Monsoon Destinations in Rajasthan: ચોમાસાનો આનંદ માણવા રાજસ્થાનના આ 5 ટુરિસ્ટ પ્લેસની લો મુલાકાત
Monsoon Destinations in Rajasthan: ચોમાસાનો આનંદ માણવા રાજસ્થાનના આ 5 ટુરિસ્ટ પ્લેસની લો મુલાકાત
ચોમાસાનો આનંદ માણવા રાજસ્થાનના આ 5 ટુરિસ્ટ પ્લેસની લો મુલાકાત
Best Tourist Destinations in Rajasthan for Monsoon: વરસાદી સિઝનના આગમન સાથે તેમાં હજુ વધારો થવાની સંભાવના છે. આ સિઝનમાં લોકો એવી જગ્યાએ ફરવાનું પસંદ કરે છે, જ્યાં પૂર, ભૂસ્ખલન અથવા હવામાન સંબંધિત અન્ય જોખમો ન હોય. રાજસ્થાન વરસાદમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો તમારી યાત્રાને યાદગાર બનાવશે.
Best Tourist Destinations in Rajasthan for Monsoon: ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસાના આગમનની સાથે જ પર્યટન સ્થળ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. વરસાદી સિઝનના આગમન સાથે તેમાં હજુ વધારો થવાની સંભાવના છે. આ સિઝનમાં લોકો એવી જગ્યાએ ફરવાનું પસંદ કરે છે, જ્યાં પૂર, ભૂસ્ખલન અથવા હવામાન સંબંધિત અન્ય જોખમો ન હોય. રાજસ્થાન વરસાદમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો તમારી યાત્રાને યાદગાર બનાવશે.
ચોમાસા માટે રાજસ્થાનમાં 5 બેસ્ટ ફરવા લાયક સ્થળો (5 Best Tourist Destinations in Rajasthan for Monsoon)
1. જાલોર (Jalore)
સ્વર્ણગિરી પર્વતોની તળેટીમાં આવેલું જાલોર 'ગ્રેનાઈટ અને ભવ્યતાનું શહેર' તરીકે ઓળખાય છે. ચોમાસાની ઋતુમાં શહેરની અરવલ્લી પર્વતમાળાઓ મોહક લાગે છે. પહાડો અને હરિયાળીથી ભરેલું આ શહેર તેના ઐતિહાસિક કિલ્લાઓ માટે પ્રખ્યાત છે. જાલોરનો કિલ્લો, આર્ટિલરી, સુંધા માતા મંદિર, મલિક શાહની મસ્જિદ, સિરી મંદિર સહિત અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે. જોધપુરથી તમે રોડ માર્ગે 2-3 કલાકમાં જાલોર પહોંચી શકો છો.
રાજસ્થાનના પર્યટન સ્થળનો ઉલ્લેખ કરતી વખતે માઉન્ટ આબુનું નામ જીભ પર ન આવે તેવું બને જ નહીં. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પ્રવાસીઓના સૌથી પ્રિય સ્થળોમાંનું એક છે. વરસાદમાં આ ડેસ્ટિનેશન બેસ્ટ છે. નક્કી તળાવ તેના વાદળી પાણી અને સ્વચ્છ વાતાવરણ સાથે ચોમાસામાં ખૂબ જ રોમેન્ટિક લાગે છે. માઉન્ટ આબુમાં નક્કી લેક, ગુરુ શિખર, ટોડ રોક વ્યુ પોઈન્ટ, માઉન્ટ આબુ અભયારણ્ય, દિલવારા જૈન મંદિર સહિત ઘણા મહાન સ્થળો છે. ઉદયપુરથી રોડ કે રેલ્વે માર્ગે માઉન્ટ આબુ પહોંચી શકાય છે.
3 ઉદયપુર (Udaipur)
ઉદયપુર વરસાદની મોસમમાં ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે. ફતેહ સાગર તળાવના મનમોહક નજારા અને પ્રકૃતિના સૌંદર્ય સાથે, આ શહેર વરસાદમાં ભીંજાઈને આકર્ષક લાગે છે. શહેરમાં જોવાલાયક ઘણા સ્થળો છે, જેમાં ઉદયપુર સિટી પેલેસ, લેક પેલેસ, જગ મંદિર, મોનસૂન પેલેસ, ફતેહ સાગર તળાવ, પિચોલા તળાવનો સમાવેશ થાય છે. નવી દિલ્હીથી રેલ્વે અને રોડ માર્ગે ઉદયપુર પહોંચી શકાય છે. તમે હવાઈ માર્ગે પણ ઉદયપુર જઈ શકો છો.
4. પુષ્કર (Pushkar)
રાજસ્થાનના સૌથી લોકપ્રિય સ્થળમાંનું એક સુંદર શહેર પુષ્કર છે. વરસાદની મોસમમાં અહીંનું વાતાવરણ સરસ બની જાય છે અને તમે સફરનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો. તમે આ શહેરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. અહીંના મુખ્ય આકર્ષણોમાં પુષ્કર તળાવ, ભગવાન બ્રહ્મા મંદિર, સાવિત્રી મંદિર, રંગજી મંદિરનો સમાવેશ થાય છે. પુષ્કર રેલ ટર્મિનસ અજમેર રેલ્વે સ્ટેશન સાથે જોડાયેલ છે. તેનું સૌથી નજીકનું એરપોર્ટ જયપુર છે, જે 146 કિમીના અંતરે છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલું ઝાલાવાડ શહેર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ભરેલું જીવંત સ્થળ છે. ઝાલાવાડનું લીલુંછમ લેન્ડસ્કેપ લાલ ખડકોથી ઘેરાયેલું છે, જે વરસાદથી ધોવાઈ ગયા પછી જોવાલાયક લાગે છે. નારંગીના બગીચા અને લાલ ખસખસના ખેતરો તેને રાજસ્થાનમાં ચોમાસાના મનોહર સ્થળોમાંનું એક બનાવે છે. તેના મુખ્ય આકર્ષણોમાં ઝાલાવાડનો કિલ્લો, ગાગરોનો કિલ્લો, કોલવી ગુફાઓ, ચંદ્રભાગા મંદિર, ઝાલરાપાટન, દ્વારકાધીશ મંદિર, હર્બલ ગાર્ડન વગેરે છે. તમે લગભગ 7 કલાકમાં જયપુરથી ઝાલાવાડ પહોંચી શકો છો.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર