Home /News /lifestyle /બાળકોને પીવડાવો આ રસ અને માત્ર 3 દિવસમાં મેળવો શરદી-ઉધરમાંથી રાહત

બાળકોને પીવડાવો આ રસ અને માત્ર 3 દિવસમાં મેળવો શરદી-ઉધરમાંથી રાહત

શરદી-ઉધરસમાંથી રાહત મેળવો

cough and cold home remedies: શિયાળામાં ખાસ કરીને બાળકોથી લઇને મોટા એમ દરેક લોકો શરદી-ખાંસીની ઝપેટમાં આવતા હોય છે. શિયાળામાં બાળકોને શરદી, ઉધરસ વધારે પ્રમાણમાં થાય છે જેના કારણે અનેક રીતે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શિયાળામાં ખાસ કરીને નાના બાળકોથી લઇને મોટા એમ દરેક લોકો શરદી-ઉધરસની ઝપેટમાં આવી જતા હોય છે. ખાસ કરીને બાળકોને વધારે પ્રમાણમાં શરદી ઉધરસ થઇ જતી હોય છે. આ માટે શિયાળામાં બાળકોને ખાસ કરીને લીલા શાકભાજી, ખાટાં ફળો તેમજ જરૂરી પોષક તત્વોવાળા ખોરાક ખવડાવો જેથી કરીને ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય. આ સિઝનમાં ઇમ્યુનિટી નબળી પડે તો બાળક જલદી બીમાર પડી જાય છે. આમ, જો તમે બાળકોને શરદી-ઉધરમાંથી રાહત મેળવવા માટે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો સૌથી બેસ્ટ છે. આ ઘરેલું ઉપાયોથી શરદી-ખાંસીમાંથી રાહત થઇ જશે અને સાથે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય.

    આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઇએ મૂળા

    • શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ તમે તમારા બાળકોને હળદર દૂધ આપવાનું શરૂ કરી દો. હળદૂર દૂધ પીવાથી ઉધરસમાંથી રાહત થઇ જાય છે અને સાથે ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. તમે તમારા બાળકોને રોજ હળદરવાળુ દૂધ પીવડાવો છો તો શરદીનો કોઠો ઓછો થઇ જાય છે.

    • શિયાળામાં બાળકને શરદી-ઉધરસ થાય ત્યારે તમે આદુનો રસ આપો. આદુમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. આ માટે તમે આદુના કટકા કરીને મિક્સરમાં રસ કાઢી લો. ત્યારબાદ આ રસમાં સંચળ અને હળદર નાંખો. પછી બે ટીપાં ઘી નાંખીને હલાવી દો અને બાળકને પીવડાવો. આ રસ બાળકને પીવડાવો છો તો ઉધરસમાંથી રાહત થઇ જાય છે. આ રસ મોટા લોકો પણ પી શકે છે.


    આ પણ વાંચો: જાણો લવિંગનો ઉપયોગ કઇ બીમારીમાં કેવી રીતે કરવો



      • શરદી-ઉધરસમાંથી છૂટકારો મેળવવા માટે તમે ગોળ અને આદુનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે આદુનો અને ગોળનો રસ કાઢી લો. બે ચમચી આ રસ બાળકને પીવડાવો. આ રસ તમે બાળકને સતત ત્રણ દિવસ પીવડાવશો તો ઉઘરસમાંથી રાહત થઇ જશે. ગોળમાં રહેલા ગુણો જલદી જ ઉધરસમાંથી રાહત અપાવવાનું કામ કરે છે.






    • શરદી, ઉઘરસ અને તાવમાંથી રાહત મેળવવા માટે તજ, કાળામરી અને મધનો ઉપયોગ કરી શકો છો. આ માટે તજ અને કાળા મરીનો પાવડર કરી લો. આ પાવડરને મધમાં નાંખો અને મિક્સ કરીને પછી જીભ પર મુકી દો. આમ કરવાથી રાહત થઇ જશે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Cough, Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन