પત્ની, ગર્લફ્રેન્ડ કે કોઈ પણ મિત્રને ગિફ્ટમાં શું આપી શકાય તેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

ઘણી વખત કોઈ ખાસ વ્યક્તિને શું ગિફ્ય આપવું તે વિચારીને ક્નફ્યૂઝ થી જવાય છે. તો ગિફ્ટમાં શું આપી શકાય તેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

ઘણી વખત કોઈ ખાસ વ્યક્તિને શું ગિફ્ય આપવું તે વિચારીને ક્નફ્યૂઝ થી જવાય છે. તો ગિફ્ટમાં શું આપી શકાય તેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

 • Share this:
  ફોટો ફ્રેમમાં યાદોની સજાવટ કરો:
  કોઈ મિત્રને આપવા માટે, આના કરતાં વધારે સારી કોઈ ભેટ નથી. તેઓ તેમની યાદોને ફોટો આલ્બમમાં સાચવી શકે છે. કોલાજ પણ બનાવી શકે છે. તે વધારે સમય પણ નહીં લે. થોડી રચનાત્મકતા સાથે, તમે આ ભેટ દ્વારા તેમની દિવાલ પર કાયમ માટેની યાદગીરી લગાવી શકો છો. તમે ફોટો કેલેન્ડર પણ બનાવી શકો છો, જેમાં તેના પ્રિય ફોટા કસ્ટમાઇઝ કરી શકાય છે. આ માટે, ઓનલાઇન શોધશો, તો પણ ઘણા વિકલ્પો મળશે.

  ફ્રેન્ડશિપ બેન્ડનો ટ્રેન્ડ:
  શાળાના દિવસો દરમિયાન, લગભગ બધા લોકો તેમના મિત્રો માટે ફ્રેન્ડશિપ બેન્ડ લેતા હતા. તો તે આનંદભર્યા દિવસોને ફરી જીવંત કેમ ન કરી શકો! બજારમાંથી આવા બેન્ડ ખરીદો અથવા ઘરે પણ થોડોક સમય કાઢી ઝડપથી કંઈક નવું બનાવી શકાય.

  સ્પા વાઉચર:
  જો કોઈ મિત્ર નોકરી કરતો હોય, તો સ્પા વાઉચર આપવું એ શ્રેષ્ઠ ભેટ હોઈ શકે છે. તેના ઘરની આસપાસ શ્રેષ્ઠ સ્પા શોધી લો. તેનું વાઉચર ખરીદો અને મિત્રને આપો. આ તેને ફક્ત તેને તમારી નજીક જ નહીં લાવે, પરંતુ સ્પામાં એક દિવસ વિતાવવો તેને તાજગીથી ભરી દેશે.  પત્ર લખો:
  તે થોડો સમય લેશે પરંતુ તમારી ભેટ હંમેશા તમારા મિત્રને હંમેશા યાદ રહેશે. એક સુંદર પત્ર લખો, જેમાં તમે સાથે વિતાવેલી પ્રેમથી ભરેલી ક્ષણોનો ઉલ્લેખ કરો. તમે ઇચ્છો, તો રમુજી ચિત્ર પણ બનાવી શકો છો. તેને એક પારદર્શક જારમાં ભરી, તેને રિબન, ફૂલો વગેરેથી સજાવો અને મિત્રનો દરવાજો ખખડાવો.

  2 રૂ.નો બેકિંગ સોડા અપાવશે 2000રૂ.ના ફેશિયલ જેવો નિખાર

  શરદી મટાડવા માટે અકિસર છે આ ચીજ

  બાળકોને ખવડાવો આયર્નથી ભરપૂર પાલક-મકાઈની ટીક્કીથી બનેલા ટેસ્ટી બર્ગર

  મૂવી ટિકિટ:
  જો લાંબા સમયથી તમારા મિત્રને કોઈ ખાસ મૂવી જોવાની ઇચ્છા હોય, તો આ તક ઝડપી લો. મૂવીની ટિકિટ આપો, તમે ઇચ્છો તો તેની સાથે પણ જઇ શકો છો. ફિલ્મની વચ્ચે પોપકોર્ન ટ્રિટ આપવાનું ભૂલશો નહીં. ઠીક છે, આ દિવસ તેમની સાથે વિતાવવા કરતા વધુ સારી કોઈ ભેટ નથી.
  Published by:Bansari Shah
  First published: