Home /News /lifestyle /

રોજિંદા જીવનમાં અપનાવો આ 3 સામાન્ય આદતો, કેન્સર રહેશે તમારાથી દૂર

રોજિંદા જીવનમાં અપનાવો આ 3 સામાન્ય આદતો, કેન્સર રહેશે તમારાથી દૂર

best habits to prevent cancer (Image: Canva)

Cancer health tips: કેન્સર એક એવી બીમારી છે કે જેનો ઈલાજ કરવો એ ન બરાબર છે. આમ જોવા જઈએ તો કેન્સરથી દૂર રહેવા માટે આપની લાઈફ સ્ટાઈલમાં જ બદલાવ કરવો પડે છે. ખોટા ખાન-પાન અને ખરાબ આદતોથી દૂર રહેવામાજ ભલાઇ છે. આજે અહી આપણે એવી 5 આદતો વિશે જાણીશું કે જેને રૂટીનમાં શામેલ કરવાથી કેન્સર થવાના જોખમને ઓછું કરી શકાય છે.

વધુ જુઓ ...
    Best habits to prevent cancer: ભાગ-દૌડ ભરી લાઇફસ્ટાઇલમાં લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે ઘણા બેદરકાર થતાં જાય છે. ખાવા પીવાની ખરાબ આદતો અને અવ્યવસ્થિત રૂટિનને કારણે લીવર, કિડની અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓનો શિકાર થઈ જાય છે. અને જો તેમાં પણ ગંભીરતા દાખવવામાં ન આવે તો તે કેન્સરનું રૂપ પણ લઈ લે છે. કેન્સર એક એવી બીમારી છે કે જેનો ઈલાજ કરવો એ ન બરાબર છે. આમ જોવા જઈએ તો કેન્સર (Cancer) થી દૂર રહેવા માટે આપની લાઈફ સ્ટાઈલમાં જ બદલાવ કરવો પડે છે. ખોટા ખાન-પાન અને ખરાબ આદતોથી દૂર રહેવામા જ ભલાઇ છે. આજે અહી આપણે એવી 3 આદતો વિશે જાણીશું કે જેને રૂટીનમાં શામેલ કરવાથી કેન્સર થવાના જોખમને ઓછું કરી શકાય છે.

    એક્ટિવ રહો


    દિવસ દરમ્યાન એક્ટિવ રહીવું એ ન માત્ર કેન્સર પરંતુ દરેક નાની-મોટી બીમારીઓને શરીરથી દૂર રાખે છે અને દિવસ ભાર તાજગીનો અનુભવ કરાવે છે. આપણે ગમે તેવું હેલ્થી ફૂડ ખાતા હોઈએ છીએ પરંતુ તેને ફાયદાઓ ત્યારે જ થાય છે જ્યારે તેને આપણે પચાવવા માટે આપણે એક્ટિવ રહેતા હોઈએ.

    આ પણ વાંચો: Diabetes Diet: જાણો આ 10 પ્રકારના નાસ્તા જે ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન

    એક્ટિવ રહેવા માટે કોઈ ને કોઈને શારીરિક પ્રવૃતિ જરરૂર કરવી જોઈએ. તમે સવાર સાંજ મોર્નિંગ વોક પર પણ જય શકો છો. કોઈ પણ હળવી કસરતોનો રૂટિનમાં સમાવેશ કરી શકો છો.

    આલ્કોહોલ તેમજ નશીલા પદાર્થોથી બનાવો દૂરી


    નશીલા પદાર્થોનું સેવન કરવાથી પણ કેન્સર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે તમાકુ, ગુટકા જેવા પદાર્થોનું સેવન એ કેન્સરનું મુખ્ય કારણ છે. આવી આદતો ધરાવતા લોકો તેનું જોખમ જાણતા હોવા છતાં પણ તેનું સેવન કરવાનું છોડતા નથી. પરંતુ ને આવા નશીલા પદાર્થો ને જીવનમાંથી દૂર કરવામાં જ ભલાઈ છે.

    પ્રોસેસ્ડ મીટ


    માંસ, માછલી, ઈંડા આ બધા ખોરાકને હેલ્થી માનવમાં આવે છે પરંતુ ત્યારે જ જ્યાં સુધી તે સારી રીતે રાંધવામાં આવે છે. આ વસ્તુઓને તમારા આહારમાં મર્યાદિત માત્રામાં સામેલ કરવી જોઈએ.

    આ પણ વાંચો: Turmeric Benefits: હળદરનું સેવન કરવાથી પુરૂષોને થાય છે આ 5 અદ્ભુત ફાયદા

    કોઈપણ એનિમલ બેસ્ડ ઉત્પાદન ખાવાનું ટાળો જેમાં કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવ્યા હોય. આ વસ્તુઓ ખાવાથી વજન વધવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. પ્રોસેસ્ડ મીટ ખાવાથી કાર્સિનોજેન કમ્પાઉન્ડ બહાર આવે છે, જે કોલોરેક્ટલ અને કોલોન કેન્સરનું જોખમ વધારે છે. પ્રોસેસ્ડ મીટને બદલે ઘરે તાજું માંસ બનાવો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन