Home /News /lifestyle /ગરબા રમ્યાં પછી પગની સ્કિન પર આ રીતે લગાવો બટાકાનો રસ, ચંપલથી પડેલા ડાધા અને કાળાશ બધુ જતું રહેશે

ગરબા રમ્યાં પછી પગની સ્કિન પર આ રીતે લગાવો બટાકાનો રસ, ચંપલથી પડેલા ડાધા અને કાળાશ બધુ જતું રહેશે

ગરબા રમ્યા પછી પગની કાળજી રાખો

Foot care tips: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી પગની હાલત બહુ જ ખરાબ થાય છે. પગની સ્કિન પર કાળા ડાધા ધબ્બા પડી જાય છે જે દેખાવમાં બહુ ખરાબ લાગે છે. આ માટે જરૂરી છે કે તમે નવરાત્રીમાં ગરબા રમ્યા પછી પગની કાળજી રાખો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરાની ખૂબસુરતીની સાથે-સાથે શરીરના બીજા અંગોની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. હાથ, પગ ગંદા હોય તો તમારી પર્સનાલિટી બહુ ખરાબ પડે છે. આ માટે જરૂરી છે કે તમે ચહેરાની સાથે-સાથે તમારા હાથ-પગની સ્કિન પર પણ ધ્યાન આપો. તમારા પગ સુંદર હોય છે તો તમે વન પીસ, શોર્ટ્સ જેવા કપડાં પહેરો છો તો તમારી પર બહુ મસ્ત લાગે છે, પરંતુ જો તમારા પગની તમે કાળજી રાખતા નથી આ કપડા તમારા પર શોભતા નથી અને પહેર્યા પછી બહુ ખરાબ લાગે છે. ટેનને કારણે પગ પર કાળા ધબ્બા પડી જતા હોય છે.

    આ સાથે પગમાં ચંપલ પહેરવાની જગ્યાએ પણ કાળા ડાઘ પડી જતા હોય છે જે બહુ ખરાબ લાગે છે. આ સાથે જ નવરાત્રીમાં ગરબા રમ્યા પછી પગની સ્કિન બહુ ખરાબ થઇ જાય ત્યારે તમે આ બે ઘરેલું નુસ્ખાઓથી પગની સુંદરતામાં વધારો કરી દો.

    આ પણ વાંચો: બાળકોને આ ફુડ્સ ખવડાવશો ઉતરી જશે ચશ્માના નંબર

    સંતરાની છાલ


    સંતરાની છાલ સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે સૌથી પહેલા સંતરાની છાલ કાઢી લો અને એને તડકામાં સુકવી દો. તડકામાં બરાબર સુકાઇ જાય પછી મિક્સરમાં નાંખીને પાવડર બનાવી લો. હવે  પાવડરને એક વાટકીમાં લઇ લો અને એમાં જરૂર મુજબ દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.

    આ પણ વાંચો: અસ્થમાના દર્દીઓ આ 3 વસ્તુઓ દૂધમાં મિક્સ કરીને પીવો

    હવે આ પેસ્ટ તમારા પગ પર લગાવો અને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ 10 મિનિટ રહેવા દો અને પછી પાણીથી ધોઇ લો. આ ઉપાયથી તમારા પગની સ્કિન ગોરી થાય છે અને સાથે કાળા ડાધા ધબ્બા નિકળી જાય છે.

    બટાકાનો રસ


    ઘણાં લોકો બટાકાની સ્લાઇસ આંખો પર મુકીને ઠંડક અનુભવતા હોય છે. આમ, જો વાત કરીએ તો નવરાત્રીમાં ગરબા રમી-રમીને પગની સ્કિન બહુ ખરાબ થઇ જાય છે ત્યારે તમારા માટે બટાકાનો રસ સૌથી બેસ્ટ છે.



    આ માટે તમે બે બટાકા લો અને એનો મિક્સરમાં રસ કાઢી લો. આ રસને લગભગ 10 થી 15 મિનિટ સુધી પગમાં લગાવેલો રાખો અને પછી હુંફાળા ગરમ પાણીથી પગ ધોઇ લો. આમ કરવાથી પગની સ્કિન મોઇસ્યુરાઇઝ થાય છે. રોજ તમે પગની સ્કિન પર આ રસ લગાવો છો તો મસ્ત રિઝલ્ટ બે દિવસમાં જ મળી જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन