Home /News /lifestyle /જલદી સાવ સસ્તાં અને સારા કપડાંની ખરીદી કરી લો અહિંયાથી, પૈસા બચી જશે

જલદી સાવ સસ્તાં અને સારા કપડાંની ખરીદી કરી લો અહિંયાથી, પૈસા બચી જશે

આ જગ્યાએથી કરો સસ્તામાં શોપિંગ

Street Shopping: તમે લગ્નની શોપિંગ સારી અને સસ્તી કરવા ઇચ્છો છો તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. આ જગ્યા પર તમને કપડાંની સાથે-સાથે જ્વેલરી પણ મળી રહે છે. તો કરો તમે પણ અહિંયાથી ભરપૂર શોપિંગ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લગ્નની સિઝન ફરીથી શરૂ થશે ત્યાં અનેક લોકો હાલમાં ફુલ તૈયારીઓ કરી રહ્યા છે. જે લોકોના લગ્ન હોય એ લોકો અનેક મહિનાઓ પહેલા ખરીદી કરવાની શરૂ કરી દેતા હોય છે. લોકો જાતજાતના બજારોમાં ફરી-ફરીને ખરીદી કરતા હોય છે. લગ્ન માટે દુલ્હનને લહેંગાની ખરીદી કરવી હોય કે પછી ચણીયાચોળીની. આ બધી વસ્તુઓ લેવા માટે લોકો માર્કેટમાં અનેક પડાપડી કરતા હોય છે. આમ, જો તમે પણ લગ્નની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમારી માટે એક મસ્ત ઓપ્શન લાવ્યા છીએ. આ જગ્યાઓ પર તમને કપડા સસ્તા અને સારા મળશે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને અનેક પ્રકારના ઓપ્શન મળી રહે છે. તો જાણી લો તમે પણ દિલ્હીની એવી જગ્યાઓ વિશે જ્યાં તમને ખરીદી કરવાની બહુ જ મજા આવશે.

    ચાંદની ચોક બજાર


    દિલ્હીના સૌથી જૂનાં બજારમાંથી એક છે ચાંદની ચોક. ચાંદની ચોકનું બજાર ખરીદી માટે સૌથી બેસ્ટ છે. આ જગ્યા પર દુલ્હનને ખરીદી માટે અનેક પ્રકારના ઓપ્શન મળી રહે છે. આ જગ્યા પર તમને કપડાની ખરીદીમાં ભાવમાં પણ ફરક પડે છે.

    આ પણ વાંચો:થોડું કામ કરો અને થાકી જાઓ છો?

    કરોલ બાગ બજાર


    લગ્નમાં યુનિક ખરીદી કરવી હોય તો કરોલ બાગ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. કરોલ બાગમાં તમને કપડાની અનેક પ્રકારની વેરાયટી મળી રહે છે. કારોલ બાગમાં તમને મોંઘા અને સસ્તા એમ બે ટાઇપના કપડા મળી રહે છે.

    લાજપત નાગર બજાર


    લાજપત નાગર બજાર લગ્નની શોપિંગ માટે અનેક લોકોના બજેટમાં આવી જાય છે. અહિંયા તમને સ્ટાઇલીશ કપડાની સાથે-સાથે જ્વેલરી પણ મળી જાય છે. આ બજારમાં તમને અનેક પ્રકારની વેરાયટી મળી રહે છે.

    આ પણ વાંચો: બાળકોને આ રીતે ખવડાવો સાબુદાણા

    લક્ષ્મી નગર બજાર


    લગ્નની શોપિંગ માટે આ બજાર બહુ ફેમસ છે. લહેંગાની સાથે તમને અહિંયા અનેક પ્રકારની બીજી વસ્તુઓ લેવા માટે ઓપ્શન પણ મળી રહે છે. આ બજારમાં તમને અનેક પ્રકારના ચંપલની વેરાયટી પણ મળી રહે છે. આમ, જો તમે લગ્નની શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો આ બજાર તમારા માટે સૌથી બેસ્ટ છે. તમે અહિંયા શોપિંગ કરવા જાવો છો તો તમને સસ્તું અને સારું પડે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: દિલ્હી, ફેશન, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन