Home /News /lifestyle /Kitchen tips: ઓછી મહેનતે ફટાફટ તમારું રસોડું થઇ જશે ચોખ્ખું, આ રીતે કરો CLEAN
Kitchen tips: ઓછી મહેનતે ફટાફટ તમારું રસોડું થઇ જશે ચોખ્ખું, આ રીતે કરો CLEAN
કિચન ટિપ્સ
Kitchen tips: તમે વર્કિંગ વુમન છો અને તમારા રસોડામાં રહેલી વસ્તુઓને ફટાફટ ક્લિન કરવી છે તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. આ ટિપ્સથી તમે કિચન ક્લિન કરશો તો જરા પણ થાક લાગશે નહીં અને તમે રિલેક્સ ફિલ કરશો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોઇ પણ વર્કિંગ વુમન્સ માટે ઘર, કિચન અને ઓફિસ..એમ આ ત્રણેય વસ્તુઓનું હેન્ડલિંગ કરવું એ અઘરી વાત છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો ઓફિસથી ઘરે આવ્યા પછી રસોઇ તો તરત બની જાય છે એમાં કંટાળો ઓછો આવે છે પરંતુ એ પછી કિચનને સાફ કરવું એ સૌથી મોટી માથાકૂટનું કામ છે. આખા દિવસના થાકેલા હોઇએ અને એમાં ઘરે આવીને રસોઇ અને પછી કિચન સાફ કરવું એ અઘરું પડે છે. એવામાં આપણે કિચનમાં ઘણી બધી જગ્યાને ક્લિન કરતા નથી અને પછી એ ગંદી થઇ જાય છે. આમ, જ્યારે તમારે રજા હોય અને તમારે ઝડપથી કિચન સાફ કરવું છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ટિપ્સથી તમારું કિચન ઓછી મહેનતે ચકચકાટ થઇ જશે અને ગંદુ પણ લાગશે નહિં.
સિંક સાફ કરો
સિંકમાં રોજ વાસણો ધોવાને કારણે એમાં ગંદકી જલદી થઇ જાય છે. આ ગંદકીને ફટાફટ દૂર કરવા માટે તમે ખાવાનો સોડા અને પાણી લો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરો અને પછી આનાથી સિંકને સાફ કરો. આમ સિંક સાફ કરવાથી ઓછી મહેનતમાં તરત જ ચોખ્ખું થઇ જશે.
રસોડામાં લાગેલી ટાઇલ્સને આપણે રોજ ક્લિન કરતા નથી. આ માટે તમે જ્યારે પણ ફ્રી થાવો ત્યારે એક બોટલમાં સિરકા અને બેકિંગ સોડા નાંખો અને પછી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડુ આ મિશ્રણ લઇને બ્રશની મદદથી ટાઇલ્સ સાફ કરો. આમ કરવાથી ટાઇલ્સ એકદમ ક્લિન થઇ જશે અને તમારું રસોડું પણ મસ્ત લાગશે.
કાચના વાસણોની ચોખ્ખાઇ રાખવી ખૂબ જરૂરી છે. આ માટે તમે કોઇ કાગળ અથવા તો પેપરનો ઉપયોગ કરી શકો છો. કાચના વાસણ સાફ કરવા માટે તમે એક બોટલમાં થોડુ પાણી અને સિરકો મિક્સ કરો. પછી આ સ્પ્રે બોટલમાં ભરી લો અને કાચના વાસણ પર સ્પ્રે કરો. ત્યારબાદ કાગળથી લૂંછી લો. આમ કરવાથી તમારા કાચના વાસણ એકદમ ક્લિન થઇ જશે અને પછી કોઇ મહેમાનને આપશો તો એ ખરાબ પણ લાગશે નહિં. આ માટે કાચના વાસણોની યોગ્ય સમયે સફાઇ કરવી ખૂબ જરૂરી છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર