Home /News /lifestyle /શરીરના આ અંગો પર સ્પર્શ કરીને પછી રાખો રિલેશન, પાર્ટનર એક જ સેકન્ડમાં તૈયાર થઇ જશે

શરીરના આ અંગો પર સ્પર્શ કરીને પછી રાખો રિલેશન, પાર્ટનર એક જ સેકન્ડમાં તૈયાર થઇ જશે

રિલેશન રાખતા પહેલાં અહિંયા કરો સ્પર્શ

Relationship tips: રિલેશન રાખતા પહેલા તમારા રૂમનું અને તમે રોમેન્ટિક થાવો એ ખૂબ જરૂરી છે. પહેલાં તમે રોમેન્ટિક થતા નથી અને શરૂઆત રિલેશન રાખવાથી કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ ભૂલ તમને મોટી રીતે ભારે પડી શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લગ્ન પછી રિલેશન રાખવામાં અનેક લોકોને તકલીફ થતી હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે રિલેશન રાખતી વખતે પણ નાની-નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો તમે આ ધ્યાન રાખતા નથી તો લગ્ન જીવનમાં અનેક ઘણી તકલીફો પડવા લાગે છે. રિલેશન રાખતા પહેલા રોમેન્ટિક વાતાવરણ બનાવવું ખૂબ જરૂરી છે. આ માટે પાર્ટનરને પહેલાં આ માટે ખુશ રાખવું જરૂરી છે. જો તમે શરૂઆત જ રિલેશન રાખવાથી કરો છો તો એમાં ક્યારેક ઝઘડો પણ થઇ શકે છે. આ માટે રિલેશન રાખતા પહેલાંનું વાતાવરણ રોમેન્ટિક બનાવવું ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ શરીરના એવા અંગો વિશે જે ટચ કરવાથી રોમેન્ટિક વાતાવરણ થાય છે.

    આ પણ વાંચો: આ ટિપ્સથી 50 ટકા જેટલું લાઇટ બીલ ઓછુ થઇ જશે

    કાનની બુટ


    એક વાત તમને જણાવી દઇએ કાનની બુટ તમારા રૂમને અને તમને રોમેન્ટિક બનાવી દે છે. આ માટે તમે જ્યારે પણ બેડમાં એક સાથે થાવો ત્યારે ખાસ કરીને કાનની બુટથી શરૂઆત કરો. આ માટે તમે કાનની બુટને સ્પર્શ કરો અને પછી ધીમે-ધીમે આગળ વધો. આમ કરવાથી વ્યક્તિ રોમેન્ટિક થાય છે અને સાથે રિલેશન રાખવા માટે પણ તૈયાર થઇ જાય છે.

    પગની આંગળીઓ


    રોમેન્ટિક વાતાવરણ બનાવવા માટે અને રિલેશન રાખતા પહેલાં તમે એકબીજાની પગની આંગળીઓ ટચ કરો. આ ફિલિંગ જોરદાર હોય છે. પગની આંગળીઓ તમને રિલેશન રાખવા માટે ખુશ કરે છે. આ સાથે જ તમે તમારા પાર્ટનરને પગની આંગળીનો સ્પર્શ કરો અને પછી ત્યાં હળવો હાથ ફેરવો. આમ કરવાથી પાર્ટનર રિલેશન રાખવા માટે જલદી તૈયાર થઇ જાય છે.

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ફુલેલી અને ક્રિસ્પી પુરી

    બ્રેસ્ટ ટચ કરો


    ક્યારે પણ પાર્ટનર સાથે ડાયરેક્ટ રિલેશન રાખશો નહીં. આ માટે તમે બ્રેસ્ટ પર પણ હાથ ફેરવી શકો છો. બ્રેસ્ટ પર હાથ ફેરવવાથી પાર્ટનર ખુશ થાય છે અને સાથે-સાથે રૂમનું વાતાવરણ પણ રોમેન્ટિક બનતું જાય છે. બ્રેસ્ટ શરીરનું એક એવું અંગ જ્યાં પાર્ટનરના હાથ ફેરવવાથી પોતાની વ્યક્તિ  ફિલિંગ કંઇક અલગ જ આવે છે.


    આ બાબતોનું ખાસ ધ્યાન રાખો


    જ્યારે તમારી ઇચ્છા રિલેશન રાખવાની થાય છે ત્યારે ખાસ એ જાણી લો કે તમારો પાર્ટનર મુડ છે કે નહીં. આ સાથે જો એ બહુ થાકી ગયા હોય તો પણ તમારે રિલેશન રાખવા માટે ફોર્સ કરવો જોઇએ નહીં.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Relationship

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन