Home /News /lifestyle /નથી વધતી બાળકની હાઇટ? તો પેરેન્ટ્સ ખાસ ફોલો કરે આ ટિપ્સ, મહિનામાં જ રિઝલ્ટ મળી જશે

નથી વધતી બાળકની હાઇટ? તો પેરેન્ટ્સ ખાસ ફોલો કરે આ ટિપ્સ, મહિનામાં જ રિઝલ્ટ મળી જશે

બાળકોની હાઇટ વધારો

Increase child height: તમારા બાળકની હાઇટ બહુ ઓછી છે તો આ ટિપ્સ તમારા માટે ખાસ કામની છે. તમે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો છો તો બાળકની હાઇટ વધવા લાગે છે અને સાથે હેલ્થને પણ અનેક ફાયદાઓ થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં બાળકોની હાઇટ ઉંમર કરતા બહુ ઓછી હોય છે. ઉંમર વધે છે પરંતુ જોઇએ એ પ્રમાણમાં હાઇટ ના વધવાને કારણે અનેક પેરેન્ટ્સ ચિંતામાં રહેતા હોય છે. પેરેન્ટ્સને સતત મનમાં એક જ થતું હોય છે કે, મારા બાળકની હાઇટ કેમ વધતી નથી. બાળકોની હાઇટ ના વધવાને કારણે પેરેન્ટ્સના મનમાં અનેક ઘણાં પ્રશ્નો થતા હોય છે. શારિરિક વિકાસને કારણે ઘણી વાર બાળકોની હાઇટ વધતી હોતી નથી. બાળકોની હાઇટ ના વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં મુખ્ય કારણ પોષક તત્વોની ઉણપ અને ખોટી લાઇફ સ્ટાઇલ હોય છે. આમ, પેરેન્ટ્સ બાળકોના રૂટીનમાં આ ફેરફારો કરે છે તો એમની હાઇટ વધવા લાગે છે અને સાથે માનસિક વિકાસ પણ સારો થાય છે. તો જાણી લો તમે પણ એવી કેટલીક ટિપ્સ વિશે જે તમારા બાળકની હાઇટની વધારવામાં ઉપયોગી થાય છે.

    દરરોજ યોગ કરાવો


    બાળકોના સારા શરીર માટે યોગ જરૂરી છે. આજના મોટાભાગના બાળકો જંકફૂડ ખાવાના બહુ શોખીન હોય છે. જંકફુડ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે જેના કારણે હાઇટ વધવામાં તકલીફ થાય છે. આ માટે બાળકોને તમે રોજ યોગા કરાવો. આ માટે તમે બાળકોને પાર્કમાં લઇ જઇને પણ યોગા કરાવી શકો છો.

    આ પણ વાંચો: બી12ની ઉણપથી શરીરના આ અંગો નથી કરતા કામ!

    ભરપૂર ઊંઘ લેવાની આદત પાડો


    ઘણાં બાળકો બહુ જ ઊંઘ ઓછી લેતા હોય છે. ઓછી ઊંઘ બાળકોના સ્વાસ્થ્ય પર અનેક રીતે અસર કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે બાળકોની ઓછી ઊંઘ પણ એમની હાઇટ પર અસર કરતી હોય છે. આમ, જો તમારું બાળક ઓછી ઊંઘ લે છે તો તમે સાથે રહીને એને ઊંઘાડવાની આદત પાડો. પૂરી ઊંઘ લેવાથી બાળકોની હાઇટ વધે છે. આ માટે બાળકોની દિવસ દરમિયાન 10 થી 12 કલાકની ઊંધ હોવી જરૂરી છે.

    પોષણ યુક્ત આહાર ખવડાવો


    તમારા બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોવાને કારણે પણ હાઇટ વધતી અટકી જાય છે. આ માટે તમે બાળકોને એવો આહાર ખવડાવો જે પોષક તત્વોથી ભરપૂર હોય. આ ટાઇપનો આહાર તમારા બાળકની હાઇટ વધારવામાં મદદરૂપ બને છે. આ માટે તમે બાળકોને ચણા, મગ જેવા કઠોળ પણ ડાયટમાં એડ કરો.

    આ પણ વાંચો: અચાનક તાવ આવે ત્યારે કઇ દવા લેવી જોઇએ?

    આઉટડોર એક્ટિવિટી કરાવો


    હંમેશા બાળકોને આઉટડોર એક્ટિવિટી કરાવવાની આદત પાડો. આજના આ સમયમાં મોટાભાગના બાળકો મોબાઇલ, ટીવી જોવામાં વ્યસ્ત રહેતા હોય છે. ટીવી અને મોબાઇલ જોવાને કારણે બાળકોનો માનસિક અને શારિરિક વિકાસ અટકી જાય છે. આમ, જો તમે બાળકોને આઉટડોર એક્ટિવિટી એટલે કે બાસ્કેટબોલ, ફુટબોલ, સાયકલ, દોરડા..જેવી અનેક રમતો રમાડો. આમ કરવાથી બાળકોની હાઇટમાં વધારો થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Child, Health Tips, Increase Height

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन