Home /News /lifestyle /Parenting Tips: પેરેન્ટ્સની આ 4 ભૂલોથી બાળકનો સ્વભાવ થઇ જાય છે ખરાબ અને પડી જાય છે એકલું

Parenting Tips: પેરેન્ટ્સની આ 4 ભૂલોથી બાળકનો સ્વભાવ થઇ જાય છે ખરાબ અને પડી જાય છે એકલું

બાળકો સાથે આવું વર્તન ના કરો

Parenting Tips: દરેકે પેરેન્ટ્સ માટે પોતાનું બાળક ખાસ હોય છે. આ વાત સાચી છે પરંતુ આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક પેરેન્ટ્સ બાળકો સાથે એવું વર્તન કરી બેસે છે જેના કારણે બાળક સમય જતા ચીડિયું બની જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ જનરેશન બહુ જ ફાસ્ટ છે. આજના આ ફાસ્ટ યુગમાં બાળકોનું અનેક રીતે ધ્યાન રાખવું પડે છે. દરેક પેરેન્ટસ ઇચ્છે છે કે એમના બાળકનું એ પૂરતું ધ્યાન રાખે અને સાથે સમજણ પણ સારી આપે. આ માટે બાળકોને નાનપણથી અનેક બાબતો શિખવાડમાં આવે છે. આ સાથે જ હંમેશા પેરેન્ટસ એવી કોશિશો કરે છે કે બાળકનું વર્તન ઘરમાં અને બહાર એમ બન્ને જગ્યાએ સારું હોય, પરંતુ એવામાં પેરેન્ટ્સ ઘણી વાર એવી ભૂલો કરી બેસે છે જેના કારણે બાળકો પર ખરાબ અસર પડે છે અને બાળક પેરેન્ટ્સથી દૂર જવા લાગે છે. દરેક પેરેન્ટ્સની ઇચ્છા હોય છે કે એમનું બાળક સમજદાર અને હોંશિયાર બને. જો તમે પણ આવું વિચારો તો પેરેન્ટ્સ તરીકે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

    આ પણ વાંચો: મીણબત્તીથી આ રીતે ફાટેલી એડીઓ કોમળ કરી દો

    વધારે ગુસ્સો ના કરો


    માતા-પિતાને લાગે છે કે એમનું બાળક ખોટુ કામ કરી રહ્યું છે તો એ જલદી જ ગુસ્સે થઇ જાય છે અને બોલવા લાગે છે. પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યુ છે કે આનાથી બાળક પર શું અસર થાય છે? તમને લાગે છે કે ગુસ્સો કરવાથી બાળક સમજી જશે પરંતુ બાળકો પર વધારે ગુસ્સો કરવાથી એ જિદ્દી થઇ જાય છે.

    માર મારવો


    ઘણાં પેરેન્ટ્સ પોતાના બાળકોને નાની-નાની વાતમાં માર મારતા હોય છે. આમ કરવાથી બાળકોનો માનસિક વિકાસ અટકી જાય છે જેના કારણે બાળક ખુલીને વાત કરી શકતુ નથી અને સાથે સ્વભાવ પણ ખરાબ થતો જાય છે. બાળક જે બાળપણમાં શીખે છે એ જ મોટું થઇને કરે છે.

    આ પણ વાંચો: શિયાળામાં ખજૂર ખાવાના 5 મોટા ફાયદાઓ

    જબરજસ્તી કરવી


    ક્યારે પણ તમે તમારા બાળક સાથે જબરજસ્તી કરશો નહીં. આમ કરવાથી બાળક જિદ્દી અને દિવસેને દિવસે બગડતુ જાય છે. કોઇ પણ બાળક પર તમે જ્યારે જબરજસ્તી કરો છો ત્યારે એ ચિડીયો બની જાય છે અને વ્યવહારમાં પરિવર્તન આવવા લાગે છે. આ સાથે જ બાળકના મગજ પર ખરાબ અસર પડે છે.


    ખરાબ વર્તન


    પેરેન્ટ્સ પોતાની વ્યસ્ત લાઇફથી કંટાળીને બાળકો સાથે ખરાબ વર્તન કરતા હોય છે. તમારા આ ટાઇપનું વર્તન બાળકોના સ્વભાવને ખરાબ કરવાનું કામ કરે છે. આ માટે હંમેશા બાળકો સાથે સારું વર્તન કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Children, Life style, Parents

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन