Home /News /lifestyle /ડુંગળી સસ્તી હોય ત્યારે આ રીતે કરો Store, બારે મહિના રહેશે ફ્રેશ અને નહીં થાય ખરાબ

ડુંગળી સસ્તી હોય ત્યારે આ રીતે કરો Store, બારે મહિના રહેશે ફ્રેશ અને નહીં થાય ખરાબ

આ રીતે ડુંગળીને સ્ટોર કરો

onion store tips: અનેક લોકોના ઘરમાં ડુંગળીનો વપરાશ બહુ વધારે થતો હોય છે. ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે. આ સાથે જ ઘણાં લોકો એવા હોય છે જે ડુંગળીને ઘરમાં સ્ટોર કરતા હોય છે. જો તમે પણ સ્ટોર કરો છો તો વાંચી લો આ ટિપ્સ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગના લોકોના રસોડામાં ડુંગળી જોવા મળતી હોય છે. ડુંગળી વગર શાકનો સ્વાદ અધૂરો રહે છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. પંજાબી શાક હોય કે ગુજરાતી..જે શાકમાં ડુંગળી આવે એ શાકનો ટેસ્ટ બમણો થઇ જાય છે. પંજાબી શાક ડુંગળીની ગ્રેવી વગર ખાવાની મજા ઘણાં બધા લોકોને નથી આવતી હોતી. અનેક પંજાબી શાકમાં ડુંગળી-લસણની ગ્રેવી આવતી હોય છે. ડુંગળી અને બટાકા આ બન્ને એવા શાક છે જે તમે કોઇ પણ પ્રકારના શાકમાં એડ કરો છો તો એનો સ્વાદ વધી જાય છે.

    આમ, જો વાત કરીએ તો ઘણાં લોકો ડુંગળી એક સાથે ઘરમાં લાવતા હોય છે. ડુંગળી જ્યારે સસ્તી થાય ત્યારે અનેક લોકો સ્ટોર કરતા હોય છે. પરંતુ આ વિશે લોકોની ફરિયાદ હોય છે ડુંગળી ઘણી વાર બગડી જાય છે. આમ, જો તમારા ઘરે પણ આવું થાય છે તો નોંધી લો આ ટિપ્સ...

    આ પણ વાંચો: શરીર પરના જૂનામાં જૂના નિશાન થઇ જશે છૂમંતર

    સુકા સ્થાન પર રાખો


    તમે જે જગ્યાએ ડુંગળીને મુકો છો એમાં ખાસ કરીને એ ધ્યાન રાખો કે એ જગ્યા ભેજવાળી ના હોય. આ માટે હંમેશા સુકી જગ્યા પર ડુંગળી રાખો. આ સાથે જ જ્યાં ફ્રેશ હવા આવતી હોય ત્યાં ડુંગળી રાખો. આવી રીતે તમે ફ્રેશ હવામાં ડુંગળી રાખશો તો એ બગડશ નહીં.

    40 થી 50 ડિગ્રી તાપમાનમાં રાખો


    ડુંગળીને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માટે એની ઠંડી જગ્યામાં મુકો. જો તમે વધારે પ્રમાણમાં ડુંગળીને સ્ટોર કરવા ઇચ્છો છો તો ઓછામાં ઓછું 40 થી 50 ડિગ્રી તાપમાનની આસપાસ રાખો. ડુંગળી રાખવા માટેનું આઇડલ તાપમાન છે. આનાથી નીચે તાપમાન જાય તો ડુંગળી સડવા લાગે છે.

    આ પણ વાંચો: કિડનીમાં પથરી છે?

    નાયલોન સ્ટોકિંગ્સમાં સ્ટોર કરો


    તમે ડુંગળીને નાયલોન સ્ટોકિંગ્સમાં સ્ટોર કરો છો તો સૌથી બેસ્ટ છે. આમ કરવાથી ડુંગળી લાંબો સમય સુધી ટકી રહે છે. આ માટે સૌથી પહેલા ડુંગળી લો અને પછી એને સુકવી લો. સુકાઇ જાય પછી નાયલોન સ્ટોકિંગ્સમાં સ્ટોર કરી લો. આમ કરવાથી ડુંગળી લાંબો સમય સુધી એવીને એવી જ રહેશે.


    આમ, જો તમારા ઘરમાં ડુંગળીનો વધારે વપરાશ ના હોય તો તમે થોડી-થોડી લાવો અને ખાઓ છો તો બેસ્ટ ઓપ્શ છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Onion

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन