Home /News /lifestyle /

ગરદનનાં દુખાવાને કારણે ઉંધવામાં થઈ રહી છે પરેશાની? તો ટ્રાય કરો આ સ્લીપિંગ પોઝીશન, દુખાવા વિના આવશે ઉંધ

ગરદનનાં દુખાવાને કારણે ઉંધવામાં થઈ રહી છે પરેશાની? તો ટ્રાય કરો આ સ્લીપિંગ પોઝીશન, દુખાવા વિના આવશે ઉંધ

ગરદનનો દુખાવો (પ્રતિકાત્મક તસવીર)

Tips to get rid of Neck Pain Issue: યોગ્ય સ્થિતિમાં સૂવાથી અને યોગ્ય ઓશીકું પસંદ કરવાથી તમારી ગરદનના દુખાવામાં રાહત મળી શકે છે અને દુખાવો થવાની શક્યતા ઘટી જાય છે. ચાલો જાણીએ કે જ્યારે ગરદનમાં દુખાવો થાય છે ત્યારે યોગ્ય ઊંઘની સ્થિતિ અને અન્ય બાબતો વિશે.

વધુ જુઓ ...
  તંદુરસ્ત જીવનશૈલી માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે દિવસમાં ઓછામાં ઓછા સાત કલાકની ઉંધ લેવી જોઈએ. તેનાથી તમે એનર્જેટિક અને તાજગી અનુભવશો. જો કે ઘણા લોકોને ગરદનના દુખાવાની સમસ્યા હોય છે, જેના કારણે તેઓ યોગ્ય રીતે સૂઈ શકતા નથી અને તેના કારણે લોકોને તણાવ અને અન્ય ઘણી બીમારીઓ થઈ શકે છે. ગરદનનો દુખાવો વધારવામાં ઘણી વસ્તુઓ મહત્વની ભૂમિકા ભજવે છે.

  પછી ભલે તે તમારી ઊંઘવાની રીતની હોય કે ઓશીકું આ બધી બાબતો તમારી ગરદનના દુખાવામાં વધારો કરી શકે છે અને તમે ઊંઘીને ઉઠ્યા પછી તીવ્ર પીડા અનુભવી શકો છો. આ સિવાય તેનાથી થાક અને હાડકામાં દુખાવો પણ થઈ શકે છે. યોગ્ય સ્થિતિમાં સૂવાથી અને યોગ્ય ઓશીકું પસંદ કરવાથી તમારી ગરદનના દુખાવામાં રાહત મળી શકે છે અને દુખાવો થવાની શક્યતા ઘટી જાય છે. ચાલો જાણીએ કે જ્યારે ગરદનમાં દુખાવો થાય છે ત્યારે યોગ્ય ઊંઘની સ્થિતિ અને અન્ય બાબતો વિશે.

  ગરદનના દુખાવા માટે સ્લિપિંગ પોઝિશન (Best Sleeping Position in Neck Pain)

  1. પીઠ પર સૂવું

  તમારી પીઠ પર સૂવાથી તમારી કરોડરજ્જુની કુદરતી રચના જાળવવામાં મદદ મળે છે. આ સ્થિતિમાં તમારી ગરદન પર કોઈ વધારાનું દબાણ પડતું નથી. પડખામાં સૂતી વખતે તમે પાતળા ઓશીકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે માથાની સ્થિતિમાં વધુ ફેરફારની જરૂર નથી. સર્વાઇકલ પીલો અથવા મેમરી ફોમ ઓશીકું વાપરવાથી તમારા માથા અથવા ગરદનને ટેકો આપવામાં મદદ મળી શકે છે. જો તમને નિયમિતપણે નસકોરાં આવે છે અથવા તમને સ્લીપિંગ એપનિયામાં તકલીફ છે, તો તમે તમારી પીઠને બદલે તમારા પડખેથી સૂવાનો પ્રયાસ કરવો જોઈએ.

  2. પડખે ઉંધવું

  તમારા પડખા બાજુથી સૂવાથી પણ તમારી ગરદનમાં જકડાવાની કે દુખાવાની સમસ્યા થતી નથી. આ માટે તમે થોડા ઊંચા ઓશીકાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ બાબતનુ ધ્યાન રાખો કે તમારું ઓશીકું તમારા કાનને તમારા ખભા તરફ રાખે. જો આ બાબતનુ ધ્યાન ન રાખવામાં આવે તો સમસ્યામાં વધારો થઈ શકે છે.

  આ પણ વાંચો-Hair fall: વાળ ખરવાની તકલીફથી કંટાળી ગયા? પુરુષો અજમાવી શકે છે આ 6 અસરકારક Hair growth ટિપ્સ

  3. પેટ પર ઉંધા સૂવાનું ટાળો

  જો તમે ગરદનના દુખાવાથી પરેશાન છો, તો તમારા પેટ પર ઉંધા સૂવાનું ટાળો. આ સ્થિતિમાં સૂવાથી કલાકો સુધી તમારું માથું એક જ તરફ રહે છે અને તેના કારણે ગરદન અને કમરના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત આવુ કરવાથી ગરદન પર વધારાનો તણાવ પણ આવે છે.

  4. સીધા ઉંધવાનું

  ઘણા લોકોને સીધા સૂવાથી અથવા નમીને સૂવાથી કમર અને ગરદન બંનેના દુખાવાથી રાહત મેળવે છે. આ સ્થિતિ સગર્ભા સ્ત્રીઓમાં સામાન્ય છે. ઉદાહરણ તરીકે ગરદનના દુખાવામાં તમે તમારી ગરદનને ટેકો આપવા માટે એક અથવા બે ઓશિકાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ઓશિકાને એવી સ્થિતિમાં ન રાખો કે જેમાં તમારીવ ગરદન ઓશિકાને બદલે નીચે રહે.

  આ પણ વાંચો-જાણો, કેટલું સુરક્ષિત છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, શું કોઇ આડઅસરો થઇ શકે છે?

  આ બાબતોનુ રાખો ધ્યાન

  -આ સિવાય ગરદનના દુખાવામાં પાતળા ઓશીકાનો ઉપયોગ કરો. આ તમારી ગરદન અને કરોડરજ્જુને સૂતી વખતે પણ તેમની કુદરતી સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે. તે ગરદન અને માથા વચ્ચે યોગ્ય સ્થિતિ જાળવવામાં મદદ કરે છે.
  -જેટલુ બને તેટલું યોગ્ય સ્થિતિમાં બેસવાનો પ્રયાસ કરો. આ માટે તમે બેસતી વખતે ગરદન પાસે ઓશીકું રાખી શકો છો.
  -લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાને બદલે દર અડધા કલાકે તમારી પોઝિશન બદલતા રહો.
  -તમારા કમ્પ્યુટર મોનિટરને આંખના સ્તર પર રાખો જેથી તમારી ગરદન પર તણાવ ન આવે.
  -ગરદનનાં દુખાવાની સમસ્યામાં તમારે નિયમિતપણે સ્ટ્રેચિંગ અને કસરત કરવી જોઈએ
  -ખભા પર વધારે વજનદાર બેગ લઈને ન ચાલો.
  -ફોનને આંખો નીચે ન રાખો. નહિંતર તમારે તમારી ગરદનને લાંબા સમય સુધી નીચે ઝુકાવી રાખવાની જરૂર પડશે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Heath Tips, Neck Pain, Sleeping Position, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन