કમ્પ્યુટર પર કામ કરતા કરતા થાકી ગઈ છે આંખો, તો કરો આ કામ, તરત જ મળશે આરામ

આંખના દર્દના ઘરગથ્થું ઉપાય - Image Credit : Shutterstock

લાંબા સમય સુધી કમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરવાથી આંખોને થાક લાગે તે સ્વાભાવિક છે. થાકેલી આંખો સાથે કામ કરવું ખુબ જ મુશ્કેલ છે. ત્યારે તમે આંખોનો થાક દૂર કરવા કેટલાક ઘરેલુ નુસખા અપનાવી શકો છો.

  • Share this:
નવી દિલ્હી : કોરોનકાળમાં વર્ક ફ્રોમ હોમનું ક્લચર થઇ ગયું છે. એટલું જ નહીં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થઓ પણ ઘરે બેઠા જ કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા ઓનલાઇન ક્લાસ કરે છે. ત્યારે લાંબા સમય સુધી કમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરવાથી આંખોને થાક લાગે તે સ્વાભાવિક છે. થાકેલી આંખો સાથે કામ કરવું ખુબ જ મુશ્કેલ છે. ત્યારે તમે આંખોનો થાક દૂર કરવા કેટલાક ઘરેલુ નુસખા અપનાવી શકો છો.

આ ઘરેલુ નુસખા આંખોનો થાક પણ દૂર કરશે, સાથે જ આંખોની આસપાસની ત્વચાને પણ ફ્રેશ રાખવાનું કામ કરશે. અહીં આપણે જાણીશું કે થોડી જ મિનિટોમાં કેવી રીતે આપણે આંખોને તરોતાજા બનાવી શકીએ છીએ.

1. ઠંડા પાણીથી આંખો ધોવી

સતત વધુ કલાકો સુધી સ્ક્રીન પર કામ કરવાથી આંખોમાં દુખાવો અને બળતરા થઇ શકે છે. ત્યારે આંખોનો દુખાવો અને બળતરા દૂર કરવા માટે તમે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. ઉનાળાના દિવસોમાં કામ વચ્ચે થોડો બ્રેક લો અને આંખો પર ફ્રીજનું ઠંડુ પાણી છાંટો. આબુ કરવાથી સ્ટ્રેસ અને આંખોની બળતરા ઓછી થશે.

આ પણ વાંચો - કઈ રીતે પક્ષીઓ દિશા શોધી શકે છે, પક્ષી Earth Magnetic Fieldનો ઉપયોગ કેવી રીતે કરે છે

2. તુલસી અને ફુદીનો

આંખોનો થાક દૂર કરવા માટે તમે તુલસી અને ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તુલસી અને ફુદીનાના પાનને આખી રાત પાણીમાં રાખો અને બીજા દિવસે આ પાણીમાં કોટન પલાળીને આંખો પર મુકો. આવું કરવાથી આંખોનો થાક દૂર થશે અને ત્વચા પણ સ્ટ્રેસ ફ્રી થશે.

આ પણ વાંચો - ગુજરાતમાં લગાવો ઇ-ચાર્જિંગ સ્ટેશન, થશે શાનદાર કમાણી, સરકાર આપી રહી 10 લાખ રૂપિયાની સબસિડી, જાણો બધુ જ

3. ગુલાબ જળ

આંખોનો થાક અને બળતરા દૂર કરવા માટે ગુલાબ જળનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે એક વાટકીમાં પાણી લો અને તેમાં ગુલાબ જળ ઉમેરો. ત્યારબાદ કોટન અથવા સુતરાઉ કાપડ તેમાં નાંખીને તેને આંખો પર મુકો. તેને 5 મિનિટ બાદ હટાવી લો. તમે દિવસમાં ત્રણથી ચાર વખત આવું કરી શકો છો. જેનાથી આંખોની બળતરા અને થકાં ગાયબ થઇ જશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: