિકર્ણ, તીર્થાટન વેલીની સાથે-સાથે મનાલીમાં રોહતાંગ પાસ, સોલાંગ વેલી, કાલકા-શિમલા રેલવેમાં તમે મુસાફરી કરીને આ જગ્યાનો મસ્ત આનંદ લઇ શકો છો. સ્પીતિ વેલીમાં તમે રિવર રાફ્ટિંગ, બાઇક અને ટ્રેકિંગની મજા પણ માણી શકો છો.

રાજસ્થાન


ઐતિહાસિક ઇમારતો માટે જાણીતું રાજસ્થાન પણ સોલો ટ્રિપ માટે બેસ્ટ છે. રાજસ્થાનમાં તમે જયપૂર, જેસલમેર, નાથમલની હવેલી, કિલ્લાઓ જોઇ શકો છો. જો તમને ઐતિહાસિક વસ્તુઓ જોવાનો અને વાંચવાનો શોખ છે તો આ તમારા માટે એક બેસ્ટ પ્લેસ છે.

આ પણ વાંચો: પેટ સાફ કરવા માટે ત્રિફળા પાઉડર ખાઓ છો?

ઉત્તરાખંડ


પર્વતોમાં તમે એકલા ફરવા ઇચ્છો છો તો ઉત્તરાખંડનો પ્રોગ્રામ પણ તમે બનાવી શકો છો. ઋષિકેશ ફરવા માટેની એક મસ્ત જગ્યા છે, જ્યાં તમે અનેક એક્ટિવિટી પણ કરી શકો છો. આ એક્ટિવિટી તમારી લાઇફટાઇમની મેમરીમાં સચવાઇ જાય છે. આ સાથે તમે નૈનીતાલની ટુર પણ કરી શકો છો.
First published:

Tags: Girls, Solo Trip, Travel tourism, Travelling

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો