Home /News /lifestyle /પુરુષોને ગિફ્ટ આપવાના આટલા છે વિકલ્પો, પુરુષોને કરાવશે સ્પેશ્યલ ફીલ

પુરુષોને ગિફ્ટ આપવાના આટલા છે વિકલ્પો, પુરુષોને કરાવશે સ્પેશ્યલ ફીલ

પુરુષોને ગિફ્ટ આપવાના આટલા છે વિકલ્પો, પુરુષોને કરાવશે સ્પેશ્યલ ફીલ Image/pexels

Lifestyle news- કોઈ મહિલાને ગિફ્ટ આપવી હોય તો અનેક વિકલ્પો છે. પરંતુ પુરુષોને ગિફ્ટ આપવા માટે ખૂબ ઓછા વિકલ્પો છે

    Best Gift Ideas For Male:કોઈ મહિલાને ગિફ્ટ આપવી હોય તો અનેક વિકલ્પો છે. પરંતુ પુરુષોને ગિફ્ટ આપવા માટે ખૂબ ઓછા વિકલ્પો છે. સામાન્ય રીતે પર્ફ્યુમ, શર્ટ, ચોકલેટ, ફ્લાવર્સ કે ગ્રીટીંગ જેવી વસ્તુઓ પુરુષોને ગિફ્ટમાં અપાય છે. જોકે આ આઈડિયા ખૂબ જૂનો છે. જેથી કોઈ પ્રસંગે પુરુષને ગિફ્ટ આપવા માટે ઘણું વિચારવું પડે છે. ગિફ્ટમાં પુરુષને કામમાં આવે તેવી વસ્તુઓ આપવી જોઈએ. જેથી અહીં કેટલીક એવી વસ્તુઓ અંગે જાણકારી આપવામાં આવી છે, જે પુરુષોને ખુશ કરી દેશે અને જરૂરતના સમયે કામ પણ આવશે.

    શોલ્ડર બેગ પેક

    વર્તમાન સમયે મહિલાઓની જેમ પુરુષોને પણ પોતાની બેગમાં ઘણો સામાન લઈને બહાર નીકળવું પડે છે. પાણીની બોટલ, નાસ્તાનો ડબ્બો, ફોન, પાવર બેંક જેવી ઘણી વસ્તુઓ પુરુષોને સાથે રાખવી પડે છે. જેથી પુરુષોને આવી વસ્તુઓ રાખવા સગવડતા રહે તે માટે તમે ગિફ્ટમાં શોલ્ડર બેગ આપી શકો છો. હાલ આવી બેગ બજારમાં દરેક બજેટમાં ઉપલબ્ધ છે.

    પાવર બેંક

    વર્તમાન સમયે મોબાઈલ જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન અથવા ફીચર ફોન હોય છે. ફોનની બેટરી ઉતરી જાય અત્યારે લોકો તકલીફમાં મુકાઈ શકે છે. એમાં પણ ઘરની બહાર હોવ ત્યારે ચાર્જ કરવા મુશ્કેલી ઊભી થાય છે. ત્યારે ફોનની બેટરી ચાર્જ કરવા માટે પાવર બેંકની પણ જરૂર પડી શકે છે. જેથી ગિફ્ટમાં પાવર બેંક આપવી યોગ્ય વિકલ્પ છે.

    આ પણ વાંચો - બાળકો માટે ખૂબ જ જરૂરી છે ખેલકૂદ, તન અને મન પર થાય છે આવી અસર

    વોલેટ

    ગિફ્ટમાં વોલેટ આપવું પણ સારો આઈડિયા છે. પિતા-પુત્ર, પતિ કે મિત્ર અથવા અન્ય કોઈ સંબંધીને ગિફ્ટમાં વોલેટ આપી શકાય છે. વર્તમાન સમયે વોલેટની જરૂર તમામ લોકોને હોય છે. પુરુષો માટે વોલેટ સૌથી જરૂરી વસ્તુ છે. તેમાં પૈસાની સાથે ATM, ક્રેડિટ કાર્ડ અથવા વિઝીટીંગ કાર્ડ પણ રાખી શકાય છે.

    લેપટોપ બેગ

    વર્તમાન ટેકનોલોજીના યુગમાં મોટાભાગના લોકો પાસે કોમ્પ્યુટર કે લેપટોપ હોય છે. તમે ગિફ્ટ આપવા માટે લેપટોપ બેગનો વિકલ્પ પસંદ કરી શકો છો. જે તમારા બજેટમાં પણ રહેશે. લેપટોપ બેગમાં લેપટોપ સાથે ડોક્યુમેન્ટ રાખવામાં પણ અનુકૂળતા રહેશે.

    ટ્રીમિંગ કીટ

    પુરુષોને ગિફ્ટમાં ટ્રીમિંગ કીટ પણ આપી શકાય છે. અત્યારે દાઢી રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેથી યુવાનને ગિફ્ટ આપવા માટે ટ્રીમિંગ કીટ પણ સારો વિકલ્પ બની રહે છે. કોરોના કાળમાં દાઢી કરાવવા માટે બહાર નીકળવું જોખમી છે. ઘણા લોકો ઘરે દાઢી કરે છે. જેથી વૃદ્ધ વ્યક્તિને પણ ટ્રીમિંગ કીટ ભેટમાં આપી શકાય.
    First published:

    Tags: Best gift ideas, Gift, Lifestyle, Relationship, ગિફ્ટ, લાઇફ સ્ટાઇલ