દિવસભર ઓફિસમાં રહેશે ફૂલ એનર્જિ બસ ફોલો કરો આ ટિપ્સ
Best Morning Habits: સવારે ઉઠતાની સાથે જો અમુક આદતો પાળવામાં આવે તો સમગ્ર દિવસ દરમ્યાન તાજગીનો અનુભવ થાય છે. આજે અહી આપણે એવી 5 આદતો વિશે ચર્ચા કરીશું જેને જો સવારથી ફોલો કરવામાં આવે તો તો દિવસભર એનર્જિનો અનુભવ થશે.
આપણે સૌ જાણીએ છીએ કે જો સવારની શરૂઆત સારી રહે તો આખો દિવસ સારો જાય છે. આ જ કારણ છે કે તમારી સવારની દિનચર્યા સ્વસ્થ હોવી જોઈએ. ઘણીવાર આપણને એવું લાગે છે સવારે ભરપૂર નાસ્તો અને રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ ઓફિસ કે કામ કાજની જગ્યાએ સુસ્તી જણાય છે, આના કારણે જ આપણે આપણી સવારની એક્ટિવિટીનું યોગ્ય પ્લાનિંગ કરીઉ શકતા નથી અને આખો દિવસ આપનો ખોરવાય જાય છે..
રોજ સવારે કરો આ 5 કામ
સવારની દિનચર્યામાં આવી જ કેટલીક આદતો સામેલ કરવી જોઈએ જેથી શરીરની એનર્જિ દિવસભર જળવાઈ રહે અને થાક ન લાગે. આમ કરવાથી આળસ તો દૂર થશે જ, પરંતુ મેટબોલિઝમ અને પાચન પણ બરાબર થશે. ચાલો જાણીએ આ સારી આદતો વિશે.
સવારે ઊંઘમાંથી જાગવાનો સમય નક્કી કરો, જો તમે દરરોજ એક જ સમયે જાગશો તો તમારું શરીરનું ચક્ર જળવાઈ રહેશે. જો તમે તેને બદલી શકો છો તો મન પરેશાન થઈ શકે છે.
2. એક ગ્લાસ પાણીથી શરૂઆત
સવારે ઉઠ્યા પછી પાણી પીવાની આદત બનાવો, આનાથી ન માત્ર શરીર હાઇડ્રેટ રહે છે, પરંતુ આંતરડાની ગતિમાં પણ સમસ્યા નથી થતી અને દિવસભર પેટમાં ગેસની સમસ્યા પણ નથી થતી.
3. બ્રેકફાસ્ટમાં પ્રોટીનને કરો સામેલ
સવારે ઓઇલી ખોરાક ખાવાને બદલે સ્વસ્થ આહાર લેવાનો પ્રયાસ કરો. સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર ખોરાક લો, કારણ કે તે એનર્જિનો બેસ્ટ સોર્સ છે, જેથી તમે દિવસભર થાક અનુભવશો નહીં.
4. મોર્નિંગ વોક કરો
સવારે ઉઠ્યા પછી તરત જ ઓફિસ જવાની ઉતાવળ ન કરો, એવી રીતે પ્લાન કરો કે ઊંઘમાંથી ઉઠ્યા પછી તમારે લગભગ 20 થી 30 મિનિટ ચાલવું અથવા જોગ કરવું જોઈએ. આનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધશે જે સ્વાસ્થ્ય માટે સારું છે.
ઘણા લોકોને સવારે ઊઠીને તરત જ ચા પીવાની આદત હોય છે જે સ્વાસ્થય માટે હાનિકારક સબીઓટ થાય છે. આમ કરવાથી પેટ સબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. માટે આદત પણ છોડવી પડશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર