Home /News /lifestyle /લવિંગની આ પોટલી સુંધવાથી માથાના દુખાવામાંથી તરત થઇ જાય છે રાહત, જાણો ઉપાયો

લવિંગની આ પોટલી સુંધવાથી માથાના દુખાવામાંથી તરત થઇ જાય છે રાહત, જાણો ઉપાયો

માથું દુખે ત્યારે આ ઘરેલું ઉપાયો અજમાવો

home remedies for headache: ઘણાં લોકોને રેગ્યુલર માથું દુખતું હોય છે. માથું જ્યારે પણ દુખવા લાગે ત્યારે વ્યક્તિને કંઇ પણ કરવાની ઇચ્છા થતી નથી અને દિવસ ખરાબ જાય છે. માથાના દુખાવામાંથી રાહત મેળવવા તમે દવા લો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સતત લેપટોપમાં અને મોબાઇલ કામ કરવાને કારણે અનેક લોકોને સતત માથું દુખ્યાની ફરિયાદ હોય છે. ઘણી વાર માથું એટલું બધુ દુખાવા આવે છે જેના કારણે બીજા કોઇ કામમાં મન લાગતું નથી અને દરેક વસ્તુથી ઇરિટેશન થવા લાગે છે. માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે રોજ દવા લેવી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રોજ તમે પેઇન કિલર લો છો તો તમારી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે જરૂરી છે કે માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે કોઇ ઘરેલું ઉપચાર કરો. ઘરેલું ઉપચારથી તમને માથાના દુખાવામાંથી રાહત મળે છે અને બીજી કોઇ આડઅસર પણ થતી નથી. તો જાણો તમે પણ આ ઘરેલું ઉપાયો વિશે..

    એક્યુપ્રેશર


    એક્યુપ્રેશરી મદદથી તમે માથાના દુખાવામાંથી રાહત મેળવી શકો છો. આ માટે તમે હથેળીની સામે તરફ લઇ જાવો. ત્યારબાદ એક હાથથી બીજા અંગુઠા અને ઇન્ડેક્સ ફિંગરની સાથે હળવા હાથેથી મસાજ કરો. 4-5 મિનિટ આ પક્રિયા કરો. આનાથી તમારા માથાના દુખાવામાંથી રાહત થઇ જશે અને તમે રિલેક્સ ફિલ  કરશો.

    આ પણ વાંચો: નાના રાઇના દાણામાં છે પહાડ જેવા ફાયદાઓ

    પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પી લો


    ગરમ પાણીમાં તમે લીંબુનો રસ નિચોવીને મિક્સ કરીને પી લો છો તો માથાના દુખાવામાંથી રાહત થાય છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણી લો. ત્યારબાદ એમાં એક લીંબુનો રસ મિક્સ કરો અને આ બન્ને વસ્તુને ચમચીથી હલાવીને આ પાણી પી લો. આનાથી તમને રાહત થઇ જશે. જો તમને ગેસને કારણે માથું દુખે છે તો તમારા માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે.

    લવિંગ


    લવિંગનો ઉપયોગ કરીને પણ તમે માથાના દુખાવામાંથી રાહત મેળવી શકો છો. આ માટે તમે લવિંગને તવી પર ગરમ કરી લો. ત્યારબાદ આ ગરમ કરેલા લવિંગને રૂમાલમાં બાંધી લો. પછી આની પોટલી બાંધીને સુંધો. આમ કરવાથી તમને માથાના દુખાવામાંથી રાહત મળી જશે. લવિંગનો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે.

    આ પણ વાંચો: આ કારણે ફ્રિજમાં થાય છે બ્લેક ફંગસ

    સફરજન ખાઓ


    તમને જાણીને નવાઇ લાગશે કે તમને જ્યારે માથું દુખે છે અને તમે સફરજન ખાઓ છો તો તમને રાહત થાય છે. આ માટે તમે સફરજન પર મીઠું નાંખીને ખાઓ. આમ કરવાથી દુખાવામાંથી રાહત થશે અને તમારો દિવસ પણ સારો જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Headache, Home Remedies, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन